Wednesday, March 16, 2011

Colors of rainbow, Colors of life..."વાયોલેટ"

વેલ વેલ, કલર સીરીઝનો આખરી કલર,વાયોલેટ.જાંબુનો અંદર નો ગર અને ટી શર્ટ આ બેય તરફ,ખેચાણ અનુભવાય તો એ કઈ ખોટું નહિ.પોઈઝનસ આભા ધરાવતો આ રંગ કઈ ખરેખર ઝેરીલો નથી.શીત પ્રકૃતિ વાળી વસ્તુઓ,પાંદડા,ફૂલો વગેરે વાયોલેટ છે.ડેસ્કટોપ સ્ક્રીન પર વાયોલેટ કલરની પાંખડીઓ વાળું ફૂલ એકલું હોય તોય જાણે સ્ક્રીન અધુરો નથી લાગતો.વાયોલેટ કોફી-મગ કુલ મિજાજ બતાવે છે કે અંદરુની  ગરમાટો?દિવસે અને રાત્રે બેય ટાઈમ એ પહેરી શકાતા કપડાઓમાં આ રંગ કોમન છે.રોયાલીટી અને સાદગી,બેયનું મિશ્રણ એટલે આ રંગ.કલર સ્પેક્ટ્રમના બીજા બ્રાઈટ કલર્સ સામે એ જરા ડલ પડે છે,પણ વાયોલેટ સાડી હોય કે ડ્રેસ, સ્ત્રી એમાં હંમેશા આકર્ષક લાગે છે.અત્યારે બજારમાં બહુ જોવા મળતી કાળી દ્રાક્ષને પીસીને જુઓ તો વાયોલેટનો ઘેરો શેડ જોવા મળે છે.ઠંડી,મદહોશ કરાવે એવી,નશીલી વાયોલેટની પ્રકૃતિ છે.

વાયોલેટ ઓરા ધરાવનાર વિઝનરી વિચારધારા રાખે છે.આપણા સહસ્ત્રાર ચક્રનો રંગ વાયોલેટ હોય છે.ઈશ્વર સાથે કનેક્શન સ્થાપવાનું પહેલું પગથીયું એટલે વાયોલેટ કલર.ચર્ચના પાદરીઓ "ઝાડફૂંક" નામની ક્રિયા કરતી વખતે ગળા ફરતે વાયોલેટ કપડું વીંટે છે.ઓન ધ નેમ ઓફ ક્રાઈસ્ટ કહીને શાપિત વ્યક્તિને સાજા કરવામાં મદદ કરે છે.કલર સ્પેક્ટ્રમમાં આ કલર જરાતરા હિડન રહેતો હોય છે.ડીટ્ટો ઈશ્વરની જેમ.આપણને લાલ રંગની શક્તિ,લીલા રંગની શાંતિ અને પીળા રંગની ગરમી જ દેખાય છે કેમકે એ પ્રભાવી છે લાઈફમાં.બાકીના રંગો દેખાતા હોવા છતાંય આટલા રંગો જ ધ્યાન ખેંચતા હોય છે.અને એમાં માણસનો કોઈ વાંક જ નથી.પણ,સાલી લાઈફમાં આટલા રંગો જોવાનોય ટાઈમ છે?થીંક ફોર 2 મિનીટ્સ...

પાપીની કાગવાણી:

Don't become LATE while reaching towards VIOLET... ;) 

Colors of rainbow, Colors of life... "ઇન્ડીગો"

ઇન્ડીગો તો કારનું નામ નહિ? યેસ્સ, વાત તો સાચી  છે.પણ,એનું મૂળ સુત્ર "ઇન્ડિયા ગો" હતું. ઇન્ડીગો એટલે ગળી કલર. રંગ જોતા એવું લાગે કે ભૂરા રંગે ખટાશ પકડી લીધી છે. સંબંધોમાં પણ ક્યારેક ખટાશ આવે છે જ ને? ને પછી આવે છે હૃદયને દર્દથી ભરી દેતો ઇન્ડીગો કલર. ધરબાયેલો ગુસ્સો પણ આ જ કલરનો હોય છે. ડંખીલા મનવાળા લોકોનો ગુસ્સો આવો જ હોય છે. દિલને સતત કુરેદ્તો ગુસ્સો અને ઘાવ,બેય માણસને જંપવા દેતા નથી. આની પાછળ રહેલી બાબત સાવ નાની હોય છે. અદ્દલ વ્હાઈટ ડ્વાર્ફ સ્ટાર જેવી. એ પણ આછા ગળી કલરનો હોય છે જયારે આ પરિસ્થિતિ માં આવે છે. બાહ્ય સપાટીનું તાપમાન હજારો ડીગ્રી સેલ્સિયસ હોય છે. હવે ફીઝીક્સમાં આવું હોય તો સાઈકોલોજીમાં તો કેવું ને કેવું હોય.

એકઝેટલી, મનના કડાકા ભડાકા જીવ ખાતા હોય ત્યારે કલર્સ એકબીજામાં ભળી જતા હોય છે.જેલસીનો લીલો,ગુસ્સાના લાલ-પીળા, અને છુપા રહેલા ગુસ્સાનો ઇન્ડીગો કલર. છુપો ગુસ્સો;વ્યક્ત થતા ગુસ્સા કરતા વધુ ખતરનાક હોય છે. દુર્યોધન, કૈકેયી બહુ બધા ઉદાહરણો છે. વ્યક્ત થતો ગુસ્સો ક્ષણજીવી હોય છે જયારે છુપો ગુસ્સો લાંબા ગાળા સુધી સસ્ટેઈન થતો હોવાથી જખ્મો આપે પણ છે અને અપાવે પણ છે. ઇન્ડીગો કલર સ્ટ્રોંગ અંત:સ્ફુરણા બતાવે છે. ધગધગતી તાકાતને સાચવી રખતો કલર સમય આવ્યે એનું ઉત્સર્જન કરે છે ત્યારે કા તો સર્જન થાય છે,કા વિનાશ થાય છે. ડીટ્ટો શિવજીના ત્રીજા નેત્રનું છે. અસીમતાનું સુચક છે આ રંગનું સ્પેક્ટ્રમ. સ્પીરીચ્યુઅલ એક્સ્ટ્રીમ તરફ જતી રાહ પર આ અંતિમ પડાવ છે. આ પણ આજ્ઞાચક્રની અંદરના ત્રીજા નેત્રનો સુચક રંગ છે. વિશિષ્ટતા, કશીક વધુ શક્તિ,ગુઢ અને ન સમજાયતેવી તાકાત અને દ્રષ્ટિ ઇન્ડીગો અને એની પછીનો વાયોલેટ કલર ધરાવે છે. ભૂતકાળમાં પોતાની જાતે સળગી જતા લોકોમાં અગ્નિ પ્રકટ થતી વખતે ઇન્ડીગો કલર પહેલા દેખાયાનું નોંધાયેલ છે. ઇન્ડીગો આમ તો ગરમ કલર છે,પણ એ ગરમી ઈશ્વરીય તત્વની છે.સેલ્ફની છે. સોલાર પ્લેક્સસને ઉત્તેજિત કરીને હિલિંગ કરતી રેકી અને એને રિલેટેડ બધી વસ્તુઓ ગરમ હોવાની. ઇન્ડીગો કલર ગરમીની એક્સ્ટ્રીમનેસ બતાવે છે.અને એટલે જ ભક્તિ હોય કે જ્ઞાન હોય,તપવાનું લખ્યું જ છે સાધકના નસીબમાં.

પાપીની કાગવાણી:

ઉગ્ર ગરમી લોઢાને સફેદ બનાવી દે છે, માણસનું દિલ સંજોગોની આગમાં કાળું બની જાય છે. કૈક કરવું જોઈએ એવું નથી લાગતું?