આ લખાણ યુથ ફેસ્ટીવલ માટે લખાયું હતું પણ ભજવી ન શકાયું...એટલે અહી આપ સૌ સાથે શેર કરું છું...મોનો એક્ટિંગ માટે લખાઈ છે એટલે જો કોઈને ભજવવી હોય તો એ સ્વરૂપે ભજવી શકાશે.બસ,મને જાણ કરજો એટલે હુંય ફૂલાઉ..હેહે...પેશ છે મોનો-એક્ટિંગ...
બહેતી હવા સા થા વો...ઉડતી પતંગ સા થા વો...
ખબર છે કે હું સારું ગાઉં છું મિત્રો.મારા ગામડે પણ બધા મને આમ જ કહેતા.પણ,મારી ગરીબી મારી ગાયકીને આડે આવી ગઈ.તોય મેં હિંમત હાર્યા વગર બધે ઓડીશન આપ્યા.સારા નસીબે સિલેક્ટ પણ થયો.ટોપ ટેનમાં પહોંચ્યો.પણ મને એ નહોતી ખબર કે હું મારી ટેલેન્ટના જોરે નહિ,મારી ગરીબીને લીધે આગળ કરવામાં આવી રહ્યો હતો.મીડિયા અને રીઆલીટી શો એ મારી ગરીબીનું માર્કેટિંગ કરી કરીને મને મત અપાવ્યા.હું જીત્યો,મને સૌથી વધુ SMS મળ્યા એવું જાહેર થયું.મને થયું હાશ !!મારી સવાલ બનેલી જિંદગી નો જવાબ હતો આ રીઆલીટી શો,જેમાં હું જીત્યો.એવી પણ જાહેરાત થઇ કે મને બે કરોડનો કોન્ટ્રાક્ટ મળશે.પણ,જેવો આ ઝળહળાટ ઓસર્યો કે તરત ગુમનામીના અંધારાએ મારી આજુબાજુ ભરડો લેવા માંડ્યો, જેની મને ખબર જ ન રહી.જે જજીસે ઓડીશન વખતે અને અલગ અલગ રાઉન્ડ્સ વખતે પેટભરીને તારીફ કરેલી,એ જ જજીસ; જેમણે મને ઓન-કેમેરા કહ્યું હતું કે આ શો પત્યા પછી તું સ્ટુડીઓમાં આવે છે.... એમણે શો પત્યા પછી મને એકવાર પણ નથી કહ્યું,નથી એપોઇન્ટમેન્ટ આપી.સ્ટુડીઓ ગયો તો ચોખ્ખું સંભળાવી દીધું કે તારા જેવા ઘણા છે લાઈનમાં ભાઈ,ચાલતી પકડો ગામડે.કહેતો હોય તો પૈસા આપું.હું કલાકાર હતો,કોમર્શીયલ પણ હતો,પણ કલાનું આવું સ્તર મને વેરણછેરણ કરી ગયું.પૈસા અને છેડા,આ બે વગર ટેલેન્ટ નક્કામી છે સાહેબ,તદ્દન નક્કામી.પાંગળી બની જતી ટેલેન્ટ ત્યારે જાતને કોરી ખાય છે જાતને.ગુસ્સો આવે છે આવી લાચારી પર,આ વર્ચ્યુઅલ જીત પર,આવા બે-મોઢાળાઓ પર...તોય મેં હિંમત હાર્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા.બધેથી નિષ્ફળતા મળી.થાકીને શોની ઇનામી રકમ માંગવા ગયો તો ત્યાં પણ સાવ મોરલ ભાંગી દે એવી રકમ મળી.ઘરે જવા માટેની ટીકીટના પૈસા પણ ધીમે ધીમે ખૂટવા લાગ્યા.રોજ સવારે ઉઠીને અરીસામાં જોતો ત્યારે મને શોનો વિનર નહિ,સંજોગો એ પછાડેલો લુઝર દેખાતો.લાચારીનું સ્થાન ગુસ્સાએ લીધું.એને શાંત કરવા માટે વ્યસનનો સહારો લીધો.જે અવાજે જીતાડ્યો એને જ મેં બેફામ રીતે તહસનહસ કરવાનું શરુ કર્યું.ચારેબાજુથી ઉધારી,લાચારી,હતાશાએ હુમલો કર્યો.બધા પોતાનો પોતાનો કરીને મને દુર કરતા ગયા.ફરીવાર હું ગરીબ બની ગયો.પેલો એવોર્ડ,જેને રોજ હું સાથે લઈને સુતો એને વેચીને તો મેં ઝેર ખરીદ્યું.અને સાચું માનશો સાહેબ?એમાં પણ પૈસા ઉધાર લેવા પડ્યા.બોટલ ગટગટાવતા ગટગટાવતા પેલું ઝેર જાણે પેલી આભાસી સફળતાને ખેરવી રહ્યું હતું.મારી જે આંખો પેલી લાઈટ્સથી અંજાઈ ગઈ હતી એ જ આંખોની રોશની પણ મારી જિંદગીની જેમ બેવફા થવા લાગી.જે પેટનો ખાડો પુરવા મેં આકાશ ઉપર છલાંગ મારવાની ટ્રાય કરી,એ જ પેટમાં કાળી બળતરા ઉપડી.અને મૌત ત્યારે મને જિંદગી કરતા વધુ સારી લાગી.એને ગાઢ આલિંગન કરવું મને ગમી રહ્યું હતું અને થોડી જ પળમાં મેં આ નઘરોળ અને કુત્તી દુનિયા છોડી દીધી.મિત્રો, ભલે હું ઝળહળા અજવાળાની પાછળના અંધારાને ન પારખી શક્યો,પણ આ રસ્તો એટલો સહેલો નથી.એ પારાવાર કાંટા અને ખાડાઓથી ભરેલો છે.હવે મારું ઘર મને યાદ આવે છે.મેં આ શું કર્યું?કેમ કર્યું?જવાબ મને નથી સૂઝતો...તમને સુઝે છે?
:D thanks... re....
ReplyDeletemast hp....... its really touchable i like it...the reality behind stage...
ReplyDelete