Thursday, July 15, 2010

એકલતા - એકરાર અને ઇનકાર વચ્ચે અટવાતી જિંદગીની સફર

"યાર મેં એને કહ્યું પણ ખરું કે હું સીરીઅસ છું,પણ એ મને એની બેસ્ટ ફ્રેન્ડ જ ગણે છે.બીજું કંઈ નહિ.એટલે અમે રીલેશન પૂરો કર્યો.પણ ખબર નહિ કેમ એ દિલમાંથી જતો જ નથી.એ સ્થળો,એ રસ્તાઓ બધું જ નજર સામે નાચ્યા કરે છે.તું કહે,મેં શું ખોટું કર્યું?"


સાવ સાચો સંવાદ છે આ.એક તો દિલના દર્દી હોય અને એમાય મારા મિત્રો હોય,એટલે બધું શેર કર્યા કરતા હોય છે.શેર કરે ત્યાં સુધી વાંધો નથી,પણ પછી જયારે મારા પર ડિસીશન કે અભિપ્રાય આપવાનું કહેણ આવે છે ત્યારે ધ્રુજી જવાય છે.પણ આ બધામાં એણે કહેલું એ એક વાક્ય દિલમાં ખંજરની જેમ ખચ્ચ કરતુંકને પેસી ગયું.એકરાર થયા પછી જયારે સામેનું પાત્ર ના પાડી દે ત્યારે પહેલા તો દુનિયા આખી ફરતી અટકી જાય છે,પછી દિલ જોરથી ધડકવા લાગે છે અને પછી અચાનક કોઈએ શરીરમાંથી જીવનતત્વ ઉડાડી લીધું હોય એમ લાગે છે.હળવે હળવે તડપની લહેરો ઉઠતી જાય છે જે જીવને ક્યાંય જંપવા દેતી નથી.
દરેક દિલને એવી ઈચ્છા હોય છે કે કોઈ પોતાને પાગલોની જેમ ચાહે.બસ,પાગલોની જેમ એ ચાહતને વ્યક્ત કરવામાં શરમ આડે આવતી હોય છે.કોણ જાણે એવા સુસંસ્કૃત દેખાઈને શુંય સાબિત કરવાનું હોય છે!!કબૂલ કે પ્રેમ વ્યક્ત ન કરી શકનાર પ્રેમના ઊંડાણને ન અનુભવતો હોય એવું ન જ હોય,પણ ક્યારેક પાગલપન જરૂરી હોય છે.એ જતાવવું કે તમે કોઈના માટે કેટલા પ્યારા છો,કેટલા સ્પેશિઅલ છો એ તો ભગવાનના મંદિરમાં જઈને સેવા કરવા જેવું છે.કોઈને આવા પાગલવેડા જો નક્કામાં અને વેદિયાપણું લાગતું હોય તો એ એની ખામી છે,એને તમામ અસ્તિત્વથી ચાહતા વ્યક્તિની નહિ.
પણ,સામેની વ્યક્તિની ના ની અસર ગર્લ અને બોય બેય પર જુદી જુદી થાય છે.બોયને અને ગર્લને ફાળ તો એકસરખી જ પડે છે,પણ ગર્લને એ ના નો ભરોસો નથી પડતો.એ વારંવાર પેલાને પૂછ્યા કરે છે અને પેલો કંટાળીને ત્રાસીને એવા એવા શબ્દો કાઢે છે જે પેલીનું કાળજું ચીરતા જાય છે.અને છેવટે રડારોળથી દિલ તારતાર થઇ જાય છે.નતીજા,દિલ બ્રેક અને રીલેશન ભસ્મ.ઇનકારના કારણો કરતા એની અસર વધુ ધારદાર હોય છે.સામેવાળાની તડપ જાણ્યા વગર ઘસીને પાડી દેવાતી ના જાણે દિલમાં ખુંચતી કણીની માફક તડપાવ્યા કરે છે.એ રસ્તાઓ,એ સ્થળો જ્યાં જીવનની અમુલ્ય ક્ષણો પસાર કરી હોય એ બધું જ યાદ આવે છે.એના શબ્દો,એનો હુંફાળો સ્પર્શ,એણે આપેલા વાયદા,એણે આપેલી નાની નાની ગિફ્ટસ...આ બધું જ નજર સામે તરવરે છે અને તોય એ બધું જીરવ્યા સિવાય છૂટકો નથી.મન એને આઝાદ કરવા ઇચ્છતું હોય છે અને દિલ એને સંઘરવા.
આવી પરિસ્થિતિ મારા બે મિત્રો પર આવેલી છે.બેયના સંજોગો જુદા છે,પણ બેય એ અનુભવેલી આ એકલતા આજેય એમને ભીસી નાખે છે,દિલને ટુકડામાં વિખેરે છે.લાચાર દિલ અને ક્રૂર સંજોગો એ પ્રેમના કાયમી દોસ્તો છે,એ કાયમ હાજર જ હોવાના.જરૂર સાચા પાર્ટનર્સના સિલેકશનની છે.એમના દિલની વેદના ઘણા સમયથી મગજમાં વલોણાની જેમ ફરતી હતી.પીડા ન સહેવાઈ એટલે અહી કોગળો કરી નાંખ્યો. 


દોસ્તો,એમની જીવવાની રીત જોઇને આજેય એમને સલામ કરું છું કેમકે આટલી સ્વસ્થતા કદાચ હું પણ ન કલ્પી શકું.દિલભંગ એ કંઈ નાનીસુની વાત નથી.ઘાયલ કી ગત ઘાયલ જાને... 
  

4 comments:

  1. ઘાયલ કી ગત ઘાયલ જાને....દોસ્ત તે ૧૦૦% સાચું લખ્યુ છે..

    ReplyDelete
  2. હર્ષ..
    પ્રેમ કે લાગણી ને કોઈ લોજીક નથી હોતું..
    તો એમાં સામે નું પાત્ર જેના માટે પ્રેમ કે લાગણી હોય એ જેવું હોય હર હંમેશ સાચું જ લાગે છે.. ને ભલે ને આખી દુનિયા એના ખોટા હોવાના પુરાવા આપે, દિલ એની સચ્ચાઈ ની વકીલાત હર હમેશ કરે રાખે છે!
    અને હા , "પ્રેમ ભંગ" શબ્દ થોડો અડવો છે રે... હા મત ભેદ કે મન ભેદ હોય પણ પ્રેમ ભેદ કે ભંગ ના હોય .... ! જે ક્યારેય ના ભાંગે એ જ તો પ્રેમ!
    પ્રેમ ને લાગણી તો જ્યાં જેટલી હોય તેટલી જ રહે છે , ક્યારેક વ્યક્ત તો ક્યારેક અવ્યક્ત !
    અને શા માટે ગમતું પાત્ર ના પડે તો દુખી થવું ? કોઈ તમને પ્રેમ ના કરે એ ઠીક પણ તમે એને પ્રેમ કરો એનાથી કોણ તમને રોકી શકે?

    "સિર્ફ અહેસાસ હે એ રૂહ સે મહેસુસ કરો...
    પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ના દો....."

    ReplyDelete
  3. pagal!! :) pan as usual kogalo naano karyo.......vomitting j kari nakhvi ti ne? :P

    ReplyDelete
  4. 'બેચાર કહાં જાનતા હૈ, ખલિશ હૈ યે ક્યાં ખલા હૈ,
    શહેર ભર કી ખુશી સે, યે દર્દ મેરા ભલા હૈ..
    કઈ ચેહરે હૈ ઇસ દિલ કે, ના જાને કૌન સા મેરા.. મૈને દિલ સે કહા'

    'રોગ' નું 'મૈને દિલ સે કહા' ગીત ખરેખર આ ભાવ ને પરફેક્ટ રીતે અભિવ્યક્ત કરે છે..
    just listen to it....
    and yes..very expressive writing...keep it up...

    ReplyDelete