યેસ્સ, ફેસબુક પર કરેલા વાયદા મુજબ આજથી શરુ થાય છે મેઘધનુષ્યના સાત રંગોને ઉજાગર કરતી લાઈફના રંગો પરની લેખમાળા...
આમ જોવા જઈએ તો VIBGYOR એ ક્રમ માં આપણે કલરસીરીઝ ગોખી છે.પણ હા,અહી આપણે ઊંધેથી શરુ કરશું.પહેલો રંગ છે Red,લાલ,રતુમડો...આમ તો મંગલમય વાતાવરણનો સુચક છે આ રંગ.સિંદુર,પાનેતરના શેડ્સ,ગુલાલ વગેરે થી માંડીને સ્વસ્તિક અને ટીશર્ટમાં મોસ્ટ અવેલેબલ ગણાતો આ રંગ ઉલ્લાસ,એનર્જી અને લીડરશીપને દર્શાવે છે.રેડ જાયન્ટ સ્ટારથી લઈને ટ્રાફિક સિગ્નલ સુધી આ રંગ છૂટથી વપરાય છે.લીપ્સ્ટીક થી લઈને બંગાળીઓમાં ફેવરીટ એવો અળતો પણ લાલ જ હોય છે.લોહીનો રંગ પણ લાલ અને આપણી જીભડીનો રંગ પણ લાલ...
લાલ આક્રમકતા અને વર્સેટીલીટીનો સુચક છે.તાજગી અને વિચારોના વાવાઝોડા લાલ રંગી હોય તો બ્લાસ્ટ આપોઆપ આવવાનો."ક્લોક્વર્ક ઓરેન્જ" ફિલ્મના ટાઈટલમાં પણ લાલનો નજીકનો ઓરેન્જ રંગ બતાવે છે પણ,શરૂઆતમાં તો લાલ જ પ્રમુખ કલર તરીકે દેખાય છે.એસ્ટ્રોલોજી મંગળ ગ્રહને લાલ રંગ આપે છે અને લાલ રંગનું જ રત્ન પહેરવું એવું કહે છે.જયારે એસ્ટ્રોનોમી રેડ જાયન્ટ અવસ્થા એટલે સ્ટારના મૃત્યુની આગાહી બતાવતું ચિહ્ન.યેસ,વાત છે લાઈફના લાલ રંગની.જોય અને જેલસીની.ના,જેલસીનો રંગ તો લીલો છે એવું શેક્સપિયર સાહેબ કહી ગયા છે એટલે એ રીતે આમાં નહિ ગણીએ.પણ હા,ઘણા સબંધોનો અંત લોહીયાળ આવતો હોય છે.ખાસ કરીને પ્રેમનો.લાલ ગુલાબથી શરુ થયેલો પ્રેમ ક્યારેક લોહીભીનો બની જાય છે.ના,હિંસાની વાત નથી.દિલના થયેલા ક્રેશની વાત છે.
લોહી ન નીકળીને પણ દિલ રક્તિમ થઇ જાય એ પ્રેમની કઠણાઈ છે.પ્રેમ સિવાય સબંધોમાં પડતી ગાંઠો પણ લોહી બાળે છે.એનાથી નીકળતી વેદનાની વરાળનો રંગ પણ લાલ હોય છે.કેમકે એમાં તમારા આનંદ ઉલ્લાસની ક્ષણોની તડપતી ધૂમ્રસેર હોય છે.સ્વપ્નાઓ માણસને દીવાનો બનાવે છે પણ,જ્યારે એ સ્વપ્ન તૂટે છે ત્યારે એ પણ વીખરાઈને ઘાવમાંથી નીકળતા લોહીની જેમ થીજી જવાના હોય છે.સુર્યની સામે આંખ બંધ કરીને જોઈએ ત્યારે આંખ આગળ લાલ રંગ દેખાય છે.એ શેનું સુચક છે?સિમ્પલી એ કે આંખ બંધ કરીને સુર્ય સામે જોવાનું સાહસ કરી શકો એટલી તાકાત તમારામાં પડી છે.અને માઈન્ડ વેલ,એ સુર્ય તમારી અંદર છે.લાલ રંગ એટલે તો યુવતાનો છે.બી અ રેબેલ.સુર્ય ભગવાન લાલ અશ્વો પર સવાર થઈને આપના માટે સવાર લાવે છે.કેમ લાલ જ?કેમકે શક્તિનો ધસમસતો વેગ તડકો બનીને તમારા માંહ્યલાને હલબલાવે એ સવારની ડીમાંડ છે બોસ્સ.
તો ઉઠો મારા "લાલ", ફીલ ધ રેડ,વર્ક ટીલ ડેડ...
પાપીની કાગવાણી:
સવાર અને સાંજ લાલ હોવાનું કારણ શું?એ દર્શાવે છે કે માણસે એની શરૂઆતની જિંદગીમાં અને પાછલી જિંદગીમાં એક્ટીવ રહેવાનું હોય છે,મધ્યાહને તો જસ્ટ જાળવ્યો જાય તોય થઇ પડે છે...