Wednesday, December 22, 2010

Spontaneous creations - પુરાણથી લઈને પ્રેઝન્ટ સુધી...

આજકાલ પ્રેઝેન્ટેશન અને રીડીંગ સ્કીલ મુખ્ય ગણાવા લાગ્યા છે.તમે ગુજરાતીમાં થોડું વધુ જાણતા હો તોય કોન્વેન્ટિયા સ્ટુડન્ટસને તમારી ઈર્ષા આવે છે કેમકે તમને એમના કરતા વધુ માર્ક મળે છે.મુદ્દો વાંચન કે ભાષા છે જ નહિ,મુદ્દો છે ઓન ધ સ્પોટ અપ્રોચનો.તમે જે તે વિષયને ત્યારે જ કેવી રીતે હેન્ડલ કરો છો એ વધુ મહત્વનું છે.હા,એ કબુલ કે વાંચન,મનન અને મુવીઝ તમારી જીભડીને વધુ મુક્ત કરે છે,પણ તોય અંતે તો ત્યારે સુઝતી વાતો જ તમારા મગજની ક્ષમતા અને કક્ષા નક્કી કરે છે.

પુરાણોમાં જોવા જઈએ તો એક બે ઉદાહરણો આવા  Extempore ના છે.પહેલું ઉદાહરણ છે શિવ-તાંડવ.રાવણના તપથી પ્રસન્ન શિવજી એ એને અખૂટ શક્તિઓ આપી.ને પહેલો પ્રયોગ એણે કર્યો કૈલાસ પર.ઉપાડ્યો એણે તો.શિવજી એ જોયું,ને પગનો અંગુઠો મુક્યો કૈલાસની ટોચ પર.કૈલાસ નીચે આવી ગયો,પણ રાવણના હાથ એની નીચે દબાઈ ગયા.પીડાના માર્યા રાવણે મુક્ત થવા અને શિવજીના ક્રોધને શાંત કરવા ઝટપટ શિવ-તાંડવ સ્તોત્ર રચી નાખ્યું.એ સ્તોત્રના દરેક શબ્દનું એનાલીસીસ કરો ત્યારે ખબર પડે કે રાવણ પાસે કેવું મજબુત શબ્દભંડોળ અને શીઘ્ર કાવ્ય શક્તિ હતી!!! ઈમરજન્સી એવી હતી કે આજે પણ એક સ્પીડથી નીચે શિવ-તાંડવ ગાઈ શકાતું નથી.

બીજું ઉદાહરણ છે પુષ્પદંતનું.આ ગાંધર્વને રાજા ચિત્રરથના બાગમાં જઈ ફૂલો ચોરવાનું ભારે પડી ગયું.ચોરતી વખતે અદ્રશ્ય રૂપે રહેલા આ ગાંધર્વને શિવજીની પૂજામાં વપરાતા પુજાપાએ પકડી પાડ્યો.બે હાથ જોડીને માફી માંગવા જતા 43 શ્લોકનું શિવ-મહિમ્ન સ્તોત્ર જગતને ભેટ મળ્યું અને ભાઈ સાહેબ માંડ છૂટ્યા.

ત્રીજું ઉદાહરણ વીર સાવરકરનું છે.આંદામાનની જેલમાં એમને કાઈ જ લખવાની છૂટ નહોતી મળી.સમય પસાર કરવા એમણે દીવાલો પર કવિતાઓ લખવી શરુ કરી.દર વર્ષે એ દીવાલો પર ચૂનો ધોળાય એટલે જૂની યાદ કરીને નવી કડીઓ ઉમેરતા જતા હતા.એમ કરતા આખું મહાકાવ્ય બન્યું.

આ યુગમાં પાછા આવીએ તો સેલીબ્રીટીઝના ઇન્ટરવ્યુઝ્માં પણ રેપીડ ફાયર રાઉન્ડ અચૂક જોવા મળે છે.બક્ષીબાબુ જેવા તો એમાં ચામડી ઉતરડાય જાય એવા જવાબો આપવામાં માહેર ગણાતા..જય વસાવડા એ એક સવાલ એમના કાર્યક્રમ "સંવાદ"માં આવો જ એક રાઉન્ડ હતો ત્યારે એમને પૂછેલો.

જય વસાવડા- ગુજરાતી સાહિત્યમાં તમારા ફેવરીટ લેખક કોણ?
બક્ષી-(હસીને) હવે આમાં તો એવું છે કે ગુજરાતીમાં તો...બક્ષી છે.

 
ઘણા આને ફિલોસોફી કહે છે,તો ઘણા સ્કીલ.પણ,એ સર્જન હંમેશા અલગ અને જુદી જ ભાત પાડતું હોય છે.કેમકે એ સાચી રીતે બહાર આવ્યું છે,ઈમાનદારીથી બન્યું છે.ઘણી વાર સંગીતના પ્રોગ્રામમાં ચાલુ ગીતે તબલચી અને સિન્થેસાઇઝર પ્લેયર જે સામસામી જમાવતા હોય છે એ પણ ક્યારેક ઓન સ્ટેજ નક્કી થતું હોય છે.એજ રીતે ચાલુ ડાન્સમાં કોરીઓગ્રાફી બદલી નાખતા અને પ્રેક્ષકોની વાહવાહી મેળવતા કલાકારો પણ એટલા જ ઈમાનદાર હોય છે.ઈમાનદારી જરૂરી છે આવા સ્પોન્ટેનીઅસ સર્જન માટે.અને આવું સર્જન નિજાનંદ વગર બહાર ન આવે.ટેલન્ટ જન્મથી જ મળે છે દરેકને.જરૂર છે એને 'સ્વ' થી લઈને 'સૌ' સુધી ગણવાની અને ગણાવવાની...

પાપીની કાગવાણી:  

એક ઓબ્ઝર્વેશન છે આ પાપીનું કે તમને બીજું કઈ ઓન ધ સ્પોટ બોલતા ન આવડે તોય સાલી ગાળો તો ધાણીફૂટ રીતે બોલાય છે હો. [ભલેને સ્ટેજ ફીઅરનો બાપ તમને હોય તો પણ...હાહાહા]

 

Monday, November 15, 2010

મૃત્યુ

મૃત્યુ,મૌત,મરણ....આ બધા જ શબ્દો કશુક સૂચવે છે.કશુક ખોવાયાની,કશુક મૂળ સોતું ઉખડી ગયાની ફીલિંગ જીરવવી મુશ્કેલ છે.આખું જીવન સાથે ગુજાર્યું હોય અને ચંદ મીનીટોમાં એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે મગજ સુન્ન થઇ જવું સ્વાભાવિક છે.બાપથી લઈને બાળક સુધી દરેક વ્યક્તિ કે જેની સાથે એટેચમેન્ટ હોય,એ દુનિયા મુકીને ચાલ્યું જાય ત્યારે મિસિંગની ફીલિંગ લોહીની સાથે દોડતી હોય છે.પાઈરેટ્સ ઓફ કેરેબિયનનો સરસ ડાયલોગ જય વસાવડાએ એમના લેખમાં ટાંકેલો...So,nobody came because they miss me? સ્વજન અને સંતાન,આ બેના મૃત્યુનો આઘાત અલગ હોય છે.તીવ્રતાની દ્રષ્ટીએ બેય અલગ છે.પણ,કોમન એ છે કે બંનેમાં યાદો આંખોમાંથી ટપકવા માંગતી હોય છે.માતા કે પિતા,એ બેમાંથી એક જો જાય,તો વધુ દુ:ખ થાય છે કેમકે જેને સદાય રોલ મોડેલ કરતાય વધુ ગણ્યા હોય એને ફોટામાં જડાય જતા જોવા,તણાઈને દિનચર્યા માં જોતરાવું,મૃત્યુ પામેલી વ્યક્તિની ભાવતી વાનગીઓ મોઢામાં પડતા જ ખાલીપાની ફીલિંગ આવવી,સદાબહાર બની ગયેલા ડાયલોગ્સ-મુવીઝ-વસ્ત્રો આ બધું જોવાથી થતું પીન્ચિંગ...અસહ્ય બની જાય છે.ડીટ્ટો બાળકના કેસમાં પણ આવું બને છે.ઇવન,માતા અને પિતા માટે સંતાન મૃત્યુ પામ્યાનો આઘાત જુદો હોય છે.સ્ત્રી રડી શકે છે,પુરુષ એટલી ઝડપથી નથી રડી શકતો.આ એક મામલે પુરુષ વધુ લાચાર હોય છે.ધીમે ધીમે એ દર્દ યુઝ્ડ ટુ થતું જાય છે.દર્દ સાથે જીવવાની આદત પડતી જાય છે અને આંસુઓ સુકાતા જાય છે.તિથી,તારીખો યાદ રહે છે ને બક્ષી એ લખેલું એમ "ફોટામાં સ્થિર આંખો કોઈ દિવસ બંધ નથી થવાની અને એ સ્વીકારી લેવાનું છે." મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે.પણ,ખાલીપાને લીધે આવતો ઝુરાપો સાલો છાલ નથી છોડતો.ચિરકાળ રહેતી યાદો કાયમ દિલના એકાદ ખૂણામાં ખજાનાની જેમ સચવાયેલી પડી હોય છે અને તક મળે કરંડિયામાંના સાપની જેમ ફૂંફાડા મારતી મનને તરબતર કરી દે છે.મૃત્યુ અને મોન્સુન,આ બે ઋતુ યાદોની હોય છે.સતત વરસતો વરસાદ અને મૃત્યુ પછીનો તન્હા બનેલો રૂમ,બેય ફલેશબેકમાં લઇ જાય છે અને શરુ થાય છે યાદોના ઝંઝાવાત,જેની ગુંગળામણ ક્યારેક ભીંસી નાખે છે.અને બહાર આવે છે ડુસકા,ક્રોધ,ધોધમાર આંસુ અને એ પત્યા પછીનું ચીલ્લાતું મૌન.સાથે મળેલો અને કરેલો પ્રેમ,ઝગડા,નોકઝોંક ત્યારે બાજુ પર રહી જાય છે અને રહે છે પડઘાતા અવાજો અને સ્મૃતીચિત્રો.સ્વજનનું સ્મરણ ત્યારે સતત ધબકતું હૃદયનું અંગ બની જાય છે.કરવું શું ત્યારે?ફાઈટર બનવું પડે છે.સ્પીરીટેડ ફાઈટર બનીને જીવી શકો છો,પણ મુશ્કેલ છે કેમકે આ જ તો સંજોગો છે,બીજાઓને ઝીલી લેવાના અને ઝાલી લેવાના.એક વ્યક્તિ મૂળ સોતા સંબંધોને કાયમ માટે ઉખેડીને ચાલ્યું ગયું છે,બરાબર છે.પણ શું એનાથી જીવતા વ્યક્તિઓને ભૂલી જશો?આસ્ક યોરસેલ્ફ.કદાચ જવાબ મળી જશે.ઝુરપનો અને ખાલીપાનો...

પાપીની કાગવાણી : 

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે...
                                                      -કામિલ વટવા 

Wednesday, November 3, 2010

સત્ય - મનોમંથન કે પિષ્ટપીંજણ?

તબિયત હલાવી દે એવી ધૂમ ખરીદી અને રોનક જોવા મળે છે દિવાળીની સિઝનમાં.અનેકાનેક ચહેરાઓ ચકળવકળ આંખો સાથે કશુક ગોતવા મથતા જોવા મળે છે.હરદ્વાર હોય  કે માણેકચોક,રોનક ધરાવવામાં ગુજરાતીઓ એક્કા છે.બાર્ગેઈન કરવામાં સ્ત્રીઓની હથોટી અને હથોડાગીરી જગજાહેર છે.સમાજની આ વિવિધતા છે.ભારત દેશે તો આ સુત્ર અપનાવેલું છે. Unity in Diversity. વિવિધતામાં એકતા.પાન માવો થુકીને પણ સ્વચ્છતાની વાતો ચરકી શકાય છે અને મૂંગા મોઢે ઝાડું લઈને પણ મંડી પડાય છે,કોમી દંગલમાં મકાનો સળગાવાય છે અને એજ ગલીમાંથી સ્મશાનયાત્રા નીકળે તો આપોઆપ વાહનો રોકી દેવાય છે,જનગણમન સાંભળતા આપોઆપ સાવધાન થવાય છે અને ભગતસિંહની મૃત્યુતિથિ ભૂલાય જાય છે,ટ્રાફિકના નિયમને WTF કહેવાય છે અને માથા ફૂટે ત્યારે ટ્રાફિકના નિયમનને મણ મણની ચોપડાવાય છે....

આ કઈ લવારો નથી.કશુક ખળભળતું ખળભળતું બોલી રહ્યું છે માંહ્યલામાં.આવી બેધારી સમાજરચના તો નહોતી બનાવી આપણે સૌએ.તો પછી ક્યાં કાચું કપાયું?શું માણસ પોતે અધોગતિ તરફ કુદકા મારતો આગળ વધી રહ્યો છે?કે પછી વ્યર્થ નિવેદનબાજીથી જ લોકો સંતોષ લેવા માંડ્યા છે?સાનિયા થી લઈને સોનિયા સુધી લોકો પાસે અલગ અલગ ઓપિનિયન છે અને એ સ્વાભાવિક છે.પણ ડબલ ફેસનો અર્થ શું છે?મહોલ્લામાં કે રોડ પર જતી ચુલબુલી ચીકને જોઇને આંખો વ્રૂઊમ કરતી એના શરીર પર ચોટી જાય છે ને પોતાની બહેન કે ફ્રેન્ડ કોઈ દોસ્ત જોડે વાત કરે એ પણ મંજુર નથી.કેમ?એવું શું આપણે ભૂલી રહ્યા છીએ?એમ એફ હુસૈન ને ગાળો ચોપડનાર મહાભારતના ક્રીએટરની જન્મકથા કા તો ભૂલી જવા માંગે છે કા જાણવા જ નથી માંગતા.સોચ આવી નીચી કેમ થતી જાય છે?ખાલી ઈકોનોમીમાં નહિ,માનસિક લેવલે પણ ગરીબ વધુ ગરીબ બનતા જાય છે અને અમીર વધુ અમીર...સાલો મધ્યમ વર્ગ અહિયાં પણ છે.એને બેય બાજુ લાડવા લેવાની લાલસા છે.ભાડમાં જાય દેશ,આપણે ઓછા કામ છે?અરે યાર,આટલું ઓછું છે કે હજીય દેશ-સમાજ માટે કરીએ?ટાઈમ જ ક્યાં છે યાર?સત્યની વ્હીસલ બોદી થઇ ગયાની કાગારોળ અત્યારની નથી.ગાંધીજીના વખતથી આ બધું ચાલ્યા કરે છે.સત્ય કહેનાર ખાંડાની નહિ, ખાઈની ધાર પર ચાલતો હોય છે.ઓનેસ્ટી હવે એક સોનેરી ખ્વાબ બનતું જાય છે.છોકરો દરેક ગર્લફ્રેન્ડને દિલ ફાડીને પ્રેમ કરશે અને પછી કોઈક સાવ અજાણીને પરણશે,છોકરી ભૂતકાળને એવી હૃદયદ્રાવક રીતે રજુ કરશે કે પતિ બિચારો આર્દ્ર થઈને જ પીગળી જશે,સાસુ વહુ ના ઝગડા માત્ર ઘર નહિ-આજુબાજુ વાળાને પણ ગમવા માંડશે...શું આ ઓનેસ્ટીની નીચતા બતાવે છે?કે નીચતાની ઓનેસ્ટી?સત્ય કેમ આટલું ડાર્ક,આટલું ઝળહળાટભર્યું,આટલું સોનેરી,આટલું કલામય....આટલી મોટી રેન્જ ધરાવતું હશે?બક્ષીએ એકવાર લખેલું,સત્ય શું કાયમ 360 ડીગ્રી જ હોય?શું સત્ય 90 કે 100 ડિગ્રીનું ન હોઈ શકે?શું આ જ સત્યની અંતીમતા છે કે કોઈ એને પામવા જાય ત્યાં સુધીમાં એ ક્ષત-વિક્ષત થઇ જાય? ગાંધી,જિઝ્સ,સોક્રેટીસ...અંતમાં તો જીત્યા જ,પણ અંત સુધીમાં એવા છિન્નભિન્ન થયા કે મૃત્યુ મહાબનાવ ન રહેતા એક ઘટના બનીને રહી ગઈ,જેને અનુયાયીઓએ કલ્પનાના રંગો પૂરી પૂરીને જીવિત રાખી.એ મહાપુરુષોને મૃત્યુ એક રિલેક્સિંગ એકસરસાઈઝ લાગી હોવાની સંભાવના હશે?કે પછી સત્ય એટલે જ ચીર-સ્થાયિત્વ?મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે,અગ્રીડ.પણ,સત્યની અનંતતા મૃત્યુની આજુબાજુ ફરે છે કે  સત્ય એટલે જ મૃત્યુ? રામનામ સત્ય મૃત્યુ ટાણે બોલવાનું શું આ જ પ્રયોજન છે કે સત્યની આભા ડાઘુઓના મનમાં વીંટળાય અને જેથી મૃતદેહને થડકાર વિના ઉચકી શકે?કે પછી મૃત્યુ એક સત્યની તીવ્રતાનું માઈલસ્ટોન માત્ર છે?

સત્ય વિષે ગમે એટલું લખો,એ એનાથી તો પર જ છે.માઈક્રો ઓબ્ઝર્વેશન ગાંધીજીનું છે આ મામલે.એમનું વિધાન માર્ગ આપે એમ છે આમાં. " હું એમ નથી કહેતો કે દરેક માણસ જ્યાં ખોટું જુએ ત્યાં તે દૂર કરવા બંધાયેલો છે.પણ હું ચોક્કસ કહું છું કે તે પોતે ખોટામાં ભાગ નહિ લેવા તો બંધાયેલો છે." શું આ સત્યની ચરમતા છે?ઓનેસ્ટી લાગે એવું વાક્ય છે પણ ખોટું અને સાચું એ નક્કી આપણે તો નથી કરવાના.તો એ નક્કી કેવી રીતે થાય?એની દુરગામી અસરોથી?કે તત્કાલીન અસરોથી?ત્યાં સમય ડોકું મારે છે.એ નિશ્ચિત સ્પીડે વહે છે અને દરેક માણસ એને બદલાવાની દિલી તમન્ના રાખે છે.કદાચ સમય જ સત્યની સૌથી વધુ નજીક હોય છે.સમય એટલે?થોડીક ગમતીલી પળો?થોડીક ભયાનક યાદો?કે પછી થોડા હુંફાળા સંબંધો?કે એમાં કમાયેલી પ્રતિષ્ઠા?કે પછી સમય એટલે થોડી કડવી,થોડી ગરમ,થોડી મદમસ્ત,થોડી કંટાળાવાળી ઘૂટન?ભગવાન ઈશ્વર ખુદા ગોડ બધા લાર્જર ધેન લાઈફ સમયને લીધે બન્યા છે.સમય એમને અસર કરતો નથી એવી માણસની કલ્પના છે.જે હોય તે,સત્યનું સૌથી સરળ રૂપ છે ઓનેસ્ટી,દરેક ગમતી જગ્યા એ અને દરેક ન ગમતી જગ્યા એ પણ...

પાપીની કાગવાણી : 
હું આ નિમિત્તની ફિલસૂફીમાં માનતો નથી. એ પરાજયવાદી દર્શન છે.જીવનમાં દરેક વસ્તુ અને દરેક ઘટનાનું પોતાનું એક મહત્વ છે - એ સમયે અને એ સ્થાને ! જીવનની એક ક્ષણનો અનુભવ પણ નકામો નથી...સમગ્ર જીવનના ઘડતરમાં એક ઈંટરૂપે એ ક્ષણ પણ ક્યાંક ફીટ થઈ હોય છે...! હું વાસ્તવ સ્વીકારી લેવામાં માનું છું.ફિલસૂફીનાં ગુલાબી ચશ્માં પહેરીને જુઓ તો આખી દુનિયા ગુલાબી છે એમ બુદ્ધિથી સાબિત પણ કરી શકાય પણ...આમાં વાસ્તવ એક જ છે...કે ચશ્માંના કાચ ગુલાબી છે! - બક્ષી

Wednesday, October 13, 2010

NRI - જબ ચાહા થુંક દિયા,જબ ચાહા મૂત દિયા..

કોમનવેલ્થ ચાલી રહ્યો છે.મેડલ્સ,ખબરો બધું આવી રહ્યું છે.ભ્રષ્ટાચાર સૌથી વધુ ચર્ચાતો ટોપિક છે.પાનના ગલ્લેથી માંડીને વકતૃત્વ સ્પર્ધાઓ અને ગ્રુપ ડિસ્કશન માટેનો હોટ ટોપિક છે.એમાં હમણાં નવેમ્બરમાં NRI આવશે ફરવા,મળવા અને પરણવા.દેશ,કલ્ચરથી દૂર રહીને બધા એવા ઇન્સીક્યોર થઇ ગયા છે કે એઓ વધુને વધુ મુશ્કેટાટ રીતે ગુજ્જુ કે ઇન્ડિયન કલ્ચરને વળગી રહે છે.તબિયતથી સ્વાગત થાય જયારે આવે ત્યારે.મસ્ત મહેમાનગતિ માણે.સારું છે.એ બહાને વર્ષો જુના બે દોસ્ત એકબીજાને મળે,વર્ષો જુના સંબંધો તાજા ખીલેલા ગુલાબ જેવા થઇ જાય એ જરૂરી છે.પણ કશુક ખુંચે છે.એ છે એમનું જે-તે ગામ કે દેશ માટેનું વર્તન.એ દેશ પ્રત્યેની ઉદાસીનતા.ભારત જાણે ઉકરડો ધારી બેઠા છે બધા.હા,દેશબાંધવોની વાતો પણ ખૂટી ખૂટે એમ નથી પણ અત્યારે આ મિત્રો ઉપર.હા,તો વાત જાણે એમ છે કે અહિયાં આવે એટલે અફકોર્સ જે-તે ગામની સ્પેશીયલ ખાણીપીણી ઉપર તો હલ્લો બોલાવે જ બોલાવે, અને પાન તો હોય જ.એકતો તાનમાં ને તાનમાં ઉલાળી જાય.ને બીજું ખાય ત્યારે આરામથી પટાક દઈને થુંકે.ત્યાં જરાક કઠે છે.એક સવાલ પૂછવાનું મન થાય ત્યારે.શું આવું તમે જે કન્ટ્રીમાં રહો છો ત્યાં ચલાવી લે છે ખરા?જો જવાબ ' ના ' હોય તો અહિયાં તમને કોણે પરમીશન આપી દીધી?જ્યાં મન પડે ત્યાં થુક્વાની?શું આ કઈ ઉકરડો છે તમારો?એક બાજુ જાહેર ગુજરાતી સમારંભોમાં એ લોકો 'મારો દેશ,મારી સંસ્કૃતિ' ચિલ્લાયા કરીને સ્વીમીંગ પુલ ભરાય જાય એટલા આંસુડા પાડતા હોયને બીજી બાજુ જયારે ખરેખર એ દેશની વિઝીટ મારો ત્યારે એજ દેશની ધરતી પર થુંકવાનું?એ ભૂલી જવાનું કે આ જ દેશની ધરતીમાં જન્મ લઈને પરદેશની હવા ફેફસામાં ભરવા ગયા હતા,કૈક કરી બતાવવા,કૈક બનવા,અઢળક કમાવા ગયા હતા?ને એ પણ ભૂલી જવાનું કે આ જ દેશે તમારા વ્યક્તિત્વને નીખાર્યું ત્યારે તમે ત્યાં પહોચી શકેલા ને?કાઠીયાવાડી NRI ને એક વધુ યાદ- આપણે કાઠીયાવામાં કહેવત છે...'જેનું ખાઈએ એનું ખોદાય નહિ.'ત્યાં રહીને એને વફાદાર રહીને બેશક સાચું જ થઈ રહ્યું છે,પણ અહિયાં આવીને 'ઇન્ડિયા તો કચરો જ રહેવાનું.' એવું જો ચરકવાનું મન થતું હોય તો અહિયાં એવાઓની જરૂર નથી જ.ચાલો માન્યું કે ત્યાં બેઠા બેઠા તરત કઈ જ બદલવાનું નથી,પણ જે ડોલર્સ કે પાઉન્ડસ આમ કેસીનો કે પાર્ટીઝમાં ઉલાળી દો છો એ પૈસો થોડોક આ બાજુ આવવા દો તોય ઘણું થઇ શકે એમ છે.ઈઝરાયેલીઓની લોબી હજીય કેમ અમેરિકામાં વધુ જોરમાં છે?કેમકે એ લોકો કમાયા છે એટલો જ એમનો દેશ પણ કમાયો છે.અને એટલે જ ઇઝરાયેલ ગમે તે છમકલાઓ કરે તોય અમેરિકા એને છંછેડતું નથી.પણ આ લોકો એમ નહિ કન્ટ્રીબ્યુટ કરે કેમકે ત્યાં પાછો પેલો સેવિંગ કરનાર ઇન્ડિયન જાગૃત થઇ જવાનો.'હું કરું એનાથી થોડો દેશ બદલાવાનો છે?લુક એટ ધોઝ પીપલ ઇન સીસ્ટમ..' એના માટે યુથ જાગૃત થઇ રહ્યું છે.પણ,આપડે ત્યાં બેસીને બાલ્કનીનો શો જોઈ રહ્યા છીએ.હેયને આપડેરામ તો પૈસા રળીએ છીએ ને.સાલું આપડે થોડા લાઈફમાં ટાઈમ છે?હજી દીકરાને સેટલ કરવાનો છે,બાપાને અહિયાં બોલાવવાના છે,દેશનું ઘર છે એનો સોદો હજી પેન્ડીંગ છે...તે એ તો ભારતભૂમિમાં વસતા દરેક નાગરીકનેય વર્ષોથી ચાલે છે.વાલીડાવ,ફંકી ગોગલ્સ ઉતારીને જુઓ,ઇન્ડિયા પ્રગતિના ચોથા ગિયરમાં છે.વહેતી ગંગામાં હાથ ધોવાનું એટલીસ્ટ ગુજરાતીઓને ન કહેવું પડે.અને બાકીના એની મેળે આવી જશે.રીસેશન,ટોટલ જીડીપી ગ્રોથ અને એવા ઘણા ફેકટર્સ છે ડીબેટ માટે.એ નથી ચર્ચવા.ત્યાં વાંકા રહીનેય સીધા ચાલવાનું થાય છે થૂંકવા માટે.તો અહિયાં કેમ શેર જોરમાં આવે છે?સી,થિંગ ઈઝ ટૂ ચેન્જ ધ વે ઓફ બીહેવિંગ એન્ડ રીએકટીંગ ટુવર્ડ્ઝ નેશન.તો જ ક્લીનીંગ થશે.રાજકારણીઓની છોડો,આ વખતના મ્યુનીસીપલ કોર્પોરેશનના પરિણામો જોઈ લેવા.અવામ બહુ સમજદાર છે.એસ્પેશીયલી ગુજરાતની,કેમકે અહિયાંથી માંડી વાળેલ મુરતિયાઓથી માંડીને માર્વેલસ હન્ક્સ તો કન્યાઓ લઇ જવા આવે છે.અહીના અને ત્યાના કલ્ચરમાં બેઝીક ડીફરન્સ થીંકીંગ નો જ છે.અહિયાં જેટલી સરળતાથી કોઈ ગર્લ કે બોય સરા-જાહેર પોતાનો મત પ્રગટ કરે છે એટલો ત્યાં,પોતાના સમાજમાં પ્રગટ નહિ કરે.કારણ?કા તો એ ત્યાં જન્મેલ હોવાના લીધે એ જમાતમાં ભળશે જ નહિ,ને કા એના પેરેન્ટ્સ એને ઈમેજની બીક બતાવીને ચુપ રાખી દેવામાં આવે છે.અગેઇન કારણ?મેટ્રિમોનીઅલ રીઝન.અને જેમને ત્યાં મેળ નથી પડતો એઓ વટ કે સાથ અહિયાં પહોચી જશે.અને લોકો હજી એટલા જાગૃત નથી કે પરદેશનું નામ પડે કે અંજાઈ ન જાય.લાલચ હોય કે આવડી આ ત્યાં પરણે એટલે આ નાનકાને ત્યાં જ સેટલ કરી નાખવો ને એમ આગળને આગળ વિચારો વધતા જાય જે સરવાળે માથે હાથ દેવા પર પૂરો થાય.અગેઇન એક સવાલ.શું તમે કામવાળીઓ પસંદ કરવા અહિયાં પધારી જાવ છો?કે પછી કાયમી બેબી સીટર્સ લેવા માટે મમ્મીને ઉપાડવા આવો છો?જેટલા લોકો આ ઉદેશ્ય રાખીને અહિયાં આવતા હોય એને આ જમીન પર પણ ઉતરાણ ન કરવા દેવાય.પ્લીઝ,આવા ધંધા બંધ કરીને દેશને થોડો સારો પ્રમોટ કરો જેથી એને વધુને વધુ ફાયદો થાય.ક્યારેક તો સમષ્ટિનું વિચારવું પડશે ને?કર્ણને પણ કૃષ્ણ એ આવું જ કહ્યું હતું. 'તુ તારા મિત્રનું હિત જુએ છે એમ સમષ્ટિનું હિત જો.તોજ આ યુદ્ધ ટળશે '...એને વાત ગળે ન ઉતરી અને રેસ્ટ ઈઝ હિસ્ટરી....સાન કે ભાન,જેમાં સમજવું હોય એમાં-સમજી જરૂર જજો...

લી. એક NRI નો સગો ભાઈ...      

Monday, October 4, 2010

હારેલો વિનર...રીઆલીટી શોનો...

આ લખાણ યુથ ફેસ્ટીવલ માટે લખાયું હતું પણ ભજવી ન શકાયું...એટલે અહી આપ સૌ સાથે શેર કરું છું...મોનો એક્ટિંગ માટે લખાઈ છે એટલે જો કોઈને ભજવવી હોય તો એ સ્વરૂપે ભજવી શકાશે.બસ,મને જાણ કરજો એટલે હુંય ફૂલાઉ..હેહે...પેશ છે મોનો-એક્ટિંગ...

બહેતી હવા સા થા વો...ઉડતી પતંગ સા થા વો...

ખબર છે કે હું સારું ગાઉં છું મિત્રો.મારા  ગામડે પણ બધા મને આમ જ કહેતા.પણ,મારી ગરીબી મારી ગાયકીને આડે આવી ગઈ.તોય મેં હિંમત હાર્યા વગર બધે ઓડીશન આપ્યા.સારા નસીબે સિલેક્ટ પણ થયો.ટોપ ટેનમાં પહોંચ્યો.પણ મને એ નહોતી ખબર કે હું મારી ટેલેન્ટના  જોરે નહિ,મારી ગરીબીને લીધે આગળ કરવામાં આવી રહ્યો હતો.મીડિયા અને રીઆલીટી શો એ મારી ગરીબીનું માર્કેટિંગ કરી કરીને મને મત અપાવ્યા.હું જીત્યો,મને સૌથી વધુ SMS મળ્યા એવું જાહેર થયું.મને થયું હાશ !!મારી સવાલ બનેલી જિંદગી નો જવાબ હતો આ રીઆલીટી શો,જેમાં હું જીત્યો.એવી પણ જાહેરાત થઇ કે મને બે કરોડનો કોન્ટ્રાક્ટ મળશે.પણ,જેવો આ ઝળહળાટ ઓસર્યો કે તરત ગુમનામીના અંધારાએ મારી આજુબાજુ ભરડો લેવા માંડ્યો, જેની મને ખબર જ ન રહી.જે જજીસે ઓડીશન વખતે અને અલગ અલગ રાઉન્ડ્સ વખતે પેટભરીને તારીફ કરેલી,એ જ જજીસ; જેમણે મને ઓન-કેમેરા કહ્યું હતું કે આ શો પત્યા પછી તું સ્ટુડીઓમાં આવે છે.... એમણે શો પત્યા પછી મને એકવાર પણ નથી કહ્યું,નથી એપોઇન્ટમેન્ટ આપી.સ્ટુડીઓ ગયો તો ચોખ્ખું સંભળાવી દીધું કે તારા જેવા ઘણા છે લાઈનમાં ભાઈ,ચાલતી પકડો ગામડે.કહેતો હોય તો પૈસા આપું.હું કલાકાર હતો,કોમર્શીયલ પણ હતો,પણ કલાનું આવું સ્તર મને વેરણછેરણ કરી ગયું.પૈસા અને છેડા,આ બે વગર ટેલેન્ટ નક્કામી છે સાહેબ,તદ્દન નક્કામી.પાંગળી બની જતી ટેલેન્ટ ત્યારે જાતને કોરી ખાય છે જાતને.ગુસ્સો આવે છે આવી લાચારી પર,આ વર્ચ્યુઅલ જીત પર,આવા બે-મોઢાળાઓ પર...તોય મેં હિંમત હાર્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા.બધેથી નિષ્ફળતા મળી.થાકીને શોની ઇનામી રકમ માંગવા ગયો તો ત્યાં પણ સાવ મોરલ ભાંગી દે એવી રકમ મળી.ઘરે જવા માટેની ટીકીટના પૈસા પણ ધીમે ધીમે ખૂટવા લાગ્યા.રોજ સવારે ઉઠીને અરીસામાં જોતો ત્યારે મને શોનો વિનર નહિ,સંજોગો એ પછાડેલો લુઝર દેખાતો.લાચારીનું સ્થાન ગુસ્સાએ લીધું.એને શાંત કરવા માટે વ્યસનનો સહારો લીધો.જે અવાજે જીતાડ્યો એને જ મેં બેફામ રીતે તહસનહસ કરવાનું શરુ કર્યું.ચારેબાજુથી ઉધારી,લાચારી,હતાશાએ હુમલો કર્યો.બધા પોતાનો પોતાનો કરીને મને દુર કરતા ગયા.ફરીવાર હું ગરીબ બની ગયો.પેલો એવોર્ડ,જેને રોજ હું સાથે લઈને સુતો એને વેચીને તો મેં ઝેર ખરીદ્યું.અને સાચું માનશો સાહેબ?એમાં પણ પૈસા ઉધાર લેવા પડ્યા.બોટલ ગટગટાવતા ગટગટાવતા પેલું ઝેર જાણે પેલી આભાસી સફળતાને ખેરવી રહ્યું હતું.મારી જે આંખો પેલી લાઈટ્સથી અંજાઈ ગઈ હતી એ જ આંખોની રોશની પણ મારી જિંદગીની જેમ બેવફા થવા લાગી.જે પેટનો ખાડો પુરવા મેં આકાશ ઉપર છલાંગ મારવાની ટ્રાય કરી,એ જ પેટમાં કાળી બળતરા ઉપડી.અને મૌત ત્યારે મને જિંદગી કરતા વધુ સારી લાગી.એને ગાઢ આલિંગન કરવું મને ગમી રહ્યું હતું અને થોડી જ પળમાં મેં આ નઘરોળ અને કુત્તી દુનિયા છોડી દીધી.મિત્રો, ભલે હું ઝળહળા અજવાળાની પાછળના અંધારાને ન પારખી શક્યો,પણ આ રસ્તો એટલો સહેલો નથી.એ પારાવાર કાંટા અને ખાડાઓથી ભરેલો છે.હવે મારું ઘર મને યાદ આવે છે.મેં આ શું કર્યું?કેમ કર્યું?જવાબ મને નથી સૂઝતો...તમને સુઝે છે?         

Saturday, October 2, 2010

મોહન @ મોર્ડન...!!!

ક્યારેક લાઈફમાં એવા બનાવ બની જાય છે કે ખબર જ નથી પડતી કે અંદર શું શું ધરબાયેલું પડેલું હોય છે.પ્રેશર આવે માણસ કાં તો ફિલોસોફર થઇ જાય છે કાં એનાથી સર્જન થાય છે.આવું જ મારી સાથે થયું.સ્કીટ કઈ બલાનું નામ છે એ ખબર હતી નહિ ને અચાનક એ લખવાની જવાબદારી આવી પડી.યુથ ફેસ્ટીવલમાં આખું થીએટર ઉતારવાનું હતું એટલે મોનો,સ્કીટ માટેની સ્ક્રીપ્ટ પણ લખવાની હતી.મનોમંથન શરુ થયું અને સામે ડેડલાઈન પણ દાંતિયા કરતી હતી.એમાંથી સર્જાયું થોડું કોમેડી,થોડું હળવું સ્કીટ.ટાઈટલ તો ઓલરેડી પોસ્ટનાં ટાઈટલમાં જ છે.આ મારી આપણાં લાડીલા મોહન ને ટ્રીબ્યુટ....

More on Matrubharti App.. keep reading :)

Friday, August 27, 2010

રઢિયાળી રાત - ટ્રેનની સફરથી લઈને લાઈફના હમસફર સુધી...!!!

રાત,નિશા,રાત્રી..વગેરે જેવા નામ ધરાવતી આ રાત અંગત રીતે આ નાચીઝ બદ્તમીઝ્ને ગમે છે,બંદાને કોલેજકાળથી રાત્રી-જાગરણની ટેવ પડી છે ને હવે એને દુર કરવાની ઈચ્છા પણ નથી.દિવસ આખો દોડધામ રહેતી હોય એવા નોકરિયાત,ઓફીસવાળાઓ,લેક્ચરર્સ,ટયુશનીયા અને સ્કૂલીયા ટીચર્સ અને ધંધાપાણી લઈને બેઠેલા લોકો માટે રીલેક્સીન્ગનું મીઠું સંગીત લઈને આવે છે તો એજ રાત બીપીઓ,કોલ સેન્ટરવાળા અને મારી જેવા લેટ-નાઈટ લંગુરો માટે શાંતિનો કોલાહલભર્યો સંદેશો લઈને આવે છે.રાતના દોઢ વાગે એટલે કુતરા અને તમરાના ઓરકેસ્ટ્રા શરુ થાય છે.રસ્તો સુમસાન હોય અને બારીની બહાર નજર નાખીએ એટલે વરસાદી ઋતુમાં જીણો ઝરમર વરસાદ થવા માંડેલો જોવા મળે છે.અને જો ત્રાસદાયક સમર હોય તો ઠંડા પવનથી ઉડતી પ્લાસ્ટીકની કોથળીઓ જોવા મળે છે.એજ રાત શિયાળામાં ટાઢને વળગીને જંપી ગયેલી લાગે છે,જાણે કોઈ વેલો આધારને જબરદસ્ત રીતે વળગી રહ્યો હોય!! રાતને તો સ્પેશીયલ ગણીને નવરાત્રીનો જોરદાર ઉત્સવ યોજવામાં આવે છે અને રાતમાં મૌજ-મસ્તીથી રમવા,કુદવા માટે જયાપાર્વતીના,જીવરતના જાગરણ હોય જ છે.કેટલી બધી ફિલ્મો એવી છે જેમાંથી ટ્રેન કાઢી નાખો તો ફિલ્મ જ અર્થ વગરની બની જાય.ધ બર્નિંગ ટ્રેન,બ્રીજ ઓન ધ રીવર ક્વાઈ,જબ વી મેટ,DDLJ,સ્પીડ,લવ આજકલ,આરાધના...લીસ્ટ મોટું છે.યેસ્સ,વાત છે ટ્રેનની સફરની.ટ્રેનની સફર એકલા ઈમ્તીઆઝ અલીને જ ગમે છે એવું નથી.આ દેશમાં કરોડો લોકો ટ્રેનની અંદર મુસાફરી કરતા રહે છે.પણ,વાત રાતની છે એટલે ટ્રેનમાં પણ રાત જોવા જેવી હોય છે.ભારતીય રેલ્વે એવી સરસ છે કે તમને ઘોડિયામાં સુવડાવતા હોય એમ ટ્રેન હાલકડોલક થતી હોય છે એટલે સામાન્ય મેંગો પીપલ તો એમ જ રાતના નવ વાગે એટલે ટ્રેનમાં ઢળવા લાગે છે.નાના બચુડીયાવની રોકકળ ધીમે ધીમે શમવા માંડે છે.ટ્રેનની હાલકડોલક સાથે ઢળેલા માથાઓ તાલ પુરાવતા હલે રાખતા હોય છે.ત્યારે અજાણ્યાનો પડદો નથી રહેતો.બસ,બાજુનો ખભો અને માથું હળવેક રહીને ઢળી જાય છે.આ તો થઇ જનરલ કોચની વાત.ટુ ટીયર,થ્રી ટીયર અને વાતાનુકુલિત શયનયાન શ્રેણી[એસી સ્લીપર કોચ ] વગેરેમાં પ્રાઈવસીના નામ પર લીટરલી પડદો હોય છે.તમારો સેક્શન પડદાથી બંધ થઇ જાય એટલે તમે જાણે દુનિયાથી અલોન અને બાહરી વાતાવરણથી અલોપ થઇ જાવ છો.પછી દરેક એકલા પડેલા માણસની જેમ વ્યક્તિ ભૂતકાળની ફિલ્મ જોવા લાગે છે.[કદાચ એટલે જ ફિલ્મ ઉદ્યોગ આટલો ચાલે છે, હાહાહા ] અમદાવાદથી સિલીગુડી કે કાશ્મીરથી કન્યાકુમારી જેવા લાંબા અંતરની સફર એકલા માણસ માટે સફરિંગ બની જાય છે.ત્યારે એ અલગ અલગ માધ્યમો થી પોતાની જાતને બીઝી રાખે છે.લેપટોપ વિથ ઇન્ટરનેટ,ફ્રી સ્કીમવાળા મોબાઈલ,નોવેલ,લખવાનું વગેરે વગેરે સાધનો એને ઊંઘ આવે ત્યાં સુધી સાથ આપે છે.અને સાથે પેલી ભૂતકાળની યાદો તો હોય જ છે જે એને ક્યારેક સપનામાં પણ પજવે છે.

આ જ રાત ક્યારેક હમસફરના હુંફાળા હગ બનીને દિલને ચપોચપ ચોંટી જાય છે.આ લખનારે તો ઘણી લવ-સ્ટોરીઝ ટ્રેનમાં બનતી અને તૂટતી જોઈ છે,સાંભળી છે,મૂવીઝમાં જોઈ છે.તો આ જ રાતે ફીયાન્સને લગ્નની તારીખો માટે ઉકળેલો જોયો છે.તો આ જ રાત નવા પરણેલાઓ માટે એક ચાદરની અંદર સમાતી હોય છે.ભાગતા પ્રેમીઓ,અંધારામાં વટી રહેલા ઘેઘુર વ્રુક્ષો,પુલ પરથી પુરપાટ જતી ટ્રેનનો વિશિષ્ટ અવાજ,આ બધું નીરવ અને ભેંકાર રાતમાં ધબકતું લાગે છે.દૂર ક્યાંક કોઈ ઘરમાં દીવો બળતો દેખાય ન દેખાય ત્યાં તો પલકવારમાં દ્રશ્ય બદલાઈ જાય છે.ડીટ્ટો લાઈફની જેમ.લાઈફ પણ ભાગતી જ હોય છે.કોઈ ગમતું મળે ન મળે ત્યાં તો પાછળથી ધક્કો મળે છે ને ફરી પાછી સ્પીડ પકડી લેવી પડે છે.પાસ્ટથી પણ આ જ રીતે પીછો છોડાવવો પડતો હોય છે.અને આ જ રાત લાંબી બની જાય છે,કોઈનો જવાબ આવવાનો હોય ત્યારે,કોઈ ઓર્ડર મળ્યો કે નહિ એના ન્યુઝની રાહમાં હો ત્યારે,ઘરેથી ખુશીના સમાચારનો ફોન આવ્યો હોય ને ઘરે જવા માટે હજી બાર તેર કલાકનું છેટું હોય ત્યારે,'હું તને લેવા સ્ટેશન એ આવીશ મારી જાન' આવું ફોનમાં સાંભળ્યું હોય ત્યારે,પહેલી વાર પત્નીને બાળક સાથે લેવા જવાની હોય ત્યારે વગેરે વગેરે પ્રસંગોએ ટ્રેનની સ્પીડ અને તમારા હૃદયની ગતિ એક થઇ જાય છે.તમારું મન ઠંડા પવનથી અને દિલ પ્રિયજનની ભીની-હૂંફાળી યાદથી તરબોળ થતા રહે છે.લાઈફ પણ નદી,ટ્રેન જેવી છે.ગતિમાં રહે ત્યાં સુધી જામો પડે અને સ્થિર હોય તો ગંધાઈ જાય.ત્યારે બારી જાણે ભૂતકાળ તરફ નજર કરાવતું પ્રોજેક્ટર અને કાળી બનેલી રાત એ ફિલ્મનો પડદો બની જાય છે.આગળ કહ્યું એમ,વ્યક્તિ એ લાઈફનો નિર્ણય કોઈનાં જવાબ પર રાખ્યો હોય અને સફર આરંભાઈ હોય ત્યારે આ જ રાત તમારી નજરોને ખેંચીને લઇ જાય છે.જાણે આંખો કોઈનો ચહેરો અંધારામાં ફંફોસે અને જવાબ મળી જાય એવો આશાવાદી પ્રયત્ન થઇ રહ્યો હોય.તોય એ કાજળઘેરી રાતલડી એ સસ્પેન્સ પોતાની અંદર ધરબીને રાખે છે.અને ગુજરાતીમાં 'વહેલા જઈને જે સુવે,વહેલા ઉઠે વીર'ની કવિતાઓ બને છે અને ગવાય છે.વાંધો વહેલા મોડા સુવા-ઉઠવાનો નથી..પણ સવારની જેમ,બપોરની જેમ અને સાંજની જેમ રાતનુંય એક આગવું સૌન્દર્ય છે.એમાય જો ટ્રેનમાં લાંબા અંતરની સફર હોય,તો તો જાણે નશો ચડી જાય ; વગર દારુ એ અને વગર છોકરીના સાથ એ...

પાપીની કાગવાણી : 

બધા જ મુળીયાને સતત અંધકાર જોઈએ છે.
- ડેનીશ લેખિકા આઈચેક ડીનેસન....[ચંદ્રકાંત બક્ષી લિખિત 'સ્ટોપર'માંથી સાભાર] 

            

Friday, August 20, 2010

બક્ષીબાબુ - બર્થડે બ્લાસ્ટ...એક વાંચક ની નજરે

આજે વીસ ઓગસ્ટ.આ તારીખ અચાનક મહત્વની બની ગઈ.એકતો એટલા માટે કે આજે રાજીવ ગાંધી નો બર્થડે છે અને બીજું એ કે આ જ દિવસ ગુજરાતી સાહિત્ય માટે ચિરસ્મરણીય બની ગયેલો છે.યેસ્સ,આજે મારા અને લાખો-કરોડો વાંચકોના ફેવરીટ એવા ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ છે.ઘણા જૂની પેઢીના વાંચકોને બક્ષી 'તોછડો' અને 'વાહિયાત' લાગે છે.એની ભાષા અને એની બરછટનેસ સહન નથી થતી એ લોકોને.હશે,ટેસ્ટ અલગ હોય એ સ્વાભાવિક છે.પણ મારી જેવા યુવાનને જયારે 'શું વાંચવું ગુજરાતી સાહિત્યમાં?' એવો પ્રશ્ન થાય ત્યારે જે જવાબ મળે એ એક જ છે. 'બક્ષી.' સદાબહાર બની ગયેલા થોટ્સ અને વિચારોની તાજગી વાંચતી વખતે ઝકઝોરી નાંખે એ બક્ષી છે,જેને વાંચતી વખતે દિમાગમાં વિચારોના ઝંઝાવાત ઉત્પન્ન થાય એ બક્ષી છે,સાલું કૈક થાય તો છે જ એ લખાણને વાંચતી વખતે.બક્ષી ઘણાને નગુણો લાગ્યો હશે,ઘણાને જુઝાર પણ લાગ્યો છે.મારા હાથમાં જયારે એમનું 'લવ અને મૃત્યુ' નામનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે ઓરકુટ પર બક્ષી વિષે થોડુક વાંચેલું..એમાં રજનીભાઈ અને બીજા મિત્રો જયારે બક્ષી પર ચર્ચા કરે ત્યારે એમ લાગે કે  સાલું આ બક્ષી છે શું?પછી કોમ્યુનીટી જોઈન કરી અને એક પછી એક ફોરમ વાંચતો ગયો અને બક્ષી દિલોદિમાગ પર છવાવા લાગ્યો.પછી જોયું કે બક્ષી સાલી બહુ ઉચી ચીજ છે હો...શું સ્ટાઈલથી ધારદાર લખે છે !!જીંદગીમાં બરછટ માણસો જોયા છે,પણ સુષ્ઠુ લખવાને બદલે ડાયરેક્ટ દિલમાંથી લખનાર લેખકોમાં બક્ષી મોખરે આવે છે અને રહેવાના પણ છે.ક્યારેય ગમતા લેખકોની અંગત જિંદગી તરફ આકર્ષણ રહ્યું નથી.લખાણો જ જે-તે લેખકની પહેચાન તરીકે અપનાવેલા છે.પણ,બક્ષીની હરેક વાત જાણે જાહેર છે એમ લોકો એના સ્વભાવ અને રસ-રૂચી વિષે પણ ચર્ચાઓ કરતા રહે છે.આજે બક્ષી લેખક મટીને આઇકોન બની ગયા છે ત્યારે એમના લખાણો આજે પણ એટલા જ તાજા લાગે છે.આજે પણ મિત્રો જયારે 'આવો યાર-બાદશાહો' કહે છે ત્યારે કૈક થાય છે.બક્ષી -ઈફેક્ટ જેને કહેવાય એવા ફોરમેટમાં આજના લખાયેલા લેખોમાં બક્ષી નથી ડોકાતો.બક્ષીની જેમ લખવાની કોશિશ થઇ છે,પણ બક્ષીનો મેજિકલ ટચ એમાં નથી.બક્ષી ભલે જેવો હોય અંગત જીંદગીમાં,મારી જેવા નાચીઝ રીડર્સ અને ઘણાબધા લેખકોની ભાષા અને સ્ટાઈલ,બક્ષીના લખાણોએ મઠારી છે,બનાવી છે અને બદલાવી છે.આજે કોઈ પણ જયારે કૈક વિવાદાસ્પદ વિધાન કરે ત્યારે બક્ષી યાદ આવે છે.બની શકે કે વિવાદોને જન્મ આપનાર બક્ષી બધાને કડવો લાગ્યો હોય,પણ એના લખાણો અને એના વાંચકો પ્રત્યે એ ઈમાનદાર રહ્યો છે.ઈમાનદારીથી અભિપ્રાય આપનારની વલે કેવી હોય છે એ આજે કોઈને સમજાવવાની જરૂર નથી.એવા સમયે બક્ષી એ જે ચાબુકી સત્યો રજુ કર્યા એ એને વાંચનારને સમજાય જશે.વધુમાં તો શું કહું?એમના જ વાક્ય થી અંત કરું છું.  

સોગઠાંને ચૌપાટથી શું સંબંધ? પાસાનું કામ છે ફેંકાવાનું. પાસાનું કામ છે પડવાનું. પાસાનુ કામ છે એનો ધર્મ બજાવવાનું.           

Tuesday, August 3, 2010

પાવર - સૌથી વધુ વ્યસનીઓવાળું ઓબ્સેશન

સાચે જ આ શબ્દમાં કૈક તો એવું છે જ જે વ્યક્તિઓને પોતાના તરફ ખેચે છે.સત્તા,પદ,પાવર,ઓથોરીટી,સિંહાસન,રાજગાદી...લખતી વખતે પણ થ્રિલ અનુભવાય છે.દુર્યોધનથી માંડીને શકાર સુધીના અને સિકંદરથી લઈને અશોક સુધીના લોકો ચિરકાલીન છાપ એમના આ ઓબ્સેશનને લીધે છોડી ગયા છે.એમને એકહત્થું સત્તા જોઈતી હતી.ચક્રવર્તી પરચમ,સમગ્ર દુનિયા મુઠ્ઠીમાં...વાઉ!!! દરેકને સર્વોચ્ચ પદે બેસવાની દિલી તમન્ના હોય છે.બધા પોતાના હુકમ પર ચાલે અને દુનિયા પોતાના વિચારો મુજબ ચાલે એવું દરેકને ગમતું હોય છે.ઘરથી લઈને ઓફીસ અને ક્રિકેટથી લઈને ઘોડાની રેસ સુધી બધાયને મનમાં એમ જ ચાલ્યા કરતુ હોય છે કે બસ મેં જે વિચાર્યું છે એજ સાચુંપડવું જોઈએ.પણ,જેમ પાવર જીતાડે છે એમ મૌન રહીને હરાવે પણ છે.હિટલર,મુસોલીની,ફ્રાન્સનો રાજા લુઈ સોળમો...વગેરે આના બેસ્ટ ઉદાહરણો છે.જે રસ્તે જીત મળે છે એ રસ્તો જ ક્યારેક ભટકાવી મુકે છે અને પછી અધોગતિ તરફ દોટ મુકાય છે જેમાં માણસ પોતાને મળેલી જીતનું કારણ માત્ર પોતાના વ્યક્તિત્વને ગણવા લાગે છે.એ એ ભૂલી જાય છે કે પોતે જે જીત મેળવી છે એ એકલા નહિ,સહિયારા પ્રયત્નોને લીધે આવી છે.એને મદ કહે છે.અહંકારનો ભાઈ.સાદી ભાષામાં નશો.પાવર એક નશો છે,જે વ્યક્તિના ખૂનમાં ચુપકે સે ભળીને વહેવા લાગે છે અને એને અંદરથી ઇન્સીક્યોર બનાવતો જાય છે.કોઈ મારોય ઘડો લાડવો કરી નાખશે,મને ઝેર ભેળવીને મારી નાખશે તો?એ આ ભયને દૂર કરવા છટપટે છે,ક્રૂર બનતો જાય છે.અને પછી સર્જાય છે ગલત નિર્ણયોની હારમાળા જે એને અધોગતિ તરફ બડી ક્રુરતાથી ફેંકી દે છે.ખીણમાં પડતા દેહની જેમ એ પણ અહીતહીથી જખ્મો મેળવતો જાય છે,ક્યાંક હૈયું ચીરાય છે તો ક્યાંક સમયના તીક્ષ્ણ પંજાના નહોર વાગતા જાય છે.એકલો અટૂલો પડેલો સત્તાધીશ પણ સમયના અટ્ટહાસ્યને સાંભળતો સાંભળતો હાર તરફ પ્રયાણ કરતો રહે છે.શું આ જ દરેક સત્તાધીશોની તકદીર હોય છે?જીત મેળવતી વખતે આવું બધું યાદ નથી રહેતું.કેમકે પેલો મદ એને મર્દ બનાવતો હોવાનો આભાસી અહેસાસ આપતો રહેતો હોય છે.ધીમું ઝેર નસોમાં ક્યારે વહેવાનું સ્ટાર્ટ થઇ જાય છે એની જાણ એને ખુદને નથી થઇ હોતી.છોકરી,દારૂ,સિગારેટ,ઘોડાદોડ,જુગાર...આ બધું પણ સત્તા ની સાથે આવી જ જતું હોય છે.જ્ઞાન અને પાવર-આ બેયની ભૂખ કોઈ દિવસ શમતી નથી,એ વધતી જ જાય છે.જ્ઞાન ઉચે લેતું જાય છે,પાવર પણ ઉચે બેસાડે છે.જ્ઞાન એક જ વસ્તુમાં પાછળ પડે છે.એ છે સત્તા.કહે છે ને કે "સત્તા આગળ શાણપણ નકામું."બસ,આ એક જ ફેક્ટર માં પાવર,ઓથોરીટી ડોમિનેટ કરે છે.દુનિયા ઝૂકતી હૈ,ઝુકાને વાલા ચાહિયે...પણ આ જ દુનિયા તમને ભયથી સલામ ઠોકતી હોય છે,આદરથી નહિ.રામરાજ્ય અને એવા આદર્શ માત્ર પુસ્તકોમાં સારી છે,બહાર તો સત્તા માટે ટાંટિયાખેંચ છે,રેસલિંગની જેમ એકબીજાને ધોબી પછાડ આપવાની ક્રૂર રમત ચાલે છે.મહાભારત એટલે જ "રાજનીતિ" માટે અને ગોડફાધર "સરકાર"માટે પ્રેરણા બને છે.બેયમાં સત્તા માટે ઓબ્સેસીવ બનતા અને ધીરજ ગુમાવતા પાત્રો છે.બધાને બહુ જલ્દી જીતી જવું છે,જલ્દી પઝેશન જોઈએ છે,સત્તાઓ અને સુન્દરીઓનું.રાક્ષસો માટે ઇન્દ્રાણી અને ઇન્દ્રાસન એટલે જ ગમતા ટાર્ગેટ હતા.

આવી જ કથા છે "વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ"ની...સત્તા મેળવવા માટે શોએબ નહિ,સુલતાન બનવું પડે છે.બેય યીન અને યાંગ તત્વોની જેમ એકબીજાની મિરર ઈમેજ છે.બંને બુરા છે,પણ તીવ્રતા અલગ છે.એકને ઈજ્જતથી ધાક જમાવતા જોઈ શકાય છે,બીજો ભય વડે શાંતિ સ્થાપવાનાપ્રયાસો કરે છે.બોલવાને બદલે બંદુક જ તાકતો શોએબ સુલતાન જેવી ધગધગતી આણ ફેલાવવાની મહેચ્છા રાખે છે.આઇકોન હોવા ખોટી બાબત નથી.એને અનુસરવું એ પણ સારી વાત છે.લોકો પોતાના ગમતા ગુણો આવા આઇકોનમાંથી શોધી લેતા હોય છે.એ વ્યક્તિએ આપેલા બલિદાનો અને એના બેઝીક ગુણો ફેન્સ ભૂલી જાય છે કેમકે એમને તો સત્તા,અનલીમીટેડ પાવર જ દેખાતો હોય છે.બાકીની અંદરુની વસ્તુઓ તો એ જ જાણતો હોય છે.પળેપળ અપાતા ભોગ,મગજને સતત અપાતા કસમયના ઝાટકાઓ આ બધું સુલતાન સહન કરે છે,શોએબ નથી સહન કરતો.આમ તો શોએબ એટલે જે સાચો માર્ગ બતાવે એ,પણ અહી એ જ આડા માર્ગે જાય એવી તાસીર ધરાવે છે.બસ,મુંબઈ રાખની જેમ મારી નીચે અને હું ધુમાડાની જેમ એની ઉપર...લોકો મરે કે જીવે,ધાક ફેલાય એટલે પત્યું.આ માર્ગ સુલતાનનો નથી એ એનેય ખબર હોય છે,પરંતુ એને તો સુલતાનનાય બાપ બનીને ફરવું હોય છે એટલે સડકો પર ધ્રુજાવી નાખતી આણ ફેલાવવા બંદૂકને અને બ્યુટીને બેયને જોરદાર વાપરી જાણે છે.બંને જાણે જુના અને નવા જમાનાના અંધારી આલમના બે કાળ બતાવતા પપેટ્સ છે.એક બહારવટ જેવી પ્રવૃત્તિ કરે છે તો બીજો જીદથી અને ઝનૂનથી ડોન બને છે અને સમયની જેમ એના માર્ગમાં આવતા દરેકને- સુલતાનને પણ-ભરખી જાય છે.પાવર આવું જ કરે છે.કોઈનોય થતો નથી અને થવાનો પણ નથી.પાવર,પદ,સિંહાસન આ બધા કાળના ચક્રના આરાઓ છે.સાવ નજીક અને ઊંડા ઉતરીને દેખી શકો તોજ આખી વાત સમજમાં આવે,એ વગર બધું સરખું જ લાગે.

જયારે અંદરનો માણસ શાંતિ અને બહારનો માણસ પાવર ઝંખે,અને ચારે બાજુ લોહીના ફુવારા ઉડતા દેખાય;ત્યારે સમજવું કે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઇ ગયું છે,સત્તાની અધોગતિનું અને વ્યક્તિની લોકપ્રિયતાનું...          

Saturday, July 31, 2010

ફ્રેન્ડશીપ ડે - ફાઈન ફ્રેન્ડશીપમાં મળેલા દુલારા સંબોધનો

આજે તો ફ્રેન્ડશીપ ડે પર બધા જ લેખકો ધડબડાટી બોલાવી દેશે.કૃષ્ણ-સુદામા અને એવા જગવિખ્યાત મિત્રોના હવાલા આપીને દોસ્તીના જુના-નવા ફંડા કાગળ ઉપર ઉતારશે.સારી વાત છે કે દોસ્તીને વખાણવી જરૂરી છે.દોસ્તો,યારો જિંદગીને જીવવાલાયક બનાવે છે એ તો કાન પકડીને કબુલ છે.અરે મોબાઈલ પકડીને સ્પીકર પર ગાળો ખાવા માટે ઝગડી પડવું એ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ નું લક્ષણ નથી,પૈસા ખૂટી પડે એમ હોય ત્યારે 10-12 બટરનાન ના બુચ મારવા જેટલી હિંમત સાથે કોઈ હોય ત્યારે ન ચાલે,બાઈકમાં પેટ્રોલ ખૂટે ત્યારે બીજી બાઈક માં ટચિંગ કરીને લંબાવાતા હાથ ગર્લ ન આપી શકે,એમાં તો યાર દિલદાર જ જોઈએ,ગમે એ લાઈન હોય;પોતાના બદલે જેને ઉભા રાખીને નિરાંતે પફ-ચા પીવા જઈ શકાય અને જેના ખાતામાં કેન્ટીનનું બીલ ઉધારી શકાય એવા દિલફાડ  દોસ્તી આપનાર દોસ્તોને આજે યાદ કરવાનો અવસર છે.


દોસ્તો યાદ કઈ વસ્તુને લીધે રહે છે?પ્રસંગો?ધમાલ?કપલ્સની મોડી સાંજે કરાયેલી સળીઓથી?પૈસા ખૂટી પડતા હોય ત્યારે બીજાને અપાયેલી ખાતરી પર અપાતા પૈસાથી?બર્થ ડેની કાદવભરી પાર્ટીથી?કે પછી અચાનક મગજમાંથી નીકળેલા સંબોધનોથી?સવાલો અને જવાબો ઘણા બધા છે.સૌથી કેચી લાગતું ફેક્ટર સંબોધન છે.ગુણ,વાત કરવાની સ્ટાઈલ,ચાલ,ચશ્મા,વર્તનની ઢબ આ બધામાંથી જે ફની લાગે એને ચગાવી દઈને જાહેરમાં પહેરેલા કપડા ભારે લાગે એ રીતે ફિલમ ઉતારવામાં આવે છે.ગાંધી,બાડો,ટિન્ચું,બાવો,લુગડી,પદુ,બાટલો,ગેબો,ભરવાડ,ડી,બચુ...આ બધા બહુ થોડા નામો છે,જે ફૈબાએ નથી પાડ્યા.એમ જ પડેલા ને એટલે જ ચાર વર્ષ પછી પણ હીટ રહ્યા છે અને એ વિશ્વાસ છે કે આગળ પણ હીટ જશે.


હવે મળેલા નવા નામ પણ એટલા જ રસપ્રદ છે.કેમકે ઓરકુટના ઓટલે ગોષ્ઠી કરતા કરતા એમ જ પડેલા છે.હર્ષનવા,બૌદ્ધિક મચ્છર,HP,...લીસ્ટ લાંબુ છે અને થોડું અશ્લીલ પણ.પણ હરખ એ છે કે હજીય નવા નામ,નવા સંબોધનો મળી રહ્યા છે.સહૃદયતા એવી જ બરકરાર છે,મેચ્યોરીટી પણ ખીલી છે,જ્ઞાનના સીમાડા વિસ્તરી રહ્યા છે,રોજ ઉઠીને થતી ચેટ જાણે સામસામે બેસીને થતી વાતો જ બની ગઈ છે.ફેસબુકમાં કૈક લખો એટલે કોમેન્ટ આવી એમ સમજો.ક્યાંક સાર્કાસ્ટીક કટ,તો ક્યાંક OHC ની ધાણીફૂટ...એમાં પણ નવા નવા નામો મળી જાય એવા ઇન્ટેલ-ઇનસાઇડ મિત્રો છે.આપણે પાડીએ તો આપણા પણ પડશે જ,અહીનું અહી જ છે.આ બધા નામો ખરું જોતા તો વહાલ દર્શાવે છે,નબળાઈ ઉપર બનેલા નામ ડાઉન ટૂ અર્થ રહેતા શીખવે છે,અભિમાનના ચુરા કરો તોજ અંદરુની માણસ બહાર આવે,અને આ નામ એમાં ભાગ ભજવે છે.એ જ તો મેજિક છે ફ્રેન્ડશીપનું.                                                                                                                                     

પહેલા નામ પાડીને ખડખડાટ હસી પડાતું,આજે એજ નામો આંખોમાં ડબડબ થાય છે..હા,એ અહેસાસ તો એજ છે,પ્યોર,રિફાઇન્ડ અને ધબકતો-ધબકાવતો...વિશ યુ અ વેરી હેપી ફ્રેન્ડસ ડે........ 


           

Sunday, July 25, 2010

ગુરુપૂર્ણિમા - ગુરુ ગોવિંદ દોનો ખડે થી ગુરુ,હો જા શુરુ...

આ કઈ પહેલાના ભવ્ય ભૂતકાળની છડેચોક પ્રસંશા નથી કે આજના જમાનાના ઈરોટિક ગલગલીયા પણ નથી.પણ એક આખું ટ્રાંઝીશન દેખાડવાની ઈચ્છા છે.એવી સફર કે જે સતત થતી આવી છે,થઇ રહી છે અને આગળ પણ થતી રહેવાની છે.દરેક ગુરુમાંથી શીખવાની ઈચ્છા બરકરાર રહે એ જ સાચું વિદ્યાર્થીપણું.સમય અફકોર્સ ગુરુને ક્રેડીટ દેવાનો છે,એમને ખરા દિલથી થેન્ક્સ કહેવાનો છે.પણ,લાઈફ પ્રત્યે કદાચ સૌથી ઓછું ધ્યાન જાય છે.લાઈફ જેટલું શીખવે છે એટલું કોઈ ગુરુ શીખવી નથી શકતા.પળેપળ નવો સંઘર્ષ,નવા ટાર્ગેટ,નવા કરીક્યુલમ,નવા માણસો સાથે માથાફોડ...કેટલુય ચાલતું રહેતું હોય છે.આ બધા સામે શું પુસ્તકિયું જ્ઞાન કામ લાગે છે?ના,એમાં તો પાસ્ટના અનુભવો જ કામ લાગે છે.અને એટલે જ લાઈફ પહેલા અનુભવાડે છે અને પછી શીખવાડે છે.એટલે જ લાઈફ માત્ર બદલાતા દિવસો કે વિતતા કલાકો ન રહેતા સુપર્બ સફર બની રહે છે.સપનાઓ તમને લક્ષ્ય આપે છે તો હિંમત આગળ વધ્યા કરવાનું બળ સીંચ્યા કરે છે.પ્રિયજનો,સગાવહાલાઓનો સાથ હુંફ આપે છે તો મિત્રોની દિલદારી લાઈફને દરેક સેકન્ડે જીવવાનો હોંશ આપે છે.સવાલ બે પાંચ ક્ષણો ચોરીને થતી મનગમતી પ્રવૃત્તિ નો નથી,લાઈફને રોજેરોજ અપડેટ કરવાની છે.નેટ પર સ્ટેટસ અપડેટ કરવાથી જ નવીનતા નથી આવતી,એને ધડકનો સાથે ઘોળવી પડે છે,રુધિરને હણહણતી ગતિએ દોડાવવું પડે છે અને પ્રિયજનને અપાતા પ્રેમમાં ભરતીઓ લાવવી પડે છે. લાઈફ ઘણી વાર બોરિંગ,ગ્લુમી લગતી હોય છે.બનવાજોગ છે કેમકે દરેક દિવસ સારો નથી હોતો,દરેક સાંજ રસભરી નથી હોતી.પણ તોય એમ કઈ મુડલેસ થોડું થવાય?લાઈફ દરેક જાતના અનુભવથી નવું નવું શીખવાડ્યા કરે છે.હરપળ,હરદમ કિક મારે છે.ક્યારેક પેનલ્ટી કિક તો ક્યારેક ઓફલાઈન કિક...ગોલ થઇ જવો જ જરૂરી નથી.પણ કિક વાગે એ જરૂરી છે.ધધક દરેક જગ્યાએ રાખવી પડે છે,અંદર આગ જલતી હોય તો જ બહાર કશુક નક્કર આવે છે.પછી એ વીર સાવરકર હોય કે સરફરોશનો એસીપી રાઠોડ હોય...


હિંમત જીવવા માટે જોઈએ છે,મરવા માટે નહિ... 
    

Thursday, July 15, 2010

એકલતા - એકરાર અને ઇનકાર વચ્ચે અટવાતી જિંદગીની સફર

"યાર મેં એને કહ્યું પણ ખરું કે હું સીરીઅસ છું,પણ એ મને એની બેસ્ટ ફ્રેન્ડ જ ગણે છે.બીજું કંઈ નહિ.એટલે અમે રીલેશન પૂરો કર્યો.પણ ખબર નહિ કેમ એ દિલમાંથી જતો જ નથી.એ સ્થળો,એ રસ્તાઓ બધું જ નજર સામે નાચ્યા કરે છે.તું કહે,મેં શું ખોટું કર્યું?"


સાવ સાચો સંવાદ છે આ.એક તો દિલના દર્દી હોય અને એમાય મારા મિત્રો હોય,એટલે બધું શેર કર્યા કરતા હોય છે.શેર કરે ત્યાં સુધી વાંધો નથી,પણ પછી જયારે મારા પર ડિસીશન કે અભિપ્રાય આપવાનું કહેણ આવે છે ત્યારે ધ્રુજી જવાય છે.પણ આ બધામાં એણે કહેલું એ એક વાક્ય દિલમાં ખંજરની જેમ ખચ્ચ કરતુંકને પેસી ગયું.એકરાર થયા પછી જયારે સામેનું પાત્ર ના પાડી દે ત્યારે પહેલા તો દુનિયા આખી ફરતી અટકી જાય છે,પછી દિલ જોરથી ધડકવા લાગે છે અને પછી અચાનક કોઈએ શરીરમાંથી જીવનતત્વ ઉડાડી લીધું હોય એમ લાગે છે.હળવે હળવે તડપની લહેરો ઉઠતી જાય છે જે જીવને ક્યાંય જંપવા દેતી નથી.
દરેક દિલને એવી ઈચ્છા હોય છે કે કોઈ પોતાને પાગલોની જેમ ચાહે.બસ,પાગલોની જેમ એ ચાહતને વ્યક્ત કરવામાં શરમ આડે આવતી હોય છે.કોણ જાણે એવા સુસંસ્કૃત દેખાઈને શુંય સાબિત કરવાનું હોય છે!!કબૂલ કે પ્રેમ વ્યક્ત ન કરી શકનાર પ્રેમના ઊંડાણને ન અનુભવતો હોય એવું ન જ હોય,પણ ક્યારેક પાગલપન જરૂરી હોય છે.એ જતાવવું કે તમે કોઈના માટે કેટલા પ્યારા છો,કેટલા સ્પેશિઅલ છો એ તો ભગવાનના મંદિરમાં જઈને સેવા કરવા જેવું છે.કોઈને આવા પાગલવેડા જો નક્કામાં અને વેદિયાપણું લાગતું હોય તો એ એની ખામી છે,એને તમામ અસ્તિત્વથી ચાહતા વ્યક્તિની નહિ.
પણ,સામેની વ્યક્તિની ના ની અસર ગર્લ અને બોય બેય પર જુદી જુદી થાય છે.બોયને અને ગર્લને ફાળ તો એકસરખી જ પડે છે,પણ ગર્લને એ ના નો ભરોસો નથી પડતો.એ વારંવાર પેલાને પૂછ્યા કરે છે અને પેલો કંટાળીને ત્રાસીને એવા એવા શબ્દો કાઢે છે જે પેલીનું કાળજું ચીરતા જાય છે.અને છેવટે રડારોળથી દિલ તારતાર થઇ જાય છે.નતીજા,દિલ બ્રેક અને રીલેશન ભસ્મ.ઇનકારના કારણો કરતા એની અસર વધુ ધારદાર હોય છે.સામેવાળાની તડપ જાણ્યા વગર ઘસીને પાડી દેવાતી ના જાણે દિલમાં ખુંચતી કણીની માફક તડપાવ્યા કરે છે.એ રસ્તાઓ,એ સ્થળો જ્યાં જીવનની અમુલ્ય ક્ષણો પસાર કરી હોય એ બધું જ યાદ આવે છે.એના શબ્દો,એનો હુંફાળો સ્પર્શ,એણે આપેલા વાયદા,એણે આપેલી નાની નાની ગિફ્ટસ...આ બધું જ નજર સામે તરવરે છે અને તોય એ બધું જીરવ્યા સિવાય છૂટકો નથી.મન એને આઝાદ કરવા ઇચ્છતું હોય છે અને દિલ એને સંઘરવા.
આવી પરિસ્થિતિ મારા બે મિત્રો પર આવેલી છે.બેયના સંજોગો જુદા છે,પણ બેય એ અનુભવેલી આ એકલતા આજેય એમને ભીસી નાખે છે,દિલને ટુકડામાં વિખેરે છે.લાચાર દિલ અને ક્રૂર સંજોગો એ પ્રેમના કાયમી દોસ્તો છે,એ કાયમ હાજર જ હોવાના.જરૂર સાચા પાર્ટનર્સના સિલેકશનની છે.એમના દિલની વેદના ઘણા સમયથી મગજમાં વલોણાની જેમ ફરતી હતી.પીડા ન સહેવાઈ એટલે અહી કોગળો કરી નાંખ્યો. 


દોસ્તો,એમની જીવવાની રીત જોઇને આજેય એમને સલામ કરું છું કેમકે આટલી સ્વસ્થતા કદાચ હું પણ ન કલ્પી શકું.દિલભંગ એ કંઈ નાનીસુની વાત નથી.ઘાયલ કી ગત ઘાયલ જાને... 
  

Thursday, July 1, 2010

જયારે એક વાચક બને e_વાચક ૨૦૧૦ ...!!!

  e_વાચક ૨૦૧૦



આ બ્લોગ લખવા માટે પ્રેરણા મળેલી.અને જયારે " ગુજરાતી=મેગેઝીન,છાપા અને કોલમ " કોમ્યુનીટી જોઈન કરી ત્યારે વાંચન ખરા અર્થમાં કરવા મળ્યું.સામુરાઈ યોદ્ધાઓ,શાન્તીદુતો અને બીજા ઘણા લોકો સાથે સંપર્કમાં આવ્યા પછી એમ લાગ્યું છે કે સાલું મેં તો ખાલી ખાબોચિયાનું ટીપું જ ચાખ્યું છે.પોસ્ટ્સ ઉપર પોસ્ટ કરી,ગાંડા-ઘેલા ટોપિક પણ બનાવ્યા અને ઘણી ધમાલ મસ્તી પણ કરી.

અને ત્યાં જ આમંત્રણ મળ્યું.કોમ્યુનીટીના બીજા ઈ-મેગેઝીનના અંકમાં લખવાનું.પહેલા તો દિલ ધડક ધડક થઇ ગયું કે આહા,આ વખતે એવું લખશું કે છાકો પડી જાય...જો કે,દર્દ દિલમાં ઉઠે એની દવા સહેલી હોતી નથી એમ જ લખવાની પ્રોસેસમાં આવતી અડચણોની વ્યથા પહેલીવાર મહેસુસ કરી.ગમતા લેખકો ઉપર શું વિતતી હશે એ ખરા અર્થમાં ખબર પાડવા માંડી.ત્યાં નવું હર્ડલ આવ્યું.મને ડેન્ગ્યું થયો.એક તબક્કે એમ પણ થયું કે રજનીભાઈને ના પાડી દઉં,પણ તો આ મોકો ફરીવાર આવે કે ન આવે.લેટ્સ ડૂ ઈટ,જે થશે એ જોયું જશે.એમ કરીને લખ્યું.વિષય હતો "ગુજરાતી અખબારમાં કટારલેખન-માહિતીસભર કે જુનવાણી?"

રજનીભાઈનું બહુ માથું ખાધું આ વિષય ઉપર ચર્ચા કરીને કેમકે મારા માટે આ બહુ નવો સબ્જેક્ટ હતો.એ પછી કડાકૂટ આવી PDF માં કન્વર્ટ કરવાની.વળી રજનીભાઈ આગળ ઉધામા કરાવ્યા.એકવાર તો આખેઆખો લેખ જ આઉટલાઈનમાં જતો રહ્યો.પછી ફરીવાર લખ્યો,ફરીવાર કન્વર્ટ કર્યો અને સેન્ડ્યો.ખાલી રજનીભાઈ જ જાણે છે કે ફાઈનલ લેખ 104 ડીગ્રી તાવમાં લખાયો હતો.

પછી આવી રિલીઝની વેળા.રાતે બાર વાગે જાગીને જોયું.દિલથી સરસ બનાવ્યો હતો અંક.એટલા માટે નહિ કે મારો લેખ હતો ; પણ એટલા માટે કે ની:સ્વાર્થપણે કામ કરનારાઓ મારા અઝીઝ દોસ્તોમાંના હતા. .એટલે જ આપની સમક્ષ પેશ છે "e_વાચક-૨૦૧૦ "  અહી ક્લિક કરશો એટલે મેગેઝીન ખુલશે.








  
 















Tuesday, June 15, 2010

મસ્તી મોન્સુનની....



અત્યારે ચાલુ વરસાદે વાછટ ના હળવા થપ્પડો ખાતા ખાતા આ લખી રહ્યો છું.મોન્સુન,વર્ષા,વરસાદ,મેહુલો,મેઘરાજા,મેઘા..ઓહોહો કેટલા બધા નામ છે આ રેઇનના...!!!વર્ષા-વિજ્ઞાનની અઘરી ટર્મ્સમાં નથી પડવું કે નથી દાળવડા,ભજીયા,ગોટાની ખાઉધરી ગલીમાં ફરવું.આપણે તો બસ કંઈક શેર કરવું છે જે આ પહેલા ક્યારેય નથી અનુભવ્યું.એ છે ધરતી આકાશનો દિલફાડ અને તસતસતો પ્રેમ.વરસાદ તો મારી દ્રષ્ટીએ ધરતીને આકાશે કરેલું સરાજાહેર ચુંબન છે.પવન વાતો હોય તો એ બધાને સમાચાર આપવા કે જુઓ,અમે તો નવાનક્કોર ચુંબનના ખબરી છીએ.આપણા સમાજમાં પણ આવા પવનો બહુ વાય છે.

ધરતીને સ્ત્રી સાથે એટલે સરખાવી છે કે સ્ત્રીને પણ પેશનેટ પ્રેમ ગમતો હોય છે.ધરતી વરસાદ પડતા જ જેમ લીલીછમ થઇ જાય છે એમ સ્ત્રી પણ ગમતીલા પ્રેમની અસરથી થનગનતી બની જાય છે.એને જરૂર કેટલી હોય છે આખરે?એકાદ કિસ,ગાલ પર એકાદ હળવી ટપલી અને ધોધમાર પ્રેમ....અને તેમ છતાય પુરુષને એની આટલી જરૂરિયાત પૂરી કરવી એ હિમાલય જેટલું મોટું અને અઘરું કામ લાગતું હોય છે.કેમકે પુરુષ લાગણીથી નહિ,લોજીકથી વિચારે-વર્તે છે.જયારે સ્ત્રી લાગણીના સ્વીન્ગ્સમાં જીવે છે.

વરસાદ એ ચિન્હ છે પ્રેમમાં પણ વરસી જવાનું.એ સિગ્નલ આપે છે કે જો તમે પ્રેમમાં એકની એક વાતોથી કંટાળ્યા હો તો જરા એક નજર વરસાદ પર નાખીને ફરી વાતમાં એને મુકો.વરસાદ એ જાદુઈ દવા છે પ્રેમને રીફ્રેશ કરવા માટે,પ્રેમીને રીફ્રેશ કરવા માટે.અને યુવા હૈયાઓ જ આનો લાભ લઇ શકે એવું નથી.પરણેલાઓને તો તરોતાજા થઇ જવાય એવી આ ઋતુ છે.રીમઝીમ વરસાદમાં એકાદ વોક અથવા એકાદ લોંગ ડ્રાઈવ પુરતી છે પ્રેમ ઉજાગર કરવા માટે.ભીની બુંદો મન અને દિલ બેયને ભીંજવતા હોય ત્યારે પ્રિયજનના હુંફાળો સ્પર્શથી ગમે તે ઉમરમાં પણ પ્રેમનો મારુત સુસવાટા લાવી દે.... 

      Monsoon wishes for u = Enjoy monsoon wit partner soon...

Wednesday, June 9, 2010

" મમ્મી - મૃગજળમાં મૃદુ પવન જેવી "...મારા કાકીની લાગણી ; મારી કલમે...

મજામાં છે ને તું? આજકાલ કરતાં કેટલાંય વર્ષો પસાર થઇ ગયા છતાંય પેલી પૂરણપોળીની મહેક આજે પણ એ જ છે ને ઢોકળીની કઢી પણ એટલી જ દાઢે વળગેલી છે.આ તો એક માધ્યમ છે તારા માટેના ખેંચાણનું.બાકી તો એક સંતાન કેટલુંક કહી-લખી-બોલી શકે કે એના માટે માં શબ્દ કેટલો જરૂરી છે?જન્મથી લઇને જૂતા સુધી,અક્ષર પાડ્વાથી માંડીને આધેડ થયા સુધી,સુખો થી માંડીને સંઘર્ષો સુધી,ખોરાકથી માંડીને ખામીઓ સુધી....કેટકેટલી વસ્તુઓ તારી હાજરીથી મહેકી ઉઠેલી?આજે સલાહ લેવા માટે તરત ફોન થાય છે ત્યારે એ ખાતરી હોય છે કે સામે છેડે જવાબ મળવાનો છે જ.ઠેસ-પછી એ પથ્થરની હોય કે જિન્દગીની,’ઓ બા’ જ બોલાય છે.હજીય એ વિશ્વાસ અટલ છે કે સામે ઝીલી લેવા તું હોઇશ જ.આજે હું પોતે એક માં છું ત્યારે તારી હાલત સમજાય છે¸તારી પીડા,તારી તાકાત અને અમારા બધાયની ધમાચકડી....આ બધું જ હું પોતે પણ અનુભવું છું.દુનિયામાં બધી જ માતાઓ સરખી હોય છે.આજે ભલેને તારા દરેક સંતાનો આરામથી રહેતા હોય,પણ તને હજીય છાને ખુણે તો ચિંતાઓ રહેતી જ હશે.આ તો હું લખીને તને મારા દિલની વાત કરૂં એટલે,પણ બાકીના બધાયના મનમાં આ જ લાગણી હશે એ તો હું કહી જ શકું છું.
આવું એટલા માટે કેમકે તે દિલથી દિલ જોડ્યા છે,સ્વજનોનો સાથ રાખતા અને આપતાં શિખવાડ્યું છે,એક્તાનો વાસ્તવ અર્થ અમે જીવ્યો છે ને તારા જીવનમાંથી જ સતત એ પ્રેમતત્વની સરવાણી અમને બધાયને તરબોળ કર્યા રાખે છે.સતત દોડતી આ જિન્દગીમાં ઘડીક શ્વાસ લેવાનું મન થાય ત્યારે પહેલો વિચાર તને મળવાનો આવે છે.નાના હતા ત્યારે તો તને ફુરસદ જ નહોતી સંસારના કામોમાંથી.તોય અમે બધા તને હાલરડા ગાતા,આંગળા ખવાઇ જવાય એવી રસોઇ બનાવતા,બંને ભાઇઓને સંસારની રીતરસમોથી વાકેફ કરાવતા,અમને બહેનોને સાસરામાં રહેવાની શિખામણ આપતા જોઇ રહેતા,હજીય જોઇએ છીએ.આજે પણ તારી અખૂટ તાકાતનું રહસ્ય સમજવા જેટલી સમજણ નથી આવી.કદાચ ભગવાન પર અથવા તારા ઉછેર પરનો અતુટ વિશ્વાસ તારી તાકાતના મુખ્ય સ્ત્રોત હશે એમ માનું છું.
તને ઉંમરને કારણે અમારો અવાજ સાંભળવો અઘરો થઇ પડ્યો છે.તોય હું તો તારો હોંકારો સાંભળીને જ આશ્વસ્ત થઇ જાઉં છું કે હજી અમારા બધાય ભાંડરડા પર તારી છ્ત્રછાયા છે.દુનિયાના સઘળા સંકટો સામે રક્ષણ આપે એવી ઢાલ,અમારી મમ્મી હજીય સાબૂત છે.તને અને તે પસાર કરેલી ખુમારીવાળી જિન્દગીને જોઇને આગળ વધવાનું બળ મળ્યા કરે છે.સંતોષ એ વાતનો છે કે અમે તારી સાથે જિન્દગીને ભારોભાર જીવી છે,માણી છે,જાણી છે ને પિછાણી છે.અમે દરેક ભાંડરડા આજે એક્બીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા રહીયે છીએ તો એનું એકમાત્ર કારણ તે આપેલા જીવનરસના ઘુંટડાઓ છે.તકલીફ આવે તો એક્જૂટ થઇને એનો સામનો કરતાં પણ તે જ શિખવાડ્યું છે ને એક્તાનો પહેલો પાઠ પણ તે જ આપેલો.રસોઇના ચટાકા ને તોફાનોના ધડાકા તે હસતે ચહેરે ઝીલ્યા છે.પપ્પાના ગયા પછી તું ચોક્કસ હલબલી ગઇ હોઇશ પણ એ તે અમને ક્યારેય ન જણાવા દીધું.આટલો મોટો પરીવાર,બેશુમાર જવાબદારી અને સામાજિક વ્યવહારો હોવા છતાંય તે એમને જાદુગરની જેમ રમતાં-રમાડતાં સંભાળ્યા.

આજે કોઇ જ અફસોસ નથી.કોઇ જ દુ:ખ નથી.પપ્પાની કમી તો રહેશે જ,પણ તારી હાજરી મને,અંજુને,દિવ્યાને,મીનાને,દિપકને,નીલુને અજવાળે છે.હીરાબેન માંથી હીરાબા-એવું માનભર્યું નામ તને જ્યારે આજે મળી ચુક્યું છે ત્યારે એક સંતાન તરીકે દિલ અને દિમાગમાં માત્ર અહોભાવ છે કે હા,આ એ જ મમ્મી છે જે આખી જિન્દગી સંતાનોના,સમાજના,જિન્દગીના દુ:ખોના આકરા તાપમાં પણ મ્રુદુ પવન બનીને જીવી છે...

લિ.તારી અમી...

Wednesday, May 26, 2010

મારી પહેચાન - મારી નજરે...

ક્યારેક એમ થાય કે શું લખું ને શું ન લખું?ઘણું ઘુમરાય છે મગજમાં.પણ,આખરે સ્ટાર્ટ કરી જ દીધું.હા તો મૂળ વાત એ છે કે હમણાં હમણાં હું જરા બરછટ બોલકો થવા લાગ્યો છું.આ ચેન્જ કેમ આવ્યો છે એ મને પોતાને ખબર નથી.કદાચ બક્ષીબાબુની "લવ અને મૃત્યુ" વાંચી એનું આ પરિણામ હોઈ શકે.હમણાં ગાળો પણ બહુ બોલાય છે.જ્ઞાતિને તો ભાંડવામાં બાકી નથી રાખ્યું મેં.દાંત ભીંસીને અને કચકચાવીને ગાળો આપી રહ્યો છું...સમાજના દંભીપણાને,સરકારની અક્કલ વગરની[જોયું?અહિયાં પણ ગાળો ચાલુ થઇ ગઈ...હા હા હા] નીતિઓને અને વગેરે વગેરે...

કદાચ વધુને વધુ વાર થઇ રહેલા ઇન્ટરએક્શનનો આ પ્રતાપ છે.અને સોશિયલ નેટવર્કિંગ સિવાય આટલું ઊંડું પ્રત્યાયન થાય નહિ એવું અંગતપણે માનું છું.બ્લોગ,કોમ્યુનીટી,પોસ્ટ,રીપોર્ટ એબ્યુઝ...આવા બધા શબ્દો 5 વર્ષ પહેલા નહોતા જાણીતા.અને હવે?ચણા-મમરા કરતા કે કોઈ એડલ્ટ જોક કરતાંય વધુ ઝડપે ફેલાઈ ગયા છે.અહિયાં માહિતી જ મળી એવું નથી,મારી કરતાંય વધુ જ્ઞાની,બેફીકર અને જિંદગીને ખરા અર્થમાં માણી જાણતા દિલદાર દોસ્તો મળ્યા છે.BHUMS ના નામે ઓળખાતા મસ્તીખોર મેડમ,RA ના નામે પ્રખ્યાત [કે કુખ્યાત!!] રજનીબાબા,નામ મુજબના ગૂણ ધરાવતી AK,કાનુડા જેવી તોફાની અને નટખટ KP,ડોક્ટર કરતા દર્દી વધારે લાગે એવી ડો.દિપલ,ઉમરમાં એક વર્ષ જ મોટા પણ જ્ઞાન અને રીડીંગમાં ઘણા મોટા એવા ભાવિનભાઈ,ડોક્ટર જ હોવા છતાંય મવાલી અને ઈન્ટેલીજન્ટ એવો મૌલિક બેલાણી...આટલા તો રોજના અથડાતા નામો છે.

આજે જ્ઞાન જેટલું મેળવ્યું છે અને એ પણ ઘેર બેઠા બેઠા,તો એ આ મિત્રોના જ પ્રતાપે.બક્ષીબાબુને અહી જ જાણ્યા અને માણ્યા,ઉમરના ભેદ ક્યાય નડ્યા જ નથી તો એ પણ અહિયાં,જેની જોડે વાત કરીને તમારો મૂડ ફરી પાછો ટકાટક થઇ જાય,જેની સાથે ગાળો એ પાણીના પાઉચની જેમ વહેચી શકાય એ પણ આ જ વાતાવરણમાં,સિદ્ધહસ્ત લેખકોને ફ્રેન્ડ લીસ્ટમાં જોઇને જેમ એક જાતનો રોમાંચ અનુભવાય એવું એમના લેખ વાંચીને પણ અનુભવાય.મોબાઈલમાં કોલમિસ્ટનો નંબર હોય તો જાણે આપડેય મોટા કોન્ટેકવાળા એવું ફિલ થવા માંડે!! આ બધાય નિ:સ્વાર્થપણે જ્ઞાન વહેચે છે.કેમકે મિત્રતા એવી છે.આજે જયારે ઓરકુટ પરના ક્રાઈમ વિષે જાણવા મળે છે ત્યારે એમ થાય છે કે મનની વૃત્તિ મહત્વની છે.બાકી મેં તો અહિયાં જ નવો અવતાર લીધો.આ પહેલા મારી લાઈફ ઘણી એટલે ઘણી નેગેટીવ હતી.મિત્રો રૂબરૂમાં મળે કે નેટ પર,મિત્રતા એવી જ હોય છે.પારદર્શક અને ગાઢ.પછી એક ગાંધીધામ હોય અને એક સુરત હોય તોય અંતરના માપ સાવ પીઘળતી ચોકલેટની જેમ ઓસરી ગયેલા લાગ્યા છે.

આનું એકમાત્ર કારણ આ તમામ મિત્રોની સહ્રદયતા છે.આજે સોંગ જોઈતું હોય તો હક કરીને પણ દિપલ પાસે મંગાય છે,રજનીભાઈને નવી નવી રીતોથી મજાક કરાય છે,OFP માં KP શું વિચારશે એ જાણ્યા વગર જ પોસ્ટ મુકાય છે,MATLAB હોય કે બ્લોગ,ભૂમિકા મેમ હંમેશા હાજરાહજૂર હોય છે-એમના સ્પેશીયલ વર્ડ્સના વઘાર સાથે,MBA હોય કે રીલેશનશીપ્સ,AK નું નિરિક્ષણ દાદ માંગી લે એવું હોય છે...વસ્તુ આ છે.દરેક નવી ટેકનોલોજીનો ઉપયોગ હંમેશા ખરાબ કે સારો હોતો જ નથી.બસ,સંગત જ અસર કરે છે દરેક જગ્યા એ.

આ તમામ મિત્રોને કાઈ થેન્ક્સની જરૂર છે જ નહિ.પણ હા,આજે જે હર્ષ પંડ્યા અહિયાં બ્લોગ અપડેટ કરી રહ્યો છે એમાં આ બધાનો ફાળો ગણાવી ન શકાય એટલો છે.ખરેખર યારો,તમે બધા એ જિંદગી બદલી નાખી મારી...થેન્ક્સ...મારી પહેચાન મારી સાથે જ કરાવવા બદલ....

Saturday, May 8, 2010

મધર્સ ડે – મમ્મીની માયાળુ છતાંય મૌજીલી મજા

શું એક જ દિવસ એ દર્શાવવા માટે હોય કે એક સંતાન એની મમ્મીને કેટલો પ્રેમ કરે છે?લાગણી બતાવવા માટે 365 દિવસો હોય છે.પણ ઠીક છે...ચાલ્યા કરે.આજેય વઘારેલી રોટલી અને ખીચડી એટલી જ રોકિંગ લાગે છે જેટલો મસ્ત સખત તાવમાં પીવાતો મોસંબીનો જ્યુસ...એકાદ યુગ ઓછો પડે એટલી મેજીકલ મોમેન્ટ્સ છે મારી સાથેની.એમ પણ હું મોસાળમાં સૌથી નાનો છું એટલે લાડકો તો એવો કે એક્ચક્રી શાસન ચાલે.આ લખાય છે તો એ પણ મમ્મીનો જ વારસો અને શિક્ષણ.ભાષાશુદ્ધિ ગમતી હોય તો એ પણ એની જ ભેટ.7 માં ધોરણ સુધી ઘેર જ ટ્યુશન વગર હોમવર્ક કરવામાં અલગ જ મજા હતી.તોફાનથી હજી ત્રાસ આપ્યા કરું છું.અડધી રાતે ઉઠીને ઉંઘમાં ખલેલ ન પડે એમ તાવ માપી લેતા એને જ ફાવે.પપ્પા અફ્કોર્સ ચિંતા કરે પણ મમ્મી એ તો જાદુગર છે હોં...

એકેય લેખકના વાક્યો ટાંકવા નથી કેમકે ઉછીના વાક્યોમાં એ મજા નથી.બી ઓરિજિનલ એ મમ્મીએ આપેલો જીવનમંત્ર છે.વર્ક મોર-સ્પીક લેસ એ જ એનું જીવન છે અને હવે એ જ મંત્ર ધીમી ગતિએ મારી લાઇફમાં આવી રહ્યો છે.આ જ મેજીક તો મને નથી સમજાતું કે મમ્મી જે સંસ્કાર રેડવા માંગતી હોય એ સ્વતંત્ર વિચારધારા હોવા છતાંય કેમ જીવનમાં ઉતરી જતા હશે?એ જે ફેરફાર ઇચ્છે એ કેમ આવી જતો હશે?કદાચ એટલે જ ભગવાન કરતાંય મમ્મી વધુ મિસ્ટિરિઅસ અને મેજીકલ લાગે છે.અને સાલું લાઇફમાં ઓછું શોધ્યા કરવાનું છે તે ભગવાનને ખોળવા જઇએ?એવી બધી ચિંતાઓ મમ્મી કર્યા કરે છે.એ ભલી અને એનું કામ ભલું.

એક દિવસ ઘરમાં ન હોય તો ખબર પડી જાય કે તંત્ર કેવું ખોરંભાય છે!!બહેન પરણીને ગઇ એ પછી એની જવાબદારી ડબલ થઇ ગઇ છે.ગમે એટલું દોડો કે તૂટો-સ્ત્રી જે કામ કરે એનું ફિનિશિંગ જ અલગ પડે છે.પછી એ કાચ લુછવાથી માંડીને કપડા વાળવા સુધીના કામ કેમ ન હોય?કદાચ એટલે જ એનું સન્માન કરવા માટે આ એક દિવસ એલોટ કરી દીધો છે.હું તો મારૂં કહી શકું.મારે તો રોજેરોજ મધર્સ-ડે ઉજ્વાય એટલી ક્ષણો છે.કુટુંબ હોય કે મોસાળ-મમ્મી હંમેશા પહેલા પહોંચી છે અને એટલે જ મને ક્યારેક એમ થાય કે મારું વ્યક્તિત્વ આખરે છે કોને આભારી?દિલદાર પપ્પાને કે મેજીકલ મમ્મીને?આ સવાલનો જવાબ 23 વર્ષે પણ નથી મળ્યો.અને કદાચ જીંદગી આખી મળશે પણ નહીં.

ક્યારેય મેં એને સોરી નથી કહ્યું કે નથી કહ્યું કે હું એને કેટલો પ્રેમ કરું છું!!!જરૂર જ નથી પડતી એવી કેમકે મૌન જ પ્રમુખ રહે છે મોટેભાગે ઘરમાં.અને એનો અલગ જ અવાજ હોય છે એવો પર્સનલ અનુભવ છે.વસ્તુ એ છે કે લાઇફને જો જીવતા પપ્પાએ શિખવાડ્યું હોય તો એની મૌજ મનાવતાં શિખવાડનાર મમ્મી છે.અણહકનું ન લઇને પણ સત્યની સાથે રહેવું એ ગુણ પણ એની જ દેન અને કાગડા જેવી શાર્પ બુદ્ધિ પણ એનો જ વારસો.ગુસ્સો હોય કે લાગણી-બેય શેડ્સ બેઠેબેઠા એણે જ આપ્યા છે.દિલદારી અને દિલહારી બેયમાં આજની તારીખે અણઘડ રહેવાતું હોય તો એ પણ મમ્મીના વારસાને લીધે જ્..

કહેવાનું એ જ કે મધર્સ ડે અફ્કોર્સ સેલિબ્રેશન કરવા જેવું છે કેમકે એ બહાને પણ કોઇક પાગલ બ્લોગમાં કહી શકે કે મમ્મી-યુ આર ગ્રેટ...રિઅલી ગ્રેટ્....   

Wednesday, May 5, 2010

અપેક્ષા – દિલ અને દિમાગના છોતરા કાઢતી રણભૂમિ


જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે;
છે એક સમંદર થયું એટલે શું,
જુદા છે મુસાફર જહાજે જહાજે…
— મનુભાઇ ત્રિવેદી “ ગાફિલ “

માનવ સ્વભાવ થોડોક વિચિત્ર છે.એ એવી જ વસ્તુઓ પાછળ જશે કે જે માટે એને બેહિસાબ મહેનત કરવાની થાય.ખરેખર તો એ ઉત્ક્રાંતીનું ચિહ્ન છે.પહેલા આપણા પુર્વજો જે લડાઇઓ લડીને કોઇ વસ્તુ પામતા એ જ હવે અથાક મહેનતમાં પરીવર્તિત થઇ છે.અને એ સારી વસ્તુ છે.પરિશ્રમ વગર એકેય વસ્તુની કિંમત સમજાય નહીં.પણ અહીં વાત છે મનની એ ઇચ્છાની,એ ઝંખનાની,એ ધધકની,જે માનવીને સતત કોઇ વણચિંધેલા માર્ગ પર દોડતો રાખે છે.એ શું કામ દોડે છે એ કદાચ એનેય નહીં ખબર હોય.(એ કોને ડાર્ક નાઇટ યાદ આવી?)

અર્જુનને એવી મનસા હોય કે વાસુદેવ એની સાથે રહે,દ્રૌપદીને એમ હોય કે કાનો મને બચાવે,રાધાને,મીરાને એમ થાય કે ક્રુષ્ણ એમના જ થાય….આ બધાને જે આ “થાય છે” એ અપેક્ષા છે.સામાન્ય માણસ પર આવીએ તો એ બહુ વિશાળ અર્થમાં વપરાય છે.ક્યારેક પ્રમોશન તો ક્યારેક પુત્ર…ક્યારેક સ્વજનો તો ક્યારેક સ્વાર્થ… ક્યારેક કલીગ્સ તો ક્યારેક કૂકર્મો…ક્યારેક મમ્મી તો ક્યારેક માશૂકા…આ બધા પાસેથી માણસ કોઇકને કોઇક પ્રકારે અનેક જાતની અપેક્ષાઓ રાખતો-રખાવતો હોય છે.ક્યારેક એ જાહેર કરતો રહે છે તો ક્યારેક મનમાંને મનમાં એ પુરા કરવા માટે તિખારા ઉડાડતો રહે છે.વળી જાતને તો પોતાની મર્યાદાઓ ખબર હોય એટલે ઔર ધુંધવાય છે.આ ધુંધવાટની સીધી અસર આજુબાજુના વાતાવરણ પર થાય છે.જો કોઇ છંછેડે તો અકળામણ ધડાકાભેર બહાર આવે છે જેનું પરિણામ કાં તો ઘરના અને કાં મિત્રો ભોગવતા રહે છે.વસ્તુ એ છે કે તોય મુશ્કેલીનું કોઇ નિરાકરણ નથી આવતું.જેને લીધે આ દુષ્ચક્ર ચાલું રહે છે.અને જો ધુંધવાટ મનમાં રહે તો રોગો હાઉક્લી કરીને પાછલા બારણેથી આવી જાય છે.

વ્યક્તિ જન્મે એ પહેલાથી અપેક્ષાઓ સાથે ને સાથે આવે છે.શું આવશે?દિકરો કે દિકરી?થોડા મોટા થાય એટલે માર્ક્સનો અજગર ભરડો લે છે.કઇ લાઇન લેશું?લાઇન લઇએ એટલે પર્ફોરમન્સની રામાયણ…અંત નથી…દરેક તબક્કે અપેક્ષા બ્લેક હોલની જેમ વ્યક્તિને ગળી જવા તૈયાર જ હોય છે.હું એવું તે શું કરું કે જેથી મને સારામાં સારું વળતર મળે? આ સવાલ સનાતન છે.જન્મથી માંડીને જશ્ન સુધી અને કામથી માંડીને કર્તવ્યો સુધી માણસ હંમેશા પોતાને આ પ્રશ્ન પુછતો આવ્યો છે.તોય કેમ આ અપેક્ષા એને કાયમ જળોની જેમ ચોંટીને સતત જીવને હલબલાવ્યા કરે છે?આ સવાલનો જવાબ શોધવો સહેલો નથી.કેમકે એની સાથે અંદરથી વિશ્વાસની નીવ હલી જાય એટલું દર્દ,ચિરાયેલા સ્વપ્નાઓ,તુટેલા ભરોસા ને એવું ઘણુંબધું જોડાયેલું છે.સાથે જ જોડાયા હોય છે દિલના વક્ત-બેવક્તના ફુંફાડાઓ,સ્વજનોના બેમતલબ ધોખા,એમનું કોઇ સાંભળતું નથી એવી કાગારોળ અને પ્રિયજનની આશાભરી નજરો…

તો પછી પીછો કેવી રીતે છોડાવવો આ અપેક્ષાથી?જો કે એક વસ્તુ એ પણ છે કે તમે અખૂટ તાકાતના માલિક છો જે આવા રોજિંદા પ્રશ્નોની સાથે બાથ ભીડવવા માટે સક્ષમ છે.બસ જરૂર માત્ર એને ઓળખી લેવાની છે…કઇ રીતે?અરે મિત્ર એ જુઓ કે દુનિયા કેટલી હસીન છે?અરે એક ચક્કર દરિયાકીનારે મારો ને જુઓ કે દરિયો આવો ક્યારે જોયેલો?ક્યારે પ્રિયજનનો હાથ હાથમાં લઇને એક્બીજાની આંખોમાં ખોવાયા હતા?યાદ કરો એ સફર,જ્યારે એક્બીજા યારો જોડે ધમ્માલ કરતા કરતા બસ ગજવી હતી,એ યાદ કરો કે ક્યારે કોઇ ફુલ શું નાનું ભુલકું તમારા ગાલને નાનકડી બચ્ચી કરીને ભાગ્યું હતું….

દોસ્ત,અપેક્ષાઓ અને એષણાઓનો જીવન સાથે નાળ-સંબંધ છે.એને અવગણી નહીં શકાય.એટલે આવી સમયને હાઉકલી કરીને ચોરેલી-મેળવેલી ક્ષણો જ એ અપેક્ષાઓ સામે લડવાનું બળ આપે છે.જિંદગી ખરેખર બહુ સરસ ફિલ્મ છે.દર અઠવાડિયે બસ ટીકિટ ફડાવ્યા કરજો…

વિરહ – તડપતા દિલની લાચાર ઝુબાન…


Looks like we made it
Look how far we’ve come my baby
We mighta took the long way
We knew we’d get there someday..
They said, “I bet they’ll never make it”
But just look at us holding on
We’re still together still going strong..
(You’re still the one)
You’re still the one I run to
The one that I belong to
You’re still the one I want for life
(You’re still the one)
You’re still the one that I love
The only one I dream of
You’re still the one I kiss good night
Ain’t nothin’ better , we’ve bit the odds together
I’m glad we didn’t listen
Look at what we would be missin
They said, “I bet they’ll never make it”
But just look at us holding on
We’re still together still going strong
(You’re still the one)
You’re still the one I run to
The one that I belong to
You’re still the one I want for life
(You’re still the one)
You’re still the one that I love
The only one I dream of
You’re still the one I kiss good night
(You’re still the one)
You’re still the one I run to
The one that I belong to
You’re still the one I want for life
(You’re still the one)
You’re still the one that I love
The only one I dream of
You’re still the one I kiss good night
I’m so glad we made it
Look how far we’ve come my baby…..

શનાઇયા ટ્વેઇનના આ ગીતમાં દરેક પ્રેમી અનુભવે એવી તીવ્ર લાગણીઓ છે.એક વ્યક્તિ માટે બધું ત્યજી દેવાની ઇચ્છા અમથી ન થાય.એમાંય પ્રેમીજન નજરોથી દૂર હોય અને ઠંડા પવન સાથે ચન્દ્ર હાઇડ એંડ સીક રમતો હોય ત્યારે સાલી રાત પણ બોઝિલ અને બોરિંગ લાગે.નો મોર રનિંગ અરાઉંડ સ્પિનિંગ માય વ્હિલ્સ…યુ આર ધ રિઝન….ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ….જ્યારે પણ વાત વિરહની આવે ત્યારે ગમગીન મોઢા પર અષાઢના કાળાધબ્બ વાદળો ઉમટેલા લાગે.જાણે વરસાદ વગર ચાતકનો બેસી ગયેલો સાદ…

ટાયટેનિકનું ઇંસ્ટ્રુમેંટલ મ્યુઝિક એટલે જ કસદાર લાગે છે.વિલિયમ હોર્નર એક જ ટ્યુન પર અલગ અલગ વાધ્યોનું વૈવિધ્ય આટલી વર્સેટાઇલ રીતે સર્જી શક્યો એ પણ એક આશ્ચર્ય જ છે મારા માટે…પ્રેમને સમજવો જેટલો સહેલો છે એટલો જ અઘરો છે એને નિભાવી શકવો.એનું કામકાજ સિમ્ફની જેવું છે.દરેક પોતાનું જાળવીને એક મુખ્ય વાત કે સુરને અનુસરે એટલે ડીવાઇન રીધમ મન અને જીવનમાં હીલોળા લેવા લાગે.કદાચ આ રીધમથી વિમુખ થવું એને જ તો મ્રુત્યુ નહીં કહેવાતું હોય ને?

વસ્તુ એ છે કે વિરહ કાયમી કે કામચલાઉ હોતો જ નથી.પ્રેમ હોય કે રોગ-દર્દ તો હશે જ એની ગેરંટી છે.તડપ તડપ કે ઇસ દિલ મેં કૌન સી આહ નિકલતી હૈ?મિસ યુ લાઇક હેલ…એકાદ ગમતું ગીત કાને પડ્યું તો લાગે કે જાણે દિલે ધડકવાનું બંધ કરી નાખ્યું.વગર ઇજાએ થતું દર્દ કદાચ પ્રેમની અધુરપમાં જ હોતું હશે.ત્યારે એમ લાગે કે દુનિયા કંઇ સમજતી નથી ને મારે કેમ ખેંચાયા કરીને બધાને ખુશ રાખવાના?મારી ખુશી જેમાં છે એ તો નજરોથી દૂર બેઠો છે/બેઠી છે.ત્યારે પ્રિયજનનો સાથ જાણે ઓક્સિજન કરતાંય વધુ જરૂરી લાગતો હોય છે.એમાંય જો જમાનાના ક્રુર અને જાલિમ દંભીપણાને લીધે હસતા મોઢે કામ કરવાનો વારો આવે એટલે ઔર ટોક્સિક ભેળવેલું દર્દ હ્રદયમાં વહેવા લાગે.

આનો કોઇ ઇલાજ જ નથી.તડપ્યા કરો ને જીવે રાખો.જરૂરી છે ધીરજ.સૌ સારા વાના થશે એવો વિશ્વાસ રાખવો કેમકે તમે જ ધીરજ ગુમાવશો તો સામેના પાત્રની હિંમત પણ તુટી જશે.એ પણ આખરે તો પ્રેમી જ છે.વધારે પડતી ઝંખના ક્યારેક પાગલપનનું કારણ બને છે.રાહ જોવાનું નક્કી જ હોય તો ઉર્મિલા કે રાધાનું સ્મરણ કરો.એમણે તો કેટલીય પળો દર્દ-તડપ-સૂનકાર-વાસંતી વાયરા-હૈયામાં આહ જગાવતો અષાઢ આ બધાંયની સાથે કાઢેલી છે.અને તોય ધીરજ જાળવી જ ને? કોઇને દોષ આપવાથી કે નસીબને ગાળ દેવાથી પરિસ્થિતી સુધરતી નથી.જગતમાં નામ કરી ગયેલા એકેય પ્રેમીઓ પોતાનો પ્રેમ માણી શકવા જીવતા રહ્યા નથી.તમે એટલા તો નસીબદાર ખરા જ ને?

જ્યારે મળો ત્યારે એકેએક સેકંડને શરીરમાં વહેતા ન્યુરોન્સના સંદેશા જેટલી ઝડપથી જીવંત કરી નાંખો.દર્દ ત્યારે બાજુ પર રાખો અને સામેની વ્યક્તિને મનભરીને નિરખ્યા કરો.કેમકે પછી તો એ સેવ કરેલી ઇમેજ જ યાદોમાં કામ આવવાની છે.અને યાદ આવશે હાથના મજબૂત અંકોડા,જેમાંથી ક્યારેય નિકળવાનું મન ન થાય એવી ઇંતઝારી આંખો,દુનિયા આખી ભુલાવી દે એવો હુંફાળો સ્પર્શ અને મનમાં ઉમડતી એ પળને ત્યાં જ રોકી દેવાની ખળભળાવી નાંખતી ઇચ્છા…

પણ ઘણાને ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે.માં-બાપની અનિચ્છા,મળી ન શકવાનું દુ:ખ,કાયમ માટે પેરેંટ્સની ઘસીને પાડી દેવાતી ના,2 ફેમિલીઓની વર્ષો જુની મિસ-અંડરસ્ટેંડીંગ,મિત્રો-સગા-વહાલાના પ્રોબ્લેમ્સ,જ્ઞાતીના નામે થતા ભંકસ દેખાડાઓ…ઉફ્ફ…..હવે વધારે નથી લખાતું…એક જ વાત….મિસ યુ મિસ યુ એન્ડ ઓન્લી મિસિંગ યુ….ઓલ્વેઝ……

એક પત્ર – નાનીને નામ…


ડિયર નાની,

હા, હું હવે બોલતો અને લખતો થઇ ગયો છું.તમારી પણ એ જ ઇચ્છા હતી ને કે મને બોલતો સાંભળવો?કદાચ આ તમે વાંચી શકો..કમનસીબે, જીભ સિવાઇ ગઇ છે.આજે મને અને ઘરના બધાને તમારા સાથની જરૂર છે.એવા ઘણા રિલેશન તુટવા પર છે જે માત્ર તમારી જ હાજરીથી ફરી પાછા મહેકી શકે છે.આટલા વહેલા જવાની જરૂર જ નહોતી તમારે..હજી મારે ભગ્વદગીતાનો વિષાદયોગ અને જ્ઞાનયોગ શીખવાના બાકી હતા ત્યાં જ તમે જતા રહ્યા?એમ ન વિચાર્યું કે એ વગર આ હર્ષ કેમ ખુશ રહેશે કે રાખશે?તમારી ગેરહાજરી અત્યારે સૌથી વધુ કેમ સાલે છે એ ખબર છે?તમારો આ લાડકો અત્યારે મુંઝાયો છે કે કોને સમજાવવા-એને કે જે મારા પોતાના છે?કે એને જેને સત્યની પરખ નથી?સાથ બહેનનો દેવો કે મમ્મીનો એ જ ખબર પડ્તી નથી કેમકે બેય સાચા છે.બેય પોતાના બાળપણમાં અતિશય સંઘર્ષ વેઠીને આગળ આવ્યા છે.

માં વગર તો મામા કેમ જીવતા હશે એ પણ મને નથી ખબર…હા-તમારી ભાવતી સાકરટેટી તમારા ગયા પછી એ ત્યજી ચુક્યા છે.તમારો વહાલો હાદુ આજે નાના ના નામને સાર્થક કરીને ડોક્ટર બન્યો છે અને તમારી પ્રતિક્રુતિ જેવી કુકી અને કકુ બેય તમારા અણમોલ સંસ્કાર-વારસાના પ્રતિનીધિઓ બની ચુક્યા છે.

તમે જ શિખવ્યું છે ને કે કોઇ પરનો ઉપકાર યાદ ન રાખવો ને કોઇએ આપેલા દુ:ખ પ્રભુની પ્રસાદી માનીને લઇ લેવા?આજે જ્યારે આપણા સંઘર્ષના દિવસો મમ્મી યાદ કરે છે ત્યારે એને જેટલા આંસુ આવે છે એટલા જ હુંય વહાવું છું.પણ પછી મનને કાઠું કરી લઉં છું કે હું ખળભળીશ તો આ બધાને કોણ હિંમત બંધાવશે?આજે જ્યારે મમ્મી હાદુ-કુકી કે બીજા તમામ ભાંડરડાઓની ચિંતામાં રાતોની રાતો ઉંઘતી નથી ત્યારે ચુપચાપ કાઢેલા એના ડુસકા હું સાંભળું છું અને તરફડું છું…કેમ ભગવાને આવી સજા આપી અમને?કે પછી જેમ એક પંખી એના બચ્ચાઓને ઉડતા શિખાય એ માટે માળામાંથી નીચે ફેંકી દે એમ તમે પણ અચાનક અમને મુકીને ભરઉંઘમાં ચાલી નીકળ્યા!!!ઇવન તમે એ પણ ન જોયું કે નાનાજી તમારા વગર કેટલા પાંગળા બની ગયા અને છેવટે એ પણ….
ભાગવતાચાર્ય પિતાનો વારસો તમે જીવી બતાવ્યો છે અને અમે એ જોયો…આજે દુનિયા અમને બધા ભાંડરડાઓને એક્જૂટ જુએ છે એ તમારા જ ઉછેરનું પરિણામ છે.આજે લેપટોપ તો છે પણ મન જ્યાં હળવું થઇને છુટ્ટા મોં એ રડવાની ઇચ્છા કરે છે એવો “ખોળો(લેપ)” નથી.સંબંધોમાં આવતા તનાવને હળવા કરી વ્યવહારૂં ઉકેલ લાવે એવી કોઠાસુઝ નથી.વહુ-દિકરીઓને “તું ચિંતા ન કરતી-હું બેઠી છું” એવું કહેનાર વિરાટ વ્યક્તિત્વ નથી.હરી-એવું લાડભર્યુ ક્રુષ્ણનું નામ આપતી વખતે જ તમે કદાચ મને તમારી ક્રુષ્ણભક્તિની ભેટ આપી જેનું મુલ્ય જિંદગીના દરેક ક્ષણે સમજાતું જાય છે.હવે સમજાય છે કે હું જેને ક્રુષ્ણની પ્રેરણા સમજતો જતો એ તમારા આપેલા વારસારૂપે મળેલી પ્રસાદી છે.કદાચ એટલે જ મારો જન્મ ક્રુષ્ણની જેમ બધાની અપેક્ષાઓ વિરૂધ્ધ થયો હતો.જેને તમે ઓળખી ગયા.

મામાની જોબ ગઇ એ વખતે જ પોતાનાઓએ સાથ છોડ્યો ત્યારે દર્દ તો તમનેય થયું જ હશે ને?કઇ માં દિકરાને ઘેર બેઠેલો જોઇ શકે?આજે ઘણા પ્રષ્નોના જવાબ અધુરા છે.તમારા વગર એ નહીં ઉકલે.તમારા દરેક વહાલાઓ આજે તમારી ગેરહાજરી હોવા છતાંય મામાને ત્યાં જ ભેગા થાય છે ને તમારી આત્મારૂપી એ ઘરમાં રાહત અનુભવે છે.મામા-મામી,હાદુ-કુકી,માસી,બધાંય મને અને તમારી દિકીને દિલ દઇને સાચવે છે,મોસાળ ખરા અર્થમાં માણું છું…પણ,આજે તોય કશુંક ખુટે છે…પ્લિઝ નાની, ફોટામાંથી બહાર આવી જાવ….હવે હું ટુંકો પડું છુ…તાકાત-પ્રાર્થનાઓ-સત્યનું બળ ખુટવા આવ્યું છે…આઇ નીડ યુ…મમ્મી-મામા-માસી ઓલ નીડ યુ….

લિ.તમારો હરી….

ડર ડેન્ગ્યુનો ને મજા માંદગીની

"પ્લેટેલેટ કાઉન્ટ બહુ ઓછા છે.બહારથી આપવા પડશે."-અમારો ફેમીલી ડોક્ટર ઉવાચ.
ડોકટરી બેક્ગ્રાઉન્ડ હોવાને લીધે એટલી ખબર છે કે આ સારી નિશાની નથી.દોઢ લાખ નોર્મલ સંખ્યા છે અને મારા કેસમાં ૩૦૦૦૦ જ હતા.
ઘરમાં અફરાતફરીનો માહોલ હતો,અને હું આ બધું સાક્ષીભાવ રાખીને જોતો હતો.મોસંબીના જ્યુસ,દવાઓ અને ગામ આખાની સલાહો ફેકાયા કરતી હતી.દર બે દિવસે ટેસ્ટ થતો હતોને કાઉન્ટ ઘટે જતા હતા.મમ્મી અને પપ્પા ફૂલ ટેન્શનમાં હતા કે ક્યાંક આને દાખલ ન કરવો પડે!!!પણ પછી ડેન્ગ્યું જાહેર થયો ને મને હાશ થઇ.દિવસભર આરામ અને ઉપરથી એન્ટીબાયોટીક...બે જ દિવસમાં તાવ નોર્મલ થઇ ગયો અને કાઉન્ટ પણ નોર્મલ થઇ ગયા.પણ સાલું એ જાહેર થયું ત્યાં સુધીનો તબક્કો ત્રાસદાયક બની ગયો.104 ડીગ્રી તાવ રમતા રમતા આંટા મારતો હતો ને નબળાઈ સંતાકુકડી રમતી હતી.
ઉભા થવાનું જાણે દેવતાઓને પ્રેમ હોય એમ દોય્હલું થઇ ગયું હતું.પગ અડવડીયા મારે અને માથું વગર નશા એ ઘૂમે.ડોક્ટરને એમ કે ટાયફોઈડ હોય તો એકાદ વીકમાં પકડાય ત્યાં સુધી રાહ જોઈએ.પણ વાઈરસ બેવફા નીકળ્યો ને ડેન્ગ્યું એ દેખા દીધી.એમાં બિચારાની મહેનત પાણીમાં ગઈ.જગત આખા એ સલાહો આપી કે આમ ખવડાવો ને તેમ પીવડાવો.હું તોય ન જ માન્યો કે આમ પીવું ને તેમ પીવું.મોસંબી એકમાત્ર સાથી બની રહી ને હું એને કોઈ નાજુક સુંદરીના હોઠની જેમ હોઠે વળગાડી રહ્યો હતો.અંતે હવે તાવ નોર્મલ બની ગયો છે ને તોય હું મોસંબી ને મુકવા તૈયાર નથી.જેણે મને મારા કપરા સમયમાં પ્રેમ આપ્યો એને હું કેમ મૂકી દઉં?
પણ એક વાત ન ભૂલાય કે બીમારી કોઈ પણ હોય,આરામ જરૂરી છે.મૌજ કરો,આરામ કરો ને બીમારી ને માણો.તાવ-તરિયો આવ્યા કરે આ ઋતુમાં.એટલે છાસ અને એવા ઠંડા પીણાં પીવો.એન્જોય સમર વિથ ફીવર.