Tuesday, January 11, 2011

Friend indeed-દોસ્તીનો દિલદારીભર્યો અને દાઝતો દાવાનળ...!!!

ફોન પર અપાતી ગાળો, સજળ નેત્રો સાથે થતી આજીજી,આઠ કલાકના અંતરે રહેતી બે વ્યક્તિઓ,અને મુલાકાતો વખતે થતું એક  ટાઈટ હ્ગ.આ કઈ gf bf ની વાત નથી.આતો દિલદાર દોસ્તની આવતી યાદોનું પરિણામ છે.કાયમ કઈ પ્રેમી-પ્રેમિકા જરૂરી નથી હોતા.ક્યારેક ચાલુ કારમાં રણકતો સેલફોન દોસ્તનો પણ હોઈ શકે.ક્યારેક વેઇટિંગ માં આવતો કોલ અને તરત જ મુકાઈ જતો કોલ પણ એ દોસ્તનો હોય છે જેને તમે દુર-સુદૂર વર્ષો પહેલા એમ કહેલું હોય છે કે ' અરે તારા માટે તો gf કુરબાન યાર...ફોન શું ચીજ છે? ' આ જ દોસ્ત જોડે અડધી ચા શેર કરતી વખતે ઘરની યાદ નથી આવી હોતી કેમકે એની હાજરી જ ઘર જેવી લાગતી હોય છે.અને પછી ક્યારેક જીભ ચા થી દાઝે ત્યારે કશુક ખૂંચે છે.જાણે સમયની વીતેલી એ ક્ષણની કરચ દિલમાંથી દિમાગમાં ભોંકાય છે અને મન ભૂતકાળની ફિલ્મ જોવા ઈચ્છે છે.કિશોરકુમારનું 'ઓ સાથી રે' સાંભળતી વખતે આંખોમાંથી દોસ્તી ટપકે એ સ્વાભાવિક છે.આખરે દોસ્તી એટલે શું?સાથે બેસીને કલાકો સુધી ગીતના સૂર સજાવવા કરેલી પ્રેક્ટીસ?ચાની કીટલીએ થતા ફયુચરમાં મળવાના કારસા?મેસેજ પેન્ડીંગ આવે તો બીજા નંબર પર ફોન કરીને અપાતી ગાળો?કોઈ ફટાકડીને જોઈને એને ભાભી માની લેવાની થતી "શુભ" ઈચ્છા?કે પછી 'સંદેસે આતે હે' ગાતી વખતે સાંભરતું ઘર?કે પછી સારેગામાપા જોતી વખતે સિંગરની ઉતારાતી ફિલમ?કે પછી વેઇટિંગમાં gf હોય તોય એને 'થોડી વાર પછી ફોન કરું તને' એવું કહેવાની ઈચ્છા થાય એ?દોસ્તીમાં આ બધા જ મેજીક પોસિબલ છે.કેન્ટીનમાં બિલ ચૂકવતી વખતે એકબીજા સામું જોતી વખતે જરાય શરમનો એહસાસ ન થાય એ દોસ્તી છે.ખિસ્સા ખાલી હોય ત્યારે બિન્દાસલી 'ચલ એય,આજે તારો વારો છે.ભૂલી ગયો?' કહેવામાં પણ હક છુપાયેલો હોય એવું બને ત્યારે એ પણ દોસ્તી છે.કઈ જ ફાયદો જોયા વિના મુવીની ટીકીટ માટે થીએટરની બારીએ કલાકો સુધી ઉભા રહીને ટીકીટ લીધી હોય,ત્યારે 'ના યાર,આજે મુવી નહિ,આજે ખાવું છે.' આ સાંભળ્યા પછી કાચી સેકન્ડે ફાડી નખાતી ટીકીટોની ઝીણી ઝીણી કાપલી દોસ્તી જ બયાન કરે છે.વાત છે આવા દોસ્તની,અને એની સાથે થયેલા ઝગડાની.ઝગડવું એ પ્રેમી કે પતિ પત્નીનું નહિ,દોસ્તોનું પણ મુખ્ય લક્ષણ છે.ઝગડા થવા એ પણ જરૂરી છે.એ દોસ્તીની ગહરાઈ માપવા માટે જરૂરી છે.પણ,શું ગુસ્સો આવે ત્યારે સ્વીચ ઓફ રાખેલો ફોન રીલેશન તોડી શકે?કાગડોળે જોવાતી મેસેજની રાહ સાલા સમયને પણ ધીમો પાડી દે છે.મનમાં ઉઠતા અનેક ખરાબ વિચારો ત્યારે મોરલની ચટની કરી મુકે છે અને મગજ સતત ચાલતું રહે છે.ઉદાસ મન ત્યારે યંત્રવત ચાલે છે.જાણે કશુક અંદરથી ખાલી થઇ ગયું ન હોય!!!બ્રેકઅપ વગર પણ દર્દ હોય છે દોસ્ત.ઉઝરડા પડેલું મન અને હાથમાં રહેલો નિર્જીવ સેલફોન,બેય જાણે એકાદ લાઈટના મોહતાજ બનીને રહી જાય છે.શું ગુસ્સો એટલો બધો જરૂરી બને છે કે તમે તમારા એ રીલેશન કરતાય ગુસ્સાને વધુ મહત્વ આપી બેસો છો?શું ચંદ મિનિટનો ઝગડો ત્યારે બે દોસ્તો વચ્ચેનો હોય છે કે બે અહમનો?અને જો અહમનો હોય,તો શું એ રીલેશન કરતાય અહં વધુ મેટર કરે છે?થીંક ઓવર ઇટ...

પાપીની કાગવાણી:

દોસ્તી અને દુશ્મની દિલ ફાડીને કરાય...બહુ જ મજા આવે...(જાત અનુભવ. ;) )

8 comments:

  1. દોસ્તી ...
    આ મેજિકલ ચબ્દ માત્ર મુડ ને માશાલ્લા બનાવવા કાફી છે!

    હર્ષ, તારા શબ્દો માં દોસ્તી જાની ને કૈક એવું લાગ્યું કે જાણે બધાની કેટલીક વ્યાખ્યાઓ સરખી જ રહેતી હશે કે ?
    જેમ આપડી દોસ્તી ની વ્યાખ્યા મળે છે!

    દોસ્તી એટલે કદાચ એક ૫ રૂપિયા ની મેગી માટે ૨ કલાક ચાલતો ઝગડો ને પાછો એ ઝગડા ની યાદગીરી માટે પડતા ફોટા ને સાચવતી વિડીઓસ !

    દોસ્તી એટલે કદાચ EXAM ની ૧૦ મિનીટ પહેલા દોસ્ત નો " તો આપ ઇસ સમય ક્યાં કહેસુસ કર રહે હે! આપ કી બેન્ડ બજેગી કે આપ બેન્ડ બજાએન્ગે સબ કી ? " ની ફિલ્મી અદા માં રિપોર્ટર આત્મા થી કરાતી સડી છે!

    દોસ્તી એટલે કદાચ સામે ગુડ લુકિંગ બોય/ ગર્લ ને જોતા ફ્રીઝ થઇ ગયેલા દોસ્ત ને મિનીટ ના છઠ્ઠા ભાગે એ જ સામેની "આઈટમ" નો અપાતો એ ટુ ઝેડ બાયોડેટા છે!

    દોસ્તી એટલે કદાચ મિત્ર ના ફેમીલી પ્રોબ્લેમ થી વ્યથીથ થઇ ને સ્કીપ કરેલી ઇન્ટરનલ એકસામ છે!

    દોસ્તી એટલે કદાચ .....

    દોસ્તી એટલે કદાચ હજારો કિલોમીટર થી આવતો પત્ર કે " યાર, બૌ દિવસ થી તારા મોઢે - નાલાયક, નક્કામી , લુચ્ચી નથી સાંભળ્યું તો બધું ઠીક તો છે ને ? "

    ReplyDelete
  2. અને દોસ્તી એટલે?જે બતાવવા કે જતાવવા આટલા બધા શબ્દોની જરૂર નથી એ...રાઈટ ભૂમ્સ?

    ReplyDelete
  3. just

    "AA UDASI NE JARA SAMJAV TU,
    DOST JO AAVI SHAKE TO AAV TU.."

    --HARSHVI PATEL

    DOSTI ETLE DOSTI ENI VYAKHYA KADACH NATHI THATI

    ReplyDelete
  4. Wah bhura wah.. aapda jalsa krvana bdha divso aavi gya engineering na... Realy to nice...

    ReplyDelete
  5. wah vaachti vakhte badha mitro ni masti ni ek jalak dekhai gai...man ne taajgi apavi te to...hats off 2 u bro...

    ReplyDelete
  6. waah.......Bahu gamyu aa lakhan....Friends ni yaad aavi gayi.....
    Maru manvu che ke Life ma koi evo dost hovo joie ke jeni sathe aapde badhi vat share kari shakie.....Life ma Pakki Dosti ni kami hoy to e Life mara mate Nakkami che....Dost vagar nu jivan Khali khali lage che....

    ReplyDelete
  7. Like like....superlike.... I guess મારી વ્યાખ્યા જણાવવાની હવે જરૂર નથી....right???? કહ્યા વગર જ બધું જ જાણી ને અજાણ્યો બને...અને એને માટે આપણો વાંક હોય એમ ધમકાવે,એ દોસ્ત...

    ReplyDelete