'સુનતે હો ચુન્ની બાબુ, એક તવાયફ ઈશ્ક કી બાત કર રહી હૈ, અબ હમે ઇનસે સીખના હોગા કી મહોબ્બત ક્યાં હોતી હે, પ્યાર ક્યા હોતા હૈ, ઈશ્ક કિસે કેહતે હૈ?'
યુવાદિલ અને મહોબ્બત, આ બેય લગભગ પર્યાયવાચી છે. ઓરકુટ-ફેસબુક મિત્ર હિતેશ જોશીની આ નોટ જોઇને તણખો પેદા થાય છે.વાંચીને, અનુભવીને, સમજીને. યાદ રાખજો આ ત્રણેય શબ્દો એના ઓર્ડર મુજબ જ લખ્યા છે. https://www.facebook.com/notes/hitesh-joshi/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%95%E0%AB%81/738379756188192
ઇશ્ક,પ્યાર અને મહોબ્બત આપણી ભાષાના શબ્દો નથી.હા,અનુભૂતિ આખી દુનિયામાં સરખી છે. ત્રણેય શબ્દો નજીક નજીક હોવા છતાય અનુભૂતિના લેવલ પર સ્પષ્ટ રીતે જુદા છે. ખુદા સાથે પ્યાર થાય, એની સાથે ઈશ્ક ફરમાવી શકાય અને એની કાયનાત આગળ ઝૂકીને મહોબ્બત પામી શકાય છે. મહોબ્બત અને મુસ્તફા બેય સમાધિ જેવી સ્થિતિ છે. લાગી ગઈ સો પાર...કુંદન મહોબ્બત છે, એટલે જ ફના થવા તૈયાર છે. ઇશ્ક ફરમાવી શકાય છે,પ્યાર કરી શકાય છે, થઇ જાય છે અને થવા દેવો પડે છે. મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. મહોબ્બત નિહાયત જઝ્બાત સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલે જ દિમાગી ગણતરીઓ ત્યાં પડી ભાંગે છે.
વિરહ અને મહોબ્બત પાકા દોસ્તાર છે.બેયની મૈત્રી કૃષ્ણ-સુદામા રેખી છે. વિરહ કાચ પાયેલી દોરીની જેમ કાળજે ઘા પાડતો જાય છે. વેઇટ કર્યા કરવાનું, એ ઓનલાઈન આવે ત્યાં સુધી, એ રીપ્લાય કરે ત્યાં સુધી,એ મેસેજ કરે ત્યાં સુધી, એ મિસકોલ મારે ત્યાં સુધી.... અંત નથી, છે તો બસ સાગર જેવડો અમાપ-અફાટ દિલી વિસ્તાર; જેમાં તમે એકલા છો. માથાડૂબ પાણીમાં શ્વાસ ગૂંગળાયા કરે પણ તમારી પર એટલો ભાર છે કે તમે એને ધક્કો મારીને બહાર આવી શકતા નથી. આ સત્ય છે. વરવું કહો તો વરવું, નગ્ન કહો તો નગ્ન અને ગળી ન શકાય એવું કહો તો એમ. પણ મુદ્દો એ જ રહે છે. સફર(હિન્દી)માં સફર(અંગ્રેજી) કરતા જવાનું. અને અમુક મહોબ્બત જીતે છે, ઘણીબધી મહોબ્બત હારી જાય છે. પણ એનાથી એનો જઝબો કે તીવ્રતામાં મામકા-પાંડવા નથી હોતું. ખાડે ગયેલી મહોબ્બત વ્યક્તિને ટોચ ઉપર બેસાડી દે છે કેમકે અંદરથી સળગતી રહેતી ચેતના એને કોલ્ડ બ્લડેડ બનાવી મુકે છે.
પામી ગયેલી મહોબ્બત ઇન્દ્રધનુષી સપનાઓમાં ખોવાતી જતી વાસ્તવિકતા બની જાય છે. ખટમીઠાં સંસ્મરણો ત્યારે બચકું ભરતા નથી કેમકે એ અંતે તો પ્લેઝર છે, આનંદ છે. (હિતેશ, અહિયાં ધ્યાન રાખજે :) ) બક્ષીએ એકવાર લખેલું કે વહેંચાતો નથી ત્યારે પ્રેમ વિષાદી બની જાય છે. અને વિષાદી પ્રેમ ખતરનાક છે. ત્યાંથી બે ફાંટા પડે છે. એક- ક્રોધનું બોઈલીંગ પોઈન્ટ ત્યાંથી શરુ થાય છે, જેમાં બદલો લઇ લેવાની, દુનિયાને તબાહ કરી દેવાની લાગણીઓ ધધકતી હોય છે. બે- લાઈફનો એક ટુકડો ત્યાં રહી જાય છે.સદાને માટે. બળેલી ચામડી સાજી થાય ત્યારે રહી ગયેલા ડાઘ જેવો. ત્યાં જીવન શોધવું વ્યર્થ છે. ત્યાં જોયા કરવું પણ ભૂલભરેલું છે કેમકે એનાથી દિમાગ અને જીવન બેય બંધિયાર થઇ જતું હોય છે. માટે જિંદગી સિવાય કોઈનેય મહોબ્બત કર્યા જેવી નથી. હા, ચાલતા જાવ અને રાહબર મળે ને ક્લિક થાય તો બેશક એને જિંદગીનો આપેલો બીજો ચાન્સ ગણવો...
પાપીની કાગવાણી:
વહેતા રહેવાનું યાર, જિંદગીની સાથે...
- શશીકાંત વાઘેલા