Wednesday, March 16, 2011

Colors of rainbow, Colors of life... "ઇન્ડીગો"

ઇન્ડીગો તો કારનું નામ નહિ? યેસ્સ, વાત તો સાચી  છે.પણ,એનું મૂળ સુત્ર "ઇન્ડિયા ગો" હતું. ઇન્ડીગો એટલે ગળી કલર. રંગ જોતા એવું લાગે કે ભૂરા રંગે ખટાશ પકડી લીધી છે. સંબંધોમાં પણ ક્યારેક ખટાશ આવે છે જ ને? ને પછી આવે છે હૃદયને દર્દથી ભરી દેતો ઇન્ડીગો કલર. ધરબાયેલો ગુસ્સો પણ આ જ કલરનો હોય છે. ડંખીલા મનવાળા લોકોનો ગુસ્સો આવો જ હોય છે. દિલને સતત કુરેદ્તો ગુસ્સો અને ઘાવ,બેય માણસને જંપવા દેતા નથી. આની પાછળ રહેલી બાબત સાવ નાની હોય છે. અદ્દલ વ્હાઈટ ડ્વાર્ફ સ્ટાર જેવી. એ પણ આછા ગળી કલરનો હોય છે જયારે આ પરિસ્થિતિ માં આવે છે. બાહ્ય સપાટીનું તાપમાન હજારો ડીગ્રી સેલ્સિયસ હોય છે. હવે ફીઝીક્સમાં આવું હોય તો સાઈકોલોજીમાં તો કેવું ને કેવું હોય.

એકઝેટલી, મનના કડાકા ભડાકા જીવ ખાતા હોય ત્યારે કલર્સ એકબીજામાં ભળી જતા હોય છે.જેલસીનો લીલો,ગુસ્સાના લાલ-પીળા, અને છુપા રહેલા ગુસ્સાનો ઇન્ડીગો કલર. છુપો ગુસ્સો;વ્યક્ત થતા ગુસ્સા કરતા વધુ ખતરનાક હોય છે. દુર્યોધન, કૈકેયી બહુ બધા ઉદાહરણો છે. વ્યક્ત થતો ગુસ્સો ક્ષણજીવી હોય છે જયારે છુપો ગુસ્સો લાંબા ગાળા સુધી સસ્ટેઈન થતો હોવાથી જખ્મો આપે પણ છે અને અપાવે પણ છે. ઇન્ડીગો કલર સ્ટ્રોંગ અંત:સ્ફુરણા બતાવે છે. ધગધગતી તાકાતને સાચવી રખતો કલર સમય આવ્યે એનું ઉત્સર્જન કરે છે ત્યારે કા તો સર્જન થાય છે,કા વિનાશ થાય છે. ડીટ્ટો શિવજીના ત્રીજા નેત્રનું છે. અસીમતાનું સુચક છે આ રંગનું સ્પેક્ટ્રમ. સ્પીરીચ્યુઅલ એક્સ્ટ્રીમ તરફ જતી રાહ પર આ અંતિમ પડાવ છે. આ પણ આજ્ઞાચક્રની અંદરના ત્રીજા નેત્રનો સુચક રંગ છે. વિશિષ્ટતા, કશીક વધુ શક્તિ,ગુઢ અને ન સમજાયતેવી તાકાત અને દ્રષ્ટિ ઇન્ડીગો અને એની પછીનો વાયોલેટ કલર ધરાવે છે. ભૂતકાળમાં પોતાની જાતે સળગી જતા લોકોમાં અગ્નિ પ્રકટ થતી વખતે ઇન્ડીગો કલર પહેલા દેખાયાનું નોંધાયેલ છે. ઇન્ડીગો આમ તો ગરમ કલર છે,પણ એ ગરમી ઈશ્વરીય તત્વની છે.સેલ્ફની છે. સોલાર પ્લેક્સસને ઉત્તેજિત કરીને હિલિંગ કરતી રેકી અને એને રિલેટેડ બધી વસ્તુઓ ગરમ હોવાની. ઇન્ડીગો કલર ગરમીની એક્સ્ટ્રીમનેસ બતાવે છે.અને એટલે જ ભક્તિ હોય કે જ્ઞાન હોય,તપવાનું લખ્યું જ છે સાધકના નસીબમાં.

પાપીની કાગવાણી:

ઉગ્ર ગરમી લોઢાને સફેદ બનાવી દે છે, માણસનું દિલ સંજોગોની આગમાં કાળું બની જાય છે. કૈક કરવું જોઈએ એવું નથી લાગતું? 

No comments:

Post a Comment