સાચે જ આ શબ્દમાં કૈક તો એવું છે જ જે વ્યક્તિઓને પોતાના તરફ ખેચે છે.સત્તા,પદ,પાવર,ઓથોરીટી,સિંહાસન,રાજગાદી...લખતી વખતે પણ થ્રિલ અનુભવાય છે.દુર્યોધનથી માંડીને શકાર સુધીના અને સિકંદરથી લઈને અશોક સુધીના લોકો ચિરકાલીન છાપ એમના આ ઓબ્સેશનને લીધે છોડી ગયા છે.એમને એકહત્થું સત્તા જોઈતી હતી.ચક્રવર્તી પરચમ,સમગ્ર દુનિયા મુઠ્ઠીમાં...વાઉ!!! દરેકને સર્વોચ્ચ પદે બેસવાની દિલી તમન્ના હોય છે.બધા પોતાના હુકમ પર ચાલે અને દુનિયા પોતાના વિચારો મુજબ ચાલે એવું દરેકને ગમતું હોય છે.ઘરથી લઈને ઓફીસ અને ક્રિકેટથી લઈને ઘોડાની રેસ સુધી બધાયને મનમાં એમ જ ચાલ્યા કરતુ હોય છે કે બસ મેં જે વિચાર્યું છે એજ સાચુંપડવું જોઈએ.પણ,જેમ પાવર જીતાડે છે એમ મૌન રહીને હરાવે પણ છે.હિટલર,મુસોલીની,ફ્રાન્સનો રાજા લુઈ સોળમો...વગેરે આના બેસ્ટ ઉદાહરણો છે.જે રસ્તે જીત મળે છે એ રસ્તો જ ક્યારેક ભટકાવી મુકે છે અને પછી અધોગતિ તરફ દોટ મુકાય છે જેમાં માણસ પોતાને મળેલી જીતનું કારણ માત્ર પોતાના વ્યક્તિત્વને ગણવા લાગે છે.એ એ ભૂલી જાય છે કે પોતે જે જીત મેળવી છે એ એકલા નહિ,સહિયારા પ્રયત્નોને લીધે આવી છે.એને મદ કહે છે.અહંકારનો ભાઈ.સાદી ભાષામાં નશો.પાવર એક નશો છે,જે વ્યક્તિના ખૂનમાં ચુપકે સે ભળીને વહેવા લાગે છે અને એને અંદરથી ઇન્સીક્યોર બનાવતો જાય છે.કોઈ મારોય ઘડો લાડવો કરી નાખશે,મને ઝેર ભેળવીને મારી નાખશે તો?એ આ ભયને દૂર કરવા છટપટે છે,ક્રૂર બનતો જાય છે.અને પછી સર્જાય છે ગલત નિર્ણયોની હારમાળા જે એને અધોગતિ તરફ બડી ક્રુરતાથી ફેંકી દે છે.ખીણમાં પડતા દેહની જેમ એ પણ અહીતહીથી જખ્મો મેળવતો જાય છે,ક્યાંક હૈયું ચીરાય છે તો ક્યાંક સમયના તીક્ષ્ણ પંજાના નહોર વાગતા જાય છે.એકલો અટૂલો પડેલો સત્તાધીશ પણ સમયના અટ્ટહાસ્યને સાંભળતો સાંભળતો હાર તરફ પ્રયાણ કરતો રહે છે.શું આ જ દરેક સત્તાધીશોની તકદીર હોય છે?જીત મેળવતી વખતે આવું બધું યાદ નથી રહેતું.કેમકે પેલો મદ એને મર્દ બનાવતો હોવાનો આભાસી અહેસાસ આપતો રહેતો હોય છે.ધીમું ઝેર નસોમાં ક્યારે વહેવાનું સ્ટાર્ટ થઇ જાય છે એની જાણ એને ખુદને નથી થઇ હોતી.છોકરી,દારૂ,સિગારેટ,ઘોડાદોડ,જુગાર...આ બધું પણ સત્તા ની સાથે આવી જ જતું હોય છે.જ્ઞાન અને પાવર-આ બેયની ભૂખ કોઈ દિવસ શમતી નથી,એ વધતી જ જાય છે.જ્ઞાન ઉચે લેતું જાય છે,પાવર પણ ઉચે બેસાડે છે.જ્ઞાન એક જ વસ્તુમાં પાછળ પડે છે.એ છે સત્તા.કહે છે ને કે "સત્તા આગળ શાણપણ નકામું."બસ,આ એક જ ફેક્ટર માં પાવર,ઓથોરીટી ડોમિનેટ કરે છે.દુનિયા ઝૂકતી હૈ,ઝુકાને વાલા ચાહિયે...પણ આ જ દુનિયા તમને ભયથી સલામ ઠોકતી હોય છે,આદરથી નહિ.રામરાજ્ય અને એવા આદર્શ માત્ર પુસ્તકોમાં સારી છે,બહાર તો સત્તા માટે ટાંટિયાખેંચ છે,રેસલિંગની જેમ એકબીજાને ધોબી પછાડ આપવાની ક્રૂર રમત ચાલે છે.મહાભારત એટલે જ "રાજનીતિ" માટે અને ગોડફાધર "સરકાર"માટે પ્રેરણા બને છે.બેયમાં સત્તા માટે ઓબ્સેસીવ બનતા અને ધીરજ ગુમાવતા પાત્રો છે.બધાને બહુ જલ્દી જીતી જવું છે,જલ્દી પઝેશન જોઈએ છે,સત્તાઓ અને સુન્દરીઓનું.રાક્ષસો માટે ઇન્દ્રાણી અને ઇન્દ્રાસન એટલે જ ગમતા ટાર્ગેટ હતા.
આવી જ કથા છે "વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ"ની...સત્તા મેળવવા માટે શોએબ નહિ,સુલતાન બનવું પડે છે.બેય યીન અને યાંગ તત્વોની જેમ એકબીજાની મિરર ઈમેજ છે.બંને બુરા છે,પણ તીવ્રતા અલગ છે.એકને ઈજ્જતથી ધાક જમાવતા જોઈ શકાય છે,બીજો ભય વડે શાંતિ સ્થાપવાનાપ્રયાસો કરે છે.બોલવાને બદલે બંદુક જ તાકતો શોએબ સુલતાન જેવી ધગધગતી આણ ફેલાવવાની મહેચ્છા રાખે છે.આઇકોન હોવા ખોટી બાબત નથી.એને અનુસરવું એ પણ સારી વાત છે.લોકો પોતાના ગમતા ગુણો આવા આઇકોનમાંથી શોધી લેતા હોય છે.એ વ્યક્તિએ આપેલા બલિદાનો અને એના બેઝીક ગુણો ફેન્સ ભૂલી જાય છે કેમકે એમને તો સત્તા,અનલીમીટેડ પાવર જ દેખાતો હોય છે.બાકીની અંદરુની વસ્તુઓ તો એ જ જાણતો હોય છે.પળેપળ અપાતા ભોગ,મગજને સતત અપાતા કસમયના ઝાટકાઓ આ બધું સુલતાન સહન કરે છે,શોએબ નથી સહન કરતો.આમ તો શોએબ એટલે જે સાચો માર્ગ બતાવે એ,પણ અહી એ જ આડા માર્ગે જાય એવી તાસીર ધરાવે છે.બસ,મુંબઈ રાખની જેમ મારી નીચે અને હું ધુમાડાની જેમ એની ઉપર...લોકો મરે કે જીવે,ધાક ફેલાય એટલે પત્યું.આ માર્ગ સુલતાનનો નથી એ એનેય ખબર હોય છે,પરંતુ એને તો સુલતાનનાય બાપ બનીને ફરવું હોય છે એટલે સડકો પર ધ્રુજાવી નાખતી આણ ફેલાવવા બંદૂકને અને બ્યુટીને બેયને જોરદાર વાપરી જાણે છે.બંને જાણે જુના અને નવા જમાનાના અંધારી આલમના બે કાળ બતાવતા પપેટ્સ છે.એક બહારવટ જેવી પ્રવૃત્તિ કરે છે તો બીજો જીદથી અને ઝનૂનથી ડોન બને છે અને સમયની જેમ એના માર્ગમાં આવતા દરેકને- સુલતાનને પણ-ભરખી જાય છે.પાવર આવું જ કરે છે.કોઈનોય થતો નથી અને થવાનો પણ નથી.પાવર,પદ,સિંહાસન આ બધા કાળના ચક્રના આરાઓ છે.સાવ નજીક અને ઊંડા ઉતરીને દેખી શકો તોજ આખી વાત સમજમાં આવે,એ વગર બધું સરખું જ લાગે.
જયારે અંદરનો માણસ શાંતિ અને બહારનો માણસ પાવર ઝંખે,અને ચારે બાજુ લોહીના ફુવારા ઉડતા દેખાય;ત્યારે સમજવું કે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઇ ગયું છે,સત્તાની અધોગતિનું અને વ્યક્તિની લોકપ્રિયતાનું...

hmm...agreed with ur point..nicely explained the fight of inside man and outside evil..keep it up..
ReplyDeleteહર્ષ,
ReplyDeleteતારો શાબ્દિક પાવર બૌ જ વધ્યો છે રે! ખુબ મઝા આવી તારો આ પાવરફુલ આર્ટીકલ વાંચવાની!
એકદમ સંમત છું તારા વિચારો સાથે!
તારી વિચારો ની ડીરેક્શનને એને શબ્દો માં ચિતરવાની એક્શન બંને ગમી!
અંદાજે બયાં...વાહ હર્ષ.. આર્ટીકલ લખવાની તારી પેટર્ન ખૂબ જ આવકારદાયક રહી.પણ આટલા પાવરફૂલ આર્ટીકલ માં "વાઉ" શબ્દ જરાય ના જામ્યો.
ReplyDeleteતારા આર્ટીકલ ના સંદર્ભે તે ફિલ્મનું ઊદાહરણ ટાંક્યુ એવો ભ્રમ થોડી જ વાર મા ઉડી ગયો,કારણ કે ફિલ્મ જોયા પછી ના હેન્ગ-ઓવર માં લેખ લખાયો છે એ સાબિત થઇ જાય છે.પહેલો આખો ફકરો પાવર વિશે અને બીજો આખો ફકરો ફિલ્મ ના સંદર્ભ નો રહ્યો....છેલ્લે-છેલ્લે તો એવું લાગ્યું કે ફિલ્મ નો રિવ્યુ લખ્યો છે કે શું...?
જો કે મારી અવળવાણી થી,મિત્ર દાવે આટલું સ્પષ્ટ કહી રહ્યો છું...પણ તારી પાકટતા હવે ધાર કાઢી રહી છે દોસ્ત....લગે રહો ભાઇજાન !
શશીકાંતભાઈ,
ReplyDeleteસૌપ્રથમ તો મારો આર્ટીકલ વાંચવા બદલ અને કોમેન્ટ આપવા બદલ આભાર.હવે એ "વાઉ"શબ્દની વાત છે,તો એ મને પણ પ્રૂફ રીડીંગ વખતે કાઢી નાખવા જેવો જ લાગેલો.પણ,લખતી વખતે જે અસર મારા મનમાં હતી,અને ફિલ્મ જોયા પછી બધું અંદર ઘુમરાયા કરતુ હતું એના પરિણામે લખતા તો લખાય ગયો.બીજી વાત,આટલા પાવરફુલ આર્ટીકલમાં દરેક રીડરને સમજાય અને પાવર શું ચીજ છે એની એક છબી મનમાં ઉત્પન્ન થાય એ હેતુથી એ શબ્દ મને ન ગમવા છતાય રાખવો પડ્યો...
આટલું સરસ વાંચન તો મેં પણ નથી કર્યું..આવો ઓબ્ઝર્વેશન પાવર ઉધાર મળશે?આભાર અગેઇન શશેવરેસ્ટ...
vah bhai vah maja padi gai.......
ReplyDeleteagree wit shashikant bhai inthat ke lekh thodo movie na hang-out ma lakhayelo lagyo///..
ReplyDeletei dont know so much abt writing...bt i also some time writes after watching movie....upto me i writes dashing also but tat nt seems actual and seems biased etc...
and ya you know whatever we are seeing in movie or reading in novels do nt happen in real world in 90 % of cases.....
and ya..when someone is gaining power wen his aim is to serve the people rather intend be in power....all of the things u have write will went wrong....although it happens very rarely now a dadys....bt happens..
fergive me if i have been harsh and correct me if u think i am wrong in somewhere..
thnx