Camerlengo- Do u biliv in God sir?
Robert - Father, i simply biliv that religion..
Camerlengo- I didn't ask if you believe what man says about God. I asked u if u biliv in God.
Robert- my mind tells me i do'nt undrstand God.
Camerlengo- and your heart?
Robert- tells me i m not meant to. Faith is a gift that i yet to receive.
જાણીતો લાગે છે ને આ સંવાદ?ઈંગ્લીશ મુવીઝ્ના રસિયાઓ અને અઠંગ રીડર્સ માટે આ ડાયલોગ અજાણ્યો નથી.જેને GK વધારવું હોય એ નોંધી લો કે આ ડાયલોગ "એન્જલ્સ એન્ડ ડેમોન્સ "નામની બેસ્ટસેલર નોવેલ અને એ જ નામની બનેલી ટોમ હેન્ક્સની ફિલ્મનો છે.રોબર્ટ એટલે હાર્વર્ડ યુની.નો ભેજું ધરાવતો સિમ્બોલોજીનો પ્રોફેસર રોબર્ટ લેન્ગડન.ફિલ્મ અને નોવેલ,બેય જોવા-વાંચવાલાયક છે એવી પર્સનલ રીમાર્ક છે.મુખ્ય મુદ્દો ફિલ્મ તો નથી જ.,નોવેલ પણ નથી.મુદ્દો છે ગોડનો,એના પર નિર્ભર રહેતા કરોડો લોકોનો,એના અસ્તિત્વને નકારતા ચિંતકો-નાસ્તીકોનો,મંદિરો પર વારે તહેવારે ધક્કામુક્કી કરતા ભાવિકો-શ્રદ્ધાળુઓનો...શું લાગે છે?ડેન બ્રાઉન [એન્જલ્સ એન્ડ ડેમોન્સના રાઈટર] એ ખાલી પૈસા કમાવા માટે જ બુક લખી હશે?કે એનું લખાણ કોઈ ગુઢ,માયાથી સંતાયેલું,ગર્ભિત તત્વ તરફ ઈશારો કરવાનું માધ્યમ છે? ગોડ,ભગવાન,ઈશ્વર,પરમપિતા પરમાત્મા...બહુ બધા નામ છે.પણ કામ?એક જ.બધાય માટે શક્તિના હણહણતા સ્ત્રોત બની જવાનું,આશાનો સંચાર કરવાનો,અંધકારમાં પ્રકાશનું એક કિરણ આપવાનું...ટુંકમાં,લાઈફને ચેતન આપવાનું..ભગત તો પછી થાય છે..હાહા..દરેકને એમ લાગતું હોય છે કે એને ઈશ્વર વિષે સૌથી વધુ ખબર છે,એણે ઈશ્વર વિષે સૌથી વધુ વિચારી લીધું છે.પણ,ત્યાંથી તો એની સંકલ્પનાઓ સ્ટાર્ટ થાય છે.
સદીઓથી માણસને સવાલ થતો આવ્યો છે કે હું કોણ છું?હું કેમ આવો છું?અને એ સવાલે એક સનાતન ખોજ આરંભી.વેદો,ઉપનિષદ વગેરે એ જુદી જુદી વાતો કરીને એક સર્વશક્તિમાન પાવરનાં અસ્તિત્વ વિષે કહ્યું.તોય જગતમાં આ સવાલ હજી ઉભો જ છે કે શું ખરેખર ઈશ્વર છે?નોબડી નોઝ.પણ હા,પુરાવાઓનો પાર નથી એમ તર્કોનો પણ પાર નથી.કોઈ સાળંગપૂરનું ઉદાહરણ આપે તો કોઈ વોલ્કેનિક ઈરપ્શનનું.આખરે ગોડ છે શું?શું એ કોઈ અનલીમીટેડ પાવર્સ વાળો કોઈ માણસ હશે?કે પછી આપણે માણસ છીએ એ પણ એક સપનું છે?સમય પસાર થાય છે કે આપણે દોડીએ છીએ?બધું જ રીલેટીવ છતાય બધુંય તદ્દન અભિન્ન,અળગું.કૈક હાર્મની,કૈક એવું સિંક્રોનાઈઝેશન છે જે આપણા સમયને ગ્લોબલ બનાવે છે,કૈક તો એવું છે જે આપણને એક મોટી ઘટના કે બનાવના સાક્ષી તો કોઈ મહાન કામના આદ્ય પ્રણેતા બનાવે છે.આ બધું લખાયા કરે છે એ શું રીડીંગનો પ્રતાપ છે કે કોઈ અગમ્ય,મિસ્ટીરીઅસ પાવર મારી પાસે લખાવે છે?આ શબ્દો જયારે તમારી આંખો અને તમારા માઈન્ડ સુધી પહોચશે ત્યારે એમાં જે અસર થશે એ કોણ હેન્ડલ કરે છે?કોઈ વક્તા જયારે શબ્દોની માયાજાળ રચીને આપણને મંત્રમુગ્ધ કરે ત્યારે કઈ વસ્તુ આપણને એના તરફ ખેચી રાખે છે?હા,એ છે રહસ્ય.મિસ્ટરી.કૈક છૂપું હોય તો સાલી એના તરફ દોડવાની,એને અનકવર-અનાવૃત્ત કરવાની મજા આવે છે.આ માનવસહજ સ્વભાવછે.કોઈ ગમતી ચુલબુલી ફૂલ ડ્રેસમાં હોય અને વરસાદ આવે ત્યારે ચપોચપ ચોટેલા ડ્રેસને જોવાની મજા એ જ છોકરીને બીકીનીમાં જોવાથી ન આવે.કેમ?ઢંકાયેલું છે એટલે.વાદળોની પાછળ સંતાકુકડી રમતો સુરજ એટલો દઝાડતો નથી કેમકે એ કવર થઇ ચુક્યો છે.ઉઘાડેછોગ કવર થયેલી વસ્તુ જોતી દુનિયા સૂર્યગ્રહણ તૂટે એની નહિ,ડાયમંડ-રીંગ થાય એની રાહ જોતી હોય છે.બંનેની એક અલગ ભાત છે,એક અલગ મિજાજ છે અને એક અલગ સૌન્દર્ય છે.એમ ગોડ અને ડેવિલ અલગ નથી,બેયનું અલગ પાસું છે જે નોંધવું પડે.
પણ મુખ્ય સવાલ ગોડમાં બીલીવ કરવાનો છે.શું કામ કોઈ એમાં બીલીવ કરે?ભલે લોકોએ તેત્રીસ કરોડ દેવતાઓ ગણ્યા હોય,બધાયનું કામ લગભગ સરખું છે.એ કામ છે હિંમત બંધાવવાનું.આ લખનાર ગોડમાં બીલીવ કરે છે કે નહિ એ એને પોતાને નથી ખબર.પણ હા,લોકોની આશા ટકી રહે એ માટે ચમત્કારો થતા એણે જોયા છે.બદલાવાની જરાય આશા ન હોય ત્યારે ચુટકી બજાકે બદલાયેલા સંજોગો એ મગજ બ્લેન્ક કરી મુકેલું છે.કોમન પદ્ધતિ એ છે કે જયારે લોકોએ પોતાનું કામ પૂરું થવાની આશા સાવ જ મૂકી દીધી હોય ત્યારે જ કૈક એવું થાય છે જે એ હારેલા યોદ્ધામાં હિંમતનો નવો સંચાર કરે છે.ઘણા બધાયના અનુભવો આ વાત સાથે ચોક્કસ મેળ ખાતા હશે.શું આ ગોડના અસ્તિત્વ સામે આંગળી ચીંધે છે?નસીબ,ફેટ,લક...આ બધું શું ખરેખર હોય છે?સવાલો ઉત્તર પણ ધરાવે છે અને એક હદ પછી અનુત્તર થઇ જાયછે.
મેઈન વસ્તુ માણસનો અભિગમ છે.તમે ડિપ્રેસ થયા વગર હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરો તો એ ટળી જવાની છે.પણ હા,કોઈ સાથે કરેલી ગદ્દારી,કોઈનું તોડેલું દિલ,કોઈની જોડે કરેલો વિશ્વાસઘાત,કોઈના બુચ મારેલા પૈસા...ટુંકમાં કોઈ પણ ખરાબ વૃત્તિથી કરેલું કામ ત્યારે તો આભાસી વિજય જ બતાવે છે.પણ,અંદરથી એ માણસને કોરી ખાય છે.જે ડાર્કનેસ અંદર છે એને બહારની લાઈટથી દૂર ન કરી શકાય,એના માટે દ્રઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળ જોઈએ."કોન્સ્ટનટાઈન" ફિલ્મ માં કીઆનું રીવ્સ એજ કહે છે."હેલ અને હેવન ક્યાય બીજે નથી.એ હંમેશા આપણી અંદર જ અને આસપાસ જ છુપાયેલા રહેછે."અભિગમ પોઝીટીવ હોવાથી બળ આપોઆપ પેદા થશે.ઈમાનદારી,સચ્ચાઈ,પ્રમાણિકતા આ બધા આદર્શો નથી.રીઅલ વર્લ્ડ સામે ખુમારીથી ઉભા રહેવાના ટેકાઓ છે.એટલે જ સચ્ચાઈના માર્ગે ચાલનારની બરાબરની ફીરકી,ફિલમ બધુંય ઉતરે છે.ભગવાન,ગોડ...આ બધાને યાદ રાખવાથી એક તો નૈતિક હિંમત,આત્મવિશ્વાસ વધે છે અને બીજું એ કે જયારે તમે સફળ થાવ ત્યારે અભિમાન કોસો દૂર રહે છે.રામ કરતા રાવણની તાકાત ઘણી વધુ હતી.પણ નડી શું ગયું?અભિમાન,ઓવર કોન્ફીડંસ.પરીક્ષામાં ઓવર કોન્ફીડંસ રાખનારના માર્ક પણ ધોબીપછાડ જેવા હોય છે.બસ અહી જ ગોડ વિષે થોડું મળે છે.ગોડ છે ક્યાં?અભિમાન ન કરનાર માં,ત્રણ ચાર વર્ષના ખીલખીલાતા હાસ્ય માં,સમુદ્રની લહેરો પર ચાલ્યા જતા વયોવૃદ્ધ કપલમાં,પ્રિયજનની સ્નેહ નીતરતી આંખોમાં,સંતાન માટે ઉજાગરા કરતા માં-બાપોના થાકમાં...
દોસ્તો,ગોડને શોધવા ન જશો,અહિયાં જોઈ જુઓ જરા,ક્યાંક તમારો ગોડ ડોકિયા નથી કરી રહ્યો ને?
શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર?
કુરાનમાં ક્યાંય પયગંબરની સહી તો નથી...જલન માતરી