Wednesday, May 5, 2010

ડર ડેન્ગ્યુનો ને મજા માંદગીની

"પ્લેટેલેટ કાઉન્ટ બહુ ઓછા છે.બહારથી આપવા પડશે."-અમારો ફેમીલી ડોક્ટર ઉવાચ.
ડોકટરી બેક્ગ્રાઉન્ડ હોવાને લીધે એટલી ખબર છે કે આ સારી નિશાની નથી.દોઢ લાખ નોર્મલ સંખ્યા છે અને મારા કેસમાં ૩૦૦૦૦ જ હતા.
ઘરમાં અફરાતફરીનો માહોલ હતો,અને હું આ બધું સાક્ષીભાવ રાખીને જોતો હતો.મોસંબીના જ્યુસ,દવાઓ અને ગામ આખાની સલાહો ફેકાયા કરતી હતી.દર બે દિવસે ટેસ્ટ થતો હતોને કાઉન્ટ ઘટે જતા હતા.મમ્મી અને પપ્પા ફૂલ ટેન્શનમાં હતા કે ક્યાંક આને દાખલ ન કરવો પડે!!!પણ પછી ડેન્ગ્યું જાહેર થયો ને મને હાશ થઇ.દિવસભર આરામ અને ઉપરથી એન્ટીબાયોટીક...બે જ દિવસમાં તાવ નોર્મલ થઇ ગયો અને કાઉન્ટ પણ નોર્મલ થઇ ગયા.પણ સાલું એ જાહેર થયું ત્યાં સુધીનો તબક્કો ત્રાસદાયક બની ગયો.104 ડીગ્રી તાવ રમતા રમતા આંટા મારતો હતો ને નબળાઈ સંતાકુકડી રમતી હતી.
ઉભા થવાનું જાણે દેવતાઓને પ્રેમ હોય એમ દોય્હલું થઇ ગયું હતું.પગ અડવડીયા મારે અને માથું વગર નશા એ ઘૂમે.ડોક્ટરને એમ કે ટાયફોઈડ હોય તો એકાદ વીકમાં પકડાય ત્યાં સુધી રાહ જોઈએ.પણ વાઈરસ બેવફા નીકળ્યો ને ડેન્ગ્યું એ દેખા દીધી.એમાં બિચારાની મહેનત પાણીમાં ગઈ.જગત આખા એ સલાહો આપી કે આમ ખવડાવો ને તેમ પીવડાવો.હું તોય ન જ માન્યો કે આમ પીવું ને તેમ પીવું.મોસંબી એકમાત્ર સાથી બની રહી ને હું એને કોઈ નાજુક સુંદરીના હોઠની જેમ હોઠે વળગાડી રહ્યો હતો.અંતે હવે તાવ નોર્મલ બની ગયો છે ને તોય હું મોસંબી ને મુકવા તૈયાર નથી.જેણે મને મારા કપરા સમયમાં પ્રેમ આપ્યો એને હું કેમ મૂકી દઉં?
પણ એક વાત ન ભૂલાય કે બીમારી કોઈ પણ હોય,આરામ જરૂરી છે.મૌજ કરો,આરામ કરો ને બીમારી ને માણો.તાવ-તરિયો આવ્યા કરે આ ઋતુમાં.એટલે છાસ અને એવા ઠંડા પીણાં પીવો.એન્જોય સમર વિથ ફીવર.

4 comments:

  1. હર્ષ, આ બાબત નો તો મને પણ પૂરો અનુભવ છે, ૭ વર્ષનો હતો ત્યારે ડોકટરે ૧૫ દિવસ મેલેરિયા ની સારવાર કરી અને પછી પકડાયું કે આ તો મારો વાલીડો ટાઈફોઈડ છે !
    કાઉન્ટસ ૩૦૦૦ આસપાસ પંહોચી ગયેલા એવું બધા કહેતા...

    ખેર, આ વર્ડપ્રેસ ને છોડી ને બ્લોગસ્પોટ ની આંગળી કાં ઝાલી ? જે હોય તો પણ હંમેશ ની જેમ અફલાતૂન નિબંધ ! અને નવા બ્લોગ નો લૂક પણ ઝક્કાસ છે.

    ReplyDelete
  2. wah bhura...

    mandagi ne pan te sabdo ma utari lidhi...

    teto mane khali dengue nu j kidhu tu.. plate rate ni to vat j nnoti kidhi... but now... GET WELL SOON..

    haji ghana badhani .. ...... baki 6.[:)]

    ReplyDelete
  3. wah wah..........shu vat che??????

    Mandgi ma pan majja???????

    good good............

    ReplyDelete