ક્યારેક એમ થાય કે શું લખું ને શું ન લખું?ઘણું ઘુમરાય છે મગજમાં.પણ,આખરે સ્ટાર્ટ કરી જ દીધું.હા તો મૂળ વાત એ છે કે હમણાં હમણાં હું જરા બરછટ બોલકો થવા લાગ્યો છું.આ ચેન્જ કેમ આવ્યો છે એ મને પોતાને ખબર નથી.કદાચ બક્ષીબાબુની "લવ અને મૃત્યુ" વાંચી એનું આ પરિણામ હોઈ શકે.હમણાં ગાળો પણ બહુ બોલાય છે.જ્ઞાતિને તો ભાંડવામાં બાકી નથી રાખ્યું મેં.દાંત ભીંસીને અને કચકચાવીને ગાળો આપી રહ્યો છું...સમાજના દંભીપણાને,સરકારની અક્કલ વગરની[જોયું?અહિયાં પણ ગાળો ચાલુ થઇ ગઈ...હા હા હા] નીતિઓને અને વગેરે વગેરે...
કદાચ વધુને વધુ વાર થઇ રહેલા ઇન્ટરએક્શનનો આ પ્રતાપ છે.અને સોશિયલ નેટવર્કિંગ સિવાય આટલું ઊંડું પ્રત્યાયન થાય નહિ એવું અંગતપણે માનું છું.બ્લોગ,કોમ્યુનીટી,પોસ્ટ,રીપોર્ટ એબ્યુઝ...આવા બધા શબ્દો 5 વર્ષ પહેલા નહોતા જાણીતા.અને હવે?ચણા-મમરા કરતા કે કોઈ એડલ્ટ જોક કરતાંય વધુ ઝડપે ફેલાઈ ગયા છે.અહિયાં માહિતી જ મળી એવું નથી,મારી કરતાંય વધુ જ્ઞાની,બેફીકર અને જિંદગીને ખરા અર્થમાં માણી જાણતા દિલદાર દોસ્તો મળ્યા છે.BHUMS ના નામે ઓળખાતા મસ્તીખોર મેડમ,RA ના નામે પ્રખ્યાત [કે કુખ્યાત!!] રજનીબાબા,નામ મુજબના ગૂણ ધરાવતી AK,કાનુડા જેવી તોફાની અને નટખટ KP,ડોક્ટર કરતા દર્દી વધારે લાગે એવી ડો.દિપલ,ઉમરમાં એક વર્ષ જ મોટા પણ જ્ઞાન અને રીડીંગમાં ઘણા મોટા એવા ભાવિનભાઈ,ડોક્ટર જ હોવા છતાંય મવાલી અને ઈન્ટેલીજન્ટ એવો મૌલિક બેલાણી...આટલા તો રોજના અથડાતા નામો છે.
આજે જ્ઞાન જેટલું મેળવ્યું છે અને એ પણ ઘેર બેઠા બેઠા,તો એ આ મિત્રોના જ પ્રતાપે.બક્ષીબાબુને અહી જ જાણ્યા અને માણ્યા,ઉમરના ભેદ ક્યાય નડ્યા જ નથી તો એ પણ અહિયાં,જેની જોડે વાત કરીને તમારો મૂડ ફરી પાછો ટકાટક થઇ જાય,જેની સાથે ગાળો એ પાણીના પાઉચની જેમ વહેચી શકાય એ પણ આ જ વાતાવરણમાં,સિદ્ધહસ્ત લેખકોને ફ્રેન્ડ લીસ્ટમાં જોઇને જેમ એક જાતનો રોમાંચ અનુભવાય એવું એમના લેખ વાંચીને પણ અનુભવાય.મોબાઈલમાં કોલમિસ્ટનો નંબર હોય તો જાણે આપડેય મોટા કોન્ટેકવાળા એવું ફિલ થવા માંડે!! આ બધાય નિ:સ્વાર્થપણે જ્ઞાન વહેચે છે.કેમકે મિત્રતા એવી છે.આજે જયારે ઓરકુટ પરના ક્રાઈમ વિષે જાણવા મળે છે ત્યારે એમ થાય છે કે મનની વૃત્તિ મહત્વની છે.બાકી મેં તો અહિયાં જ નવો અવતાર લીધો.આ પહેલા મારી લાઈફ ઘણી એટલે ઘણી નેગેટીવ હતી.મિત્રો રૂબરૂમાં મળે કે નેટ પર,મિત્રતા એવી જ હોય છે.પારદર્શક અને ગાઢ.પછી એક ગાંધીધામ હોય અને એક સુરત હોય તોય અંતરના માપ સાવ પીઘળતી ચોકલેટની જેમ ઓસરી ગયેલા લાગ્યા છે.
આનું એકમાત્ર કારણ આ તમામ મિત્રોની સહ્રદયતા છે.આજે સોંગ જોઈતું હોય તો હક કરીને પણ દિપલ પાસે મંગાય છે,રજનીભાઈને નવી નવી રીતોથી મજાક કરાય છે,OFP માં KP શું વિચારશે એ જાણ્યા વગર જ પોસ્ટ મુકાય છે,MATLAB હોય કે બ્લોગ,ભૂમિકા મેમ હંમેશા હાજરાહજૂર હોય છે-એમના સ્પેશીયલ વર્ડ્સના વઘાર સાથે,MBA હોય કે રીલેશનશીપ્સ,AK નું નિરિક્ષણ દાદ માંગી લે એવું હોય છે...વસ્તુ આ છે.દરેક નવી ટેકનોલોજીનો ઉપયોગ હંમેશા ખરાબ કે સારો હોતો જ નથી.બસ,સંગત જ અસર કરે છે દરેક જગ્યા એ.
આ તમામ મિત્રોને કાઈ થેન્ક્સની જરૂર છે જ નહિ.પણ હા,આજે જે હર્ષ પંડ્યા અહિયાં બ્લોગ અપડેટ કરી રહ્યો છે એમાં આ બધાનો ફાળો ગણાવી ન શકાય એટલો છે.ખરેખર યારો,તમે બધા એ જિંદગી બદલી નાખી મારી...થેન્ક્સ...મારી પહેચાન મારી સાથે જ કરાવવા બદલ....
pagal.... :P
ReplyDeleteતે મારા નામની જોડણી ખોટી લખી છે...દીપલ છે સાચી જોડણી
ReplyDelete.... :P
are chale yar...bhavnao ko samjo...hiihih
ReplyDeleteits more like knowing yourself rather than revealing....!
ReplyDeleteહમણાં ગાળો પણ બહુ બોલાય છે
ReplyDelete---
હમણાં ? સાલ્લા હુ તને જ્યારથી ઓળખૂ છુ ત્યારથી મે તારા દર ૬ શબ્દોએ ૧ ગાળ જોઈ છે...
જવાદે ચલ...
હુ તો નથી લખી શકતો પણ તારી લેખન પ્રવ્રુતી વિકસતી જોઈને ખુબ જ આનન્દ થાય છે... આમ જ લખતો રહે અને આવી જ જીન્દગી જીવતો રે...
તને લાઈફ મા આવા દોસ્તોની ક્યારેય કમી ના આવે...મુઆઆહ્હ્હ્હ્હ્હ્હ
All d Best!!!!!
કાનુડા જેવી તોફાની અને નટખટ KP
ReplyDeletelolz....aavune?? bas ne?? thik chhe...joi laishu...
BTW 10q to u too...god bless u my dear..
ખુદના વખાણ તો ખુદાને ય ગમે તો પછી ભગવાન રજની-શ તો ખુશ થાય જ ને? ;)
ReplyDeleteઆવી બધી જગ્યાએ મારા વિશે સારૂ સારૂ વાંચીને હા..શ થાય છે કે યાર હજી દુનિયા આપણને "ઓળખતી" નથી એટલે "ભક્તિ" ચાલશે .. વાંધો નથી! ;)
ઑલ ધી બેસ્ટ
વાહ, ચાલુ રાખો, શુભકામનાઓ.
ReplyDeleteharsh!
ReplyDeletekhubj hradysparshi post!
really because of internet and virtual world.. world is so beautiful!
i ma also a lot happy to have u as friend! friend for lifetime!
ડોક્ટર જ હોવા છતાંય મવાલી અને ઈન્ટેલીજન્ટ એવો મૌલિક બેલાણી.
ReplyDelete------------
he he..alladgiri only wid franz(not in front of patients..bhavishya no dhandho bhangi jay)...sambhaly 6 beautyfu; galz pan taro blog vanche 6....to next time vadhu saru lakhaje(mara vishe....shabdo hu udhar aapish)...
by d way i must thank RATHOD pav gathiyavala...
+1 @ Bhavin - this kind of innocence is rare to find in blogs.. keep venting out creative steam on the blogosphere \,,/
ReplyDeletei have to say i totally relate to this post. sometimes i read my own posts in jv community and realize how intense the changes have been in my self over the years i spent chatting, abusing, arguing and more than anything "learning" in that place. :)
ReplyDelete