Wednesday, November 3, 2010

સત્ય - મનોમંથન કે પિષ્ટપીંજણ?

તબિયત હલાવી દે એવી ધૂમ ખરીદી અને રોનક જોવા મળે છે દિવાળીની સિઝનમાં.અનેકાનેક ચહેરાઓ ચકળવકળ આંખો સાથે કશુક ગોતવા મથતા જોવા મળે છે.હરદ્વાર હોય  કે માણેકચોક,રોનક ધરાવવામાં ગુજરાતીઓ એક્કા છે.બાર્ગેઈન કરવામાં સ્ત્રીઓની હથોટી અને હથોડાગીરી જગજાહેર છે.સમાજની આ વિવિધતા છે.ભારત દેશે તો આ સુત્ર અપનાવેલું છે. Unity in Diversity. વિવિધતામાં એકતા.પાન માવો થુકીને પણ સ્વચ્છતાની વાતો ચરકી શકાય છે અને મૂંગા મોઢે ઝાડું લઈને પણ મંડી પડાય છે,કોમી દંગલમાં મકાનો સળગાવાય છે અને એજ ગલીમાંથી સ્મશાનયાત્રા નીકળે તો આપોઆપ વાહનો રોકી દેવાય છે,જનગણમન સાંભળતા આપોઆપ સાવધાન થવાય છે અને ભગતસિંહની મૃત્યુતિથિ ભૂલાય જાય છે,ટ્રાફિકના નિયમને WTF કહેવાય છે અને માથા ફૂટે ત્યારે ટ્રાફિકના નિયમનને મણ મણની ચોપડાવાય છે....

આ કઈ લવારો નથી.કશુક ખળભળતું ખળભળતું બોલી રહ્યું છે માંહ્યલામાં.આવી બેધારી સમાજરચના તો નહોતી બનાવી આપણે સૌએ.તો પછી ક્યાં કાચું કપાયું?શું માણસ પોતે અધોગતિ તરફ કુદકા મારતો આગળ વધી રહ્યો છે?કે પછી વ્યર્થ નિવેદનબાજીથી જ લોકો સંતોષ લેવા માંડ્યા છે?સાનિયા થી લઈને સોનિયા સુધી લોકો પાસે અલગ અલગ ઓપિનિયન છે અને એ સ્વાભાવિક છે.પણ ડબલ ફેસનો અર્થ શું છે?મહોલ્લામાં કે રોડ પર જતી ચુલબુલી ચીકને જોઇને આંખો વ્રૂઊમ કરતી એના શરીર પર ચોટી જાય છે ને પોતાની બહેન કે ફ્રેન્ડ કોઈ દોસ્ત જોડે વાત કરે એ પણ મંજુર નથી.કેમ?એવું શું આપણે ભૂલી રહ્યા છીએ?એમ એફ હુસૈન ને ગાળો ચોપડનાર મહાભારતના ક્રીએટરની જન્મકથા કા તો ભૂલી જવા માંગે છે કા જાણવા જ નથી માંગતા.સોચ આવી નીચી કેમ થતી જાય છે?ખાલી ઈકોનોમીમાં નહિ,માનસિક લેવલે પણ ગરીબ વધુ ગરીબ બનતા જાય છે અને અમીર વધુ અમીર...સાલો મધ્યમ વર્ગ અહિયાં પણ છે.એને બેય બાજુ લાડવા લેવાની લાલસા છે.ભાડમાં જાય દેશ,આપણે ઓછા કામ છે?અરે યાર,આટલું ઓછું છે કે હજીય દેશ-સમાજ માટે કરીએ?ટાઈમ જ ક્યાં છે યાર?સત્યની વ્હીસલ બોદી થઇ ગયાની કાગારોળ અત્યારની નથી.ગાંધીજીના વખતથી આ બધું ચાલ્યા કરે છે.સત્ય કહેનાર ખાંડાની નહિ, ખાઈની ધાર પર ચાલતો હોય છે.ઓનેસ્ટી હવે એક સોનેરી ખ્વાબ બનતું જાય છે.છોકરો દરેક ગર્લફ્રેન્ડને દિલ ફાડીને પ્રેમ કરશે અને પછી કોઈક સાવ અજાણીને પરણશે,છોકરી ભૂતકાળને એવી હૃદયદ્રાવક રીતે રજુ કરશે કે પતિ બિચારો આર્દ્ર થઈને જ પીગળી જશે,સાસુ વહુ ના ઝગડા માત્ર ઘર નહિ-આજુબાજુ વાળાને પણ ગમવા માંડશે...શું આ ઓનેસ્ટીની નીચતા બતાવે છે?કે નીચતાની ઓનેસ્ટી?સત્ય કેમ આટલું ડાર્ક,આટલું ઝળહળાટભર્યું,આટલું સોનેરી,આટલું કલામય....આટલી મોટી રેન્જ ધરાવતું હશે?બક્ષીએ એકવાર લખેલું,સત્ય શું કાયમ 360 ડીગ્રી જ હોય?શું સત્ય 90 કે 100 ડિગ્રીનું ન હોઈ શકે?શું આ જ સત્યની અંતીમતા છે કે કોઈ એને પામવા જાય ત્યાં સુધીમાં એ ક્ષત-વિક્ષત થઇ જાય? ગાંધી,જિઝ્સ,સોક્રેટીસ...અંતમાં તો જીત્યા જ,પણ અંત સુધીમાં એવા છિન્નભિન્ન થયા કે મૃત્યુ મહાબનાવ ન રહેતા એક ઘટના બનીને રહી ગઈ,જેને અનુયાયીઓએ કલ્પનાના રંગો પૂરી પૂરીને જીવિત રાખી.એ મહાપુરુષોને મૃત્યુ એક રિલેક્સિંગ એકસરસાઈઝ લાગી હોવાની સંભાવના હશે?કે પછી સત્ય એટલે જ ચીર-સ્થાયિત્વ?મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે,અગ્રીડ.પણ,સત્યની અનંતતા મૃત્યુની આજુબાજુ ફરે છે કે  સત્ય એટલે જ મૃત્યુ? રામનામ સત્ય મૃત્યુ ટાણે બોલવાનું શું આ જ પ્રયોજન છે કે સત્યની આભા ડાઘુઓના મનમાં વીંટળાય અને જેથી મૃતદેહને થડકાર વિના ઉચકી શકે?કે પછી મૃત્યુ એક સત્યની તીવ્રતાનું માઈલસ્ટોન માત્ર છે?

સત્ય વિષે ગમે એટલું લખો,એ એનાથી તો પર જ છે.માઈક્રો ઓબ્ઝર્વેશન ગાંધીજીનું છે આ મામલે.એમનું વિધાન માર્ગ આપે એમ છે આમાં. " હું એમ નથી કહેતો કે દરેક માણસ જ્યાં ખોટું જુએ ત્યાં તે દૂર કરવા બંધાયેલો છે.પણ હું ચોક્કસ કહું છું કે તે પોતે ખોટામાં ભાગ નહિ લેવા તો બંધાયેલો છે." શું આ સત્યની ચરમતા છે?ઓનેસ્ટી લાગે એવું વાક્ય છે પણ ખોટું અને સાચું એ નક્કી આપણે તો નથી કરવાના.તો એ નક્કી કેવી રીતે થાય?એની દુરગામી અસરોથી?કે તત્કાલીન અસરોથી?ત્યાં સમય ડોકું મારે છે.એ નિશ્ચિત સ્પીડે વહે છે અને દરેક માણસ એને બદલાવાની દિલી તમન્ના રાખે છે.કદાચ સમય જ સત્યની સૌથી વધુ નજીક હોય છે.સમય એટલે?થોડીક ગમતીલી પળો?થોડીક ભયાનક યાદો?કે પછી થોડા હુંફાળા સંબંધો?કે એમાં કમાયેલી પ્રતિષ્ઠા?કે પછી સમય એટલે થોડી કડવી,થોડી ગરમ,થોડી મદમસ્ત,થોડી કંટાળાવાળી ઘૂટન?ભગવાન ઈશ્વર ખુદા ગોડ બધા લાર્જર ધેન લાઈફ સમયને લીધે બન્યા છે.સમય એમને અસર કરતો નથી એવી માણસની કલ્પના છે.જે હોય તે,સત્યનું સૌથી સરળ રૂપ છે ઓનેસ્ટી,દરેક ગમતી જગ્યા એ અને દરેક ન ગમતી જગ્યા એ પણ...

પાપીની કાગવાણી : 
હું આ નિમિત્તની ફિલસૂફીમાં માનતો નથી. એ પરાજયવાદી દર્શન છે.જીવનમાં દરેક વસ્તુ અને દરેક ઘટનાનું પોતાનું એક મહત્વ છે - એ સમયે અને એ સ્થાને ! જીવનની એક ક્ષણનો અનુભવ પણ નકામો નથી...સમગ્ર જીવનના ઘડતરમાં એક ઈંટરૂપે એ ક્ષણ પણ ક્યાંક ફીટ થઈ હોય છે...! હું વાસ્તવ સ્વીકારી લેવામાં માનું છું.ફિલસૂફીનાં ગુલાબી ચશ્માં પહેરીને જુઓ તો આખી દુનિયા ગુલાબી છે એમ બુદ્ધિથી સાબિત પણ કરી શકાય પણ...આમાં વાસ્તવ એક જ છે...કે ચશ્માંના કાચ ગુલાબી છે! - બક્ષી

6 comments:

  1. ok saru lakho 6o pan kai janva nathi maltu .gujrati ma tamne 100 shabdo avadta hoy to tena possible permutations(arrangements) 100! thay. etle ke (1*2*3*4*5*....*100)
    shu tame e permutations ne lekh mano 6o??
    mehrbani kari ne thodu content pan apta jav.
    thnks :)

    ReplyDelete
  2. ભાઈ dharit,

    તમે એ સ્પષ્ટ કરશો કે તમને શું નથી જાણવા મળ્યું?તમારો આભાર કે મુજ નાચીઝનું લખાણ વાંચવાની આપે તસ્દી લીધી.આખો લેખ ફરીવાર હું વાંચી ગયો છુ ને તમે પણ વાચી જાઓ એ નમ્ર અરજ છે કેમકે તમે જોશો કે એમાં મહાભારતની પણ વાત છે,બક્ષીની પણ વાત છે અને ગાંધીજી ની પણ વાત છે,Unity in Diversity ની પણ વાત છે અને માણસના બેધારી તલવાર જેવા અપ્રોચની પણ વાત છે...વિષય થોડો હેવી છે પણ તમે પોતાની વાતને નબળું સમર્થન આપતું ઉદાહરણ આપ્યું છે.તમારી પ્રોફાઈલ પણ નથી દેખાડતા.એટલે આટલો જવાબ લખીને કી બોર્ડ ને વિરામ આપું છું.પહેલા તમે ઓથેન્ટિક થાવ,પછી કન્ટેન્ટની વાત કરાય... ;)

    ReplyDelete
  3. dost , haju pan tame ,jawab tarike , tamne avadata gujju shabdo na permutations lakhi rahya 6o..
    ane "shu nathi janva malyu"--- aa te kevo vahiyat saval 6? (maaf karjo , pan I couldnt help it..)
    tamari pase thi koi ne gitabodh nathi levano , ke nathi tamari "aap-biti" janvama koi ne maja padti..
    jo tame kharekhar kaik professionally lakhvanu vichaarta hov to better 6 ke more clear , more contentful ane lighter lakhva mate try karo.(aa to tame shabd ne sharne gaya 6o etle vaat thay 6.
    mari authentisity ni jya sudhi vat 6 to ema evu 6 ke je tame joi na shako e na hoy e jaroori nathi..
    try to take it positively .. it works.

    ReplyDelete
  4. ભાઈ dharit,

    હું પોઝીટીવ જ લઉં છું અને એ જ રીતે વિચાર કરવા ટેવાયેલો છું,પણ વિષયને અનુરૂપ લખવા માટે પણ લેખકે અમુક નિયમો રાખવાના હોય એ હું માનું છું અને અનેક જગ્યા એ વાચી ચુક્યો છું એટલે પ્રોફેશનાલિઝમ ના મામલે વિષય મુજબ ભાર આપવો જરૂરી બની જાય છે.બીજું,વિષયનું ટાઈટલ જુઓ.શું એ તમને એટલું લાઈટ લાગે છે?હું મહાન માણસ નથી એટલે એટલું બધું ઊંડું જ્ઞાન નથી મારી પાસે જેવું ગાંધીજી પાસે કે ઓશો પાસે હતું અને એવી અપેક્ષા રાખું એ પણ મારી ધ્રુષ્ટતા કહેવાય.રહી વાત પર્મ્યુંટેશનની,તો એ તમારો વ્યુ છે અને એટલે એના પર હું કોઈ જ કોમેન્ટ આપતો નથી.આવી રીતે પ્રોફાઈલ વિઝીબલ ન રાખીને તમે તમારી જ ઈમેજ ઢાંકી રહ્યા છો.ખુલ્લાશથી વાત કરવાનું ગમશે.બાકી તો,પ્રોફેશનલ રાઈટીંગના ક્ષેત્રમાં મારે શું કરવું એના માટે સલાહ આપવા બદલ આભાર અને હા,અહી આ ચર્ચા બંધ કરું છું કેમકે હિડન વ્યક્તિઓ સાથે હું વાત કરતો નથી...try to take it positively...

    ReplyDelete
  5. વાહ ! જો પોસ્ટની જેમ કોમેન્ટબૉક્સને પણ ટાઈટલ આપી શકાતું હોય તો એમ કહી શકાય એ મનોમંથનનું પિષ્ટપીંજણ..

    ^ પોઝીટીવ...નેગેટીવ જેવું નહીં પણ જસ્ટ ટેઈક ઈટ ! ;)

    ReplyDelete