Sunday, July 25, 2010

ગુરુપૂર્ણિમા - ગુરુ ગોવિંદ દોનો ખડે થી ગુરુ,હો જા શુરુ...

આ કઈ પહેલાના ભવ્ય ભૂતકાળની છડેચોક પ્રસંશા નથી કે આજના જમાનાના ઈરોટિક ગલગલીયા પણ નથી.પણ એક આખું ટ્રાંઝીશન દેખાડવાની ઈચ્છા છે.એવી સફર કે જે સતત થતી આવી છે,થઇ રહી છે અને આગળ પણ થતી રહેવાની છે.દરેક ગુરુમાંથી શીખવાની ઈચ્છા બરકરાર રહે એ જ સાચું વિદ્યાર્થીપણું.સમય અફકોર્સ ગુરુને ક્રેડીટ દેવાનો છે,એમને ખરા દિલથી થેન્ક્સ કહેવાનો છે.પણ,લાઈફ પ્રત્યે કદાચ સૌથી ઓછું ધ્યાન જાય છે.લાઈફ જેટલું શીખવે છે એટલું કોઈ ગુરુ શીખવી નથી શકતા.પળેપળ નવો સંઘર્ષ,નવા ટાર્ગેટ,નવા કરીક્યુલમ,નવા માણસો સાથે માથાફોડ...કેટલુય ચાલતું રહેતું હોય છે.આ બધા સામે શું પુસ્તકિયું જ્ઞાન કામ લાગે છે?ના,એમાં તો પાસ્ટના અનુભવો જ કામ લાગે છે.અને એટલે જ લાઈફ પહેલા અનુભવાડે છે અને પછી શીખવાડે છે.એટલે જ લાઈફ માત્ર બદલાતા દિવસો કે વિતતા કલાકો ન રહેતા સુપર્બ સફર બની રહે છે.સપનાઓ તમને લક્ષ્ય આપે છે તો હિંમત આગળ વધ્યા કરવાનું બળ સીંચ્યા કરે છે.પ્રિયજનો,સગાવહાલાઓનો સાથ હુંફ આપે છે તો મિત્રોની દિલદારી લાઈફને દરેક સેકન્ડે જીવવાનો હોંશ આપે છે.સવાલ બે પાંચ ક્ષણો ચોરીને થતી મનગમતી પ્રવૃત્તિ નો નથી,લાઈફને રોજેરોજ અપડેટ કરવાની છે.નેટ પર સ્ટેટસ અપડેટ કરવાથી જ નવીનતા નથી આવતી,એને ધડકનો સાથે ઘોળવી પડે છે,રુધિરને હણહણતી ગતિએ દોડાવવું પડે છે અને પ્રિયજનને અપાતા પ્રેમમાં ભરતીઓ લાવવી પડે છે. લાઈફ ઘણી વાર બોરિંગ,ગ્લુમી લગતી હોય છે.બનવાજોગ છે કેમકે દરેક દિવસ સારો નથી હોતો,દરેક સાંજ રસભરી નથી હોતી.પણ તોય એમ કઈ મુડલેસ થોડું થવાય?લાઈફ દરેક જાતના અનુભવથી નવું નવું શીખવાડ્યા કરે છે.હરપળ,હરદમ કિક મારે છે.ક્યારેક પેનલ્ટી કિક તો ક્યારેક ઓફલાઈન કિક...ગોલ થઇ જવો જ જરૂરી નથી.પણ કિક વાગે એ જરૂરી છે.ધધક દરેક જગ્યાએ રાખવી પડે છે,અંદર આગ જલતી હોય તો જ બહાર કશુક નક્કર આવે છે.પછી એ વીર સાવરકર હોય કે સરફરોશનો એસીપી રાઠોડ હોય...


હિંમત જીવવા માટે જોઈએ છે,મરવા માટે નહિ... 
    

3 comments:

 1. hmm...one kick is surely needed to achieve anything..100% agreed...and LIFE is d best teacher always.. :)... keep up the gud work..

  ReplyDelete
 2. u said well and true too..i like andar aag jalti hoy toj kashuk bahar ave chhe..good re...keep it up..

  but...but...but... do aware ke tara writing my kyak kase pan koi bija lekhak no prabhav na jova made...

  ReplyDelete
 3. સાચું કહ્યું છે , જાત જેટલી સાચી સીખ ને સલાહ કોઈ ના આપી શકે..
  જેટલું જિંદગી ને અનુભવ શીખવાડે એ કોઈ ગુરુ ના સમજાવી શકે!
  પોતે જ પોતાની જાત ને દોર્વવાની પણ એક મઝા છે!
  રસ્તો સાચો મળે તો પોતાનો સાચા હોવાનો કેફ ચદ્ધે ને ખોટો પડે તો ક્યાં કોઈએ ગેરમાર્ગે દોર્ય છે ની નિરાંત રહે!

  ReplyDelete