Friday, June 3, 2011

Thought- વિચાર - ઘૂઘવતા સમુદ્રની મઝધારે થતી મુંઝવણ

વિચાર એટલે શું?કશુક કરવા માટેની પૂર્વતૈયારીનું માનસિક ચિત્ર?એમનેમ લાગણીઓને લીધે ચડતી ઘૂરી?જવાબ આસાન નથી કેમકે એને માટે પણ વિચાર કરવો પડે.મુદ્દો છે વિચાર કરતી વખતે થતી પરિકલ્પનાનો અને ખુલ્લી/બંધ આંખોથી થતી વિઝનીક ઉડાનનો.મન વિચાર નામના કોન્કોર્ડ પ્લેન પર સવાર થઈને ચુટકી બજાકે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી જાય છે.વિચારની તાદાત દૈનિક બે હજાર જેટલી હોય છે એવું સ્વ.નીરુબહેન અમીન કહેતા.દરેક વિચાર કઈ રીતે ક્યાં અસર કરે છે એની ખુદ વિચાર કરનારને પણ ખબર નથી હોતી.દરેક વિચાર મગજને જરૂરી નથી લાગતો હોતો.અને એટલે જ ક્યારેક જ કોઈ વિચાર આઈડિયા બને છે અને 'ક્લિક' થાય છે,આ પ્રક્રિયા બહુ જ જટિલ છે.વિચારનું ઉદ્ગમ ક્યાં છે એ હજી સુધી કોઈ નથી જાણતું. ઘણીવાર વિચાર ઉછીનો હોય છે અને સમગ્ર વ્યક્તિત્વને અસર કરી જાય છે ત્યારે એમાંથી એક નવું જ વ્યક્તિત્વ બને છે જે આભાસી હોય છે.કેમકે એ આગલા ઉછીના વિચારની અસર તળે બન્યું છે.શું આવા માણસને આપણે જીવંત રોબો કહીશું?

સામાન્ય ભાષામાં સમજીએ તો વિચાર જ્યાંથી પણ પ્રગટ થાય છે એ  મગજ/મન ટ્રાન્સમીટર છે.ત્યાંથી વિચાર ટ્રાન્સમિટ થાય છે અને સમગ્ર વિશ્વચેતનામાં છવાઈ જાય છે.રોજના આવા હજારો કરોડો વિચાર એક યા બીજી રીતે માણસને પ્રભાવિત કરતા રહે છે.એમાંથી મોટાભાગના વિચાર શરીરની ફિલ્ટર સિસ્ટમ ચાળી નાખે છે.કોઈ પણ સર્જન એક રીતે વ્યક્તિના પોતાના જ્ઞાન-બેઝ અને આવી વૈશ્વિક ચેતનાના આંદોલનને આભારી હોય છે.વિચાર,સૌથી વધુ અવરોધક અને જળો કરતા પણ વધુ સજ્જડ રીતે ચોંટી જતો પરોપજીવી છે.[સૌજન્ય :ઇન્સેપ્શન] એકવાર એ મગજમાં ઘુસી ગયો,છાલ પણ નથી છોડતો.સામાન્ય રીતે ડ્રીમલેસ ઊંઘ કોઈ નોર્મલ માણસને નથી આવતી.પણ જો એ આવવાનું શરુ થાય તો એને પણ સાઈકોલોજી ગરબડીનું સુચક ગણે છે.ક્યાંક તમારી સબ-કોન્શિયસ ડીફેન્સ નબળી છે એનું આ એલર્ટ સિગ્નલ છે.ડીટ્ટો વિચારશૂન્યતા.  ડીપ્રેશનની અસર હેઠળ આવું થતું હોય છે.કોઈ સ્વજનથી વિયોગ,કોઈનું મૃત્યુ એટસેટરા...કશુક વાંચ્યા પછી જો વિચારશૂન્યતા આવતી હોય તો એ સારું છે કેમકે બ્રેઇન-સ્ટોર્મિંગ સ્ટાર્ટ થયા પહેલાની એ શાંતિ છે.કશુક કાને પડી જાય અને દિલોદિમાગ તરબતર થઇ જાય કે ઝક્ઝોરાઈને બધું મૂંગું-મંતર થઇ જતું હોય તો એ જાત સુધરવાની નિશાની છે.અને ઓફિસમાં કામ વગર બેસી રહેવું પડતું હોય તો એ જોખમકારક છે.

આવું થાય ત્યારે પોતાની અંદર ઝાંકતા રહેવાની ટેવ ફાયદો આપી શકે.વિચારશૂન્યતા પોઝીટીવ હોય કે નેગેટીવ,બહુ વાર રહેવા દેવાય નહિ.મગજ પોતે જ કશુક કરવા ટ્રાય કરે છે.અને જયારે એમાં એ ફેઈલ જાય છે ત્યારે શરીર પર એની અસર વર્તાવા લાગે છે.પોતાના જુના શોખને જગાડો,ઢંઢોળો અને જરૂર પડે લાત મારીને ઉઠાડો.રાઈટર થી લઈને કોર્પોરેટ એક્ઝીક્યુટીવ્સને આવી વિચારશૂન્યતા/બ્લોક/ડીપ્રેશન બધું જ અથવા કોઈ પણ એક લાગુ પડી શકે છે.આ મામલે ઉપનિષદ સરસ ઉકેલ આપે છે.'સવાલો પૂછવા કરતા તું જ તારો જવાબ બન.'



પાપીની કાગવાણી: 


એક ઘડી ભર નો ઉજાસ, અને ખાલીપો.
કલાકો નો અંધકાર, અને ખાલીપો.


થોડો સ્વાદ, થોડો આસ્વાદ, એક મીઠો સાદ ,
અને ખાલીપો.
બે ઘડી યારો નો સાથ, અને ખાલીપો.



ઘણું બધું ભેગું થાય, ઘૂંટાય, દબાય, ભીંસાય,
પછી જે મળે એ થોડો ધૂંધવાટ અને ખાલીપો.


થોડી સફળતા ની મજા અને ખાલીપો
થોડી નિષ્ફળતા ની સજા, અને ખાલીપો


હવે કોઈ પૂછશે આ કવિતા એટલે શું? 
આ રહ્યો જવાબ,
થોડા ગાંડા ઘેલા શબ્દો અને ખાલીપો...

-પ્રશમ ત્રિવેદી

7 comments:

  1. ભાઇ...ભાઇ....જોરદાર!ધીમે-ધીમે કરતા આ ભુદેવ હવે ઘણી ગંભીર બાબતો નું વલોણું વલોવતા થઇ ગયા છે.એક-એક વાક્ય મારે ઘણી જ શાંતિ થી અને સમજદારી થી વાંચવું પડ્યું.બિલોરી કાચ લઇને એનો અર્થ સમજવો પડ્યો...એક પણ વાક્ય ને તરછોડી ને આગળ વધવું શક્ય નહોતું.....ભુદેવ... જનાબ.... આખો લેખ વાંચી ને તો એવો ભાસ થાય કે લેખક બહુ "જુના ચોખા" લાગે છે પણ જ્યારે એ જાણીએ કેએમ.બી.એ નો સ્ટુડન્ટ એવો હર્ષ પંડ્યા ગધ્ધા-પચ્ચીસી મા રમતો હજું કાચો-કુંવારો જુવાનિયો છે ત્યારે આ તારા વિચાર-નિતાર પર ખરેખર સન્માન સિવાય બીજુ કાઇ જ ના નિપજે.તારી સફળતા માટે ઢગલા મોઢે શુભેચ્છાઓ ! !

    ReplyDelete
  2. શબ્દોની રમઝટ પાડી દીધી...
    એવી જ કંઇક નોખી મજા પાડી દીધી...!!!
    વાહ...! પંડ્યાજી...!!! વાહ...!!!
    :)

    ReplyDelete
  3. મારી કવિતા ને પાપી ની કાગવાણી માં જગ્યા આપવા બદલ આભાર....

    વીચાર બેધારી તલવાર જેવા હોય છે, અને એનો એક જ નિયમ હોય છે, જેદ્દાઈ યોદ્ધા ની જેમ તમે એના પર કાબુ મેળવો અથવા જોકર ની જેમ એના ગુલામ થઇ ને રહો....... આ નિયમ વિચાર ના હોવા અને ના હોવા બંને પરિસ્થિતિ ને લાગુ પડે છે..... વીચારશુન્યતા નો મોટો ફાયદો એ છે કે એ તમારા વિચારો ને ફરીથી ગોઠવવા માં મદદ કરે છે, પણ મોટો સવાલ એ છે કે વિચારો ને ગોઠવે છે કોણ? ખુદ વિચારો જ . વિચાર ખરેખર એક અઘરી જણસ છે, પોતે જ પેટ ચોળી ને શૂળ ઉભું કરે છે અને પોતે જ દવા કરે છે.... અને આપડે જ આ વિચારો ને "બસ" કહેવું પડે છે... એની માટે પણ વિચાર આવે છે...... વિચાર એ છે કે જે ચાલે છે, દોડે છે, ક્યાંક રોકાય છે, ક્યાંક ફંટાય છે , એજ થાકે છે એને જ બંધ થવું છે અને એ બંધ પણ થઇ જાય છે..... અને પછી સર્જાય છે વિચાર શૂન્યતા..... [આટલું લખાણ ક્રીસ નોલન ને દેવા જેવું છે "ઇન્સેપ્શન" ની સિકવલ બનાવવા માં કામ લાગી શકે છે....] બસ આ સાઇકલ ચાલ્યા કરે છે. અને અંતે... કાયમી વીચારશુન્યતા, હાલી ચાલી શકતા હો તો એનું નામ અલ્ઝાઈમર નહિ તો મૃત્યુ.....

    એમ નહિ કહું કે વિચાર ને આરામ આપું છું... મારી માટે આ વસ્તુ અશક્ય છે, પણ મારા વિચારો ને મારી આંગળી ઓ થી અલગ કરી દઉં છું.

    Dead End:
    જેવી મારી કવિતા એવી જ આ કોમેન્ટ : ગાંડી ઘેલી અને જોકર જેવી FREAK .... સમજાઈ હોય તો આભાર.

    ReplyDelete
  4. Thank you for this beautiful n motivational blog. But as you know its very hard to implement, we can try always. And I will do it. :)

    'સવાલો પૂછવા કરતા તું જ તારો જવાબ બન.'

    ReplyDelete
  5. bahu divase sakhat kaik vanchva malyu.....veechar valonu yogya kehvashe.Agreed with 1st comment here. No doubt you've improved a lot. Keep it up and Best of luck for your writing. :)

    ReplyDelete
  6. વિચાર એટલે પોતાની જાતનો એ અરીસો જે બીજાને બતાવાય કે ના પણ બતાવાય!
    બીજાની સામે ગમે એવા ચહેરા પહેરો , પોતાના વિચારો થી ભાગી ને ક્યાંય ના જવાય !
    પણ જયારે ક્યારેક દિલ ભરાય જાય , વેદના, પરિતાપ કે ગીલ્ટ થી ત્યારે પોતાના જ વિચારો થી ભાગવાની એક નિષ્ફળ દૌડ શરુ થાય - એ જ કદાચ બ્લોક કેવાય ને ?
    જો પ્રેમાળ મિત્રો અને માયાળુ પરિજનો ની લાગણી ભરી માવજત રહે તો આવા બ્લોક તોડી શકાય! [ થેન્ક્સ એસ.આઈ.એલ ફોર ધેટ !]

    અલ્ટીમેટલી વિચારો થી ના ભાગી શકાય, ના તો છુપાઈ શકાય, હા વિચારો ની દિશા નેગેટીવ થી પોસીટીવ કરી શકાય!
    :)
    ગુડ રાઈટ હર્ષ.,,
    કીપ ઇત અપ!

    ReplyDelete
  7. Dhinchak ane khubaj paripakv bhura.......

    Reaaallly happy.. leep it up..

    ReplyDelete