અત્યારે ચાલુ વરસાદે વાછટ ના હળવા થપ્પડો ખાતા ખાતા આ લખી રહ્યો છું.મોન્સુન,વર્ષા,વરસાદ,મેહુલો,મેઘરાજા,મેઘા..ઓહોહો કેટલા બધા નામ છે આ રેઇનના...!!!વર્ષા-વિજ્ઞાનની અઘરી ટર્મ્સમાં નથી પડવું કે નથી દાળવડા,ભજીયા,ગોટાની ખાઉધરી ગલીમાં ફરવું.આપણે તો બસ કંઈક શેર કરવું છે જે આ પહેલા ક્યારેય નથી અનુભવ્યું.એ છે ધરતી આકાશનો દિલફાડ અને તસતસતો પ્રેમ.વરસાદ તો મારી દ્રષ્ટીએ ધરતીને આકાશે કરેલું સરાજાહેર ચુંબન છે.પવન વાતો હોય તો એ બધાને સમાચાર આપવા કે જુઓ,અમે તો નવાનક્કોર ચુંબનના ખબરી છીએ.આપણા સમાજમાં પણ આવા પવનો બહુ વાય છે.
ધરતીને સ્ત્રી સાથે એટલે સરખાવી છે કે સ્ત્રીને પણ પેશનેટ પ્રેમ ગમતો હોય છે.ધરતી વરસાદ પડતા જ જેમ લીલીછમ થઇ જાય છે એમ સ્ત્રી પણ ગમતીલા પ્રેમની અસરથી થનગનતી બની જાય છે.એને જરૂર કેટલી હોય છે આખરે?એકાદ કિસ,ગાલ પર એકાદ હળવી ટપલી અને ધોધમાર પ્રેમ....અને તેમ છતાય પુરુષને એની આટલી જરૂરિયાત પૂરી કરવી એ હિમાલય જેટલું મોટું અને અઘરું કામ લાગતું હોય છે.કેમકે પુરુષ લાગણીથી નહિ,લોજીકથી વિચારે-વર્તે છે.જયારે સ્ત્રી લાગણીના સ્વીન્ગ્સમાં જીવે છે.
વરસાદ એ ચિન્હ છે પ્રેમમાં પણ વરસી જવાનું.એ સિગ્નલ આપે છે કે જો તમે પ્રેમમાં એકની એક વાતોથી કંટાળ્યા હો તો જરા એક નજર વરસાદ પર નાખીને ફરી વાતમાં એને મુકો.વરસાદ એ જાદુઈ દવા છે પ્રેમને રીફ્રેશ કરવા માટે,પ્રેમીને રીફ્રેશ કરવા માટે.અને યુવા હૈયાઓ જ આનો લાભ લઇ શકે એવું નથી.પરણેલાઓને તો તરોતાજા થઇ જવાય એવી આ ઋતુ છે.રીમઝીમ વરસાદમાં એકાદ વોક અથવા એકાદ લોંગ ડ્રાઈવ પુરતી છે પ્રેમ ઉજાગર કરવા માટે.ભીની બુંદો મન અને દિલ બેયને ભીંજવતા હોય ત્યારે પ્રિયજનના હુંફાળો સ્પર્શથી ગમે તે ઉમરમાં પણ પ્રેમનો મારુત સુસવાટા લાવી દે....
Monsoon wishes for u = Enjoy monsoon wit partner soon...
એકદમ રોમાન્ટિક ને તાઝા પોસ્ટ!
ReplyDeleteએમ પણ વરસાદ માં નોકરી કરવી અઘરી ને એમાં હર્ષ તું આમ ધોધમાર ભીંજાઈ જવાય એવી પોસ્ટ લખે તે કેમ ચાલે?
ખુબ મઝા આવી!
Liked it sply. 2nd para. nice description but... though, short enough.
ReplyDeletevery cool emotional rain......very nice......
ReplyDeletelovely dear!!
ReplyDelete2nd para is superb....!!
n tell u 1 thing more aa pyaas jagavi ne tu tarsya muki ne jato re evu lage.....jyare aatlu ochhu lakhe tyaare...
bus ma aavta jata baari kholine varsaad ni vaanchat anubhavta je vicharo aave enu 'tadrash' varnan karyu 6e....(tadrash j bolay evu mane khabar nth....tu sudhari leje....)
damn romantic n its really lovely...
ReplyDeletethis is called a chumbeshwari lekh.. superb... apde vat thai ti tenathi pan vadhu majedar...
ReplyDelete