Friday, August 20, 2010

બક્ષીબાબુ - બર્થડે બ્લાસ્ટ...એક વાંચક ની નજરે

આજે વીસ ઓગસ્ટ.આ તારીખ અચાનક મહત્વની બની ગઈ.એકતો એટલા માટે કે આજે રાજીવ ગાંધી નો બર્થડે છે અને બીજું એ કે આ જ દિવસ ગુજરાતી સાહિત્ય માટે ચિરસ્મરણીય બની ગયેલો છે.યેસ્સ,આજે મારા અને લાખો-કરોડો વાંચકોના ફેવરીટ એવા ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ છે.ઘણા જૂની પેઢીના વાંચકોને બક્ષી 'તોછડો' અને 'વાહિયાત' લાગે છે.એની ભાષા અને એની બરછટનેસ સહન નથી થતી એ લોકોને.હશે,ટેસ્ટ અલગ હોય એ સ્વાભાવિક છે.પણ મારી જેવા યુવાનને જયારે 'શું વાંચવું ગુજરાતી સાહિત્યમાં?' એવો પ્રશ્ન થાય ત્યારે જે જવાબ મળે એ એક જ છે. 'બક્ષી.' સદાબહાર બની ગયેલા થોટ્સ અને વિચારોની તાજગી વાંચતી વખતે ઝકઝોરી નાંખે એ બક્ષી છે,જેને વાંચતી વખતે દિમાગમાં વિચારોના ઝંઝાવાત ઉત્પન્ન થાય એ બક્ષી છે,સાલું કૈક થાય તો છે જ એ લખાણને વાંચતી વખતે.બક્ષી ઘણાને નગુણો લાગ્યો હશે,ઘણાને જુઝાર પણ લાગ્યો છે.મારા હાથમાં જયારે એમનું 'લવ અને મૃત્યુ' નામનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે ઓરકુટ પર બક્ષી વિષે થોડુક વાંચેલું..એમાં રજનીભાઈ અને બીજા મિત્રો જયારે બક્ષી પર ચર્ચા કરે ત્યારે એમ લાગે કે  સાલું આ બક્ષી છે શું?પછી કોમ્યુનીટી જોઈન કરી અને એક પછી એક ફોરમ વાંચતો ગયો અને બક્ષી દિલોદિમાગ પર છવાવા લાગ્યો.પછી જોયું કે બક્ષી સાલી બહુ ઉચી ચીજ છે હો...શું સ્ટાઈલથી ધારદાર લખે છે !!જીંદગીમાં બરછટ માણસો જોયા છે,પણ સુષ્ઠુ લખવાને બદલે ડાયરેક્ટ દિલમાંથી લખનાર લેખકોમાં બક્ષી મોખરે આવે છે અને રહેવાના પણ છે.ક્યારેય ગમતા લેખકોની અંગત જિંદગી તરફ આકર્ષણ રહ્યું નથી.લખાણો જ જે-તે લેખકની પહેચાન તરીકે અપનાવેલા છે.પણ,બક્ષીની હરેક વાત જાણે જાહેર છે એમ લોકો એના સ્વભાવ અને રસ-રૂચી વિષે પણ ચર્ચાઓ કરતા રહે છે.આજે બક્ષી લેખક મટીને આઇકોન બની ગયા છે ત્યારે એમના લખાણો આજે પણ એટલા જ તાજા લાગે છે.આજે પણ મિત્રો જયારે 'આવો યાર-બાદશાહો' કહે છે ત્યારે કૈક થાય છે.બક્ષી -ઈફેક્ટ જેને કહેવાય એવા ફોરમેટમાં આજના લખાયેલા લેખોમાં બક્ષી નથી ડોકાતો.બક્ષીની જેમ લખવાની કોશિશ થઇ છે,પણ બક્ષીનો મેજિકલ ટચ એમાં નથી.બક્ષી ભલે જેવો હોય અંગત જીંદગીમાં,મારી જેવા નાચીઝ રીડર્સ અને ઘણાબધા લેખકોની ભાષા અને સ્ટાઈલ,બક્ષીના લખાણોએ મઠારી છે,બનાવી છે અને બદલાવી છે.આજે કોઈ પણ જયારે કૈક વિવાદાસ્પદ વિધાન કરે ત્યારે બક્ષી યાદ આવે છે.બની શકે કે વિવાદોને જન્મ આપનાર બક્ષી બધાને કડવો લાગ્યો હોય,પણ એના લખાણો અને એના વાંચકો પ્રત્યે એ ઈમાનદાર રહ્યો છે.ઈમાનદારીથી અભિપ્રાય આપનારની વલે કેવી હોય છે એ આજે કોઈને સમજાવવાની જરૂર નથી.એવા સમયે બક્ષી એ જે ચાબુકી સત્યો રજુ કર્યા એ એને વાંચનારને સમજાય જશે.વધુમાં તો શું કહું?એમના જ વાક્ય થી અંત કરું છું.  

સોગઠાંને ચૌપાટથી શું સંબંધ? પાસાનું કામ છે ફેંકાવાનું. પાસાનું કામ છે પડવાનું. પાસાનુ કામ છે એનો ધર્મ બજાવવાનું.           

6 comments:

  1. khubaj saras rajuat kari chhe..ne ant pan etloj saro chhe...

    baxi jene kyarek vahal thi to kyarek gaalo thi navajya chhe ...karan ...emnu lakhan kyare sosarvu utri jatu to kyarek sonsarvu utarvu padtu..

    ene naa aapva jevi gaaloy api chhe ne ghani var etla prem thij vanchya pan chhe..

    ReplyDelete
  2. :)
    mast, jabardast!
    taro BDAY kyare chhe ?
    tane aavi j rapchik rite wish karis!

    ReplyDelete
  3. સરસ પોસ્ટ.

    બક્ષી માત્ર લેખક/કૉલમિસ્ટ બનીને અટકી ગયા ન હતાં.એમણે ગુજરાત માટે શું વિચાર્યું અને આપ્યું એ ગાળો આપનારને ભાન જ નથી. મને હંમેશા બક્ષીજી પર પક્ષપાત રહ્યો છે અને રહેશે, બક્ષીજીને કોઇ ગાળો આપે તે મારાથી સહન નથી થતું.

    તાલિબાની પ્રકૃતિ કદાચ લાગે તો સાંભળો (વાંચો)-અમે એટલે કે ધૈવત,કુણાલ, નેહલ વગેરે મળીયે ત્યારે એમની (માનવ સહજ)નબળાઈની વાતો કરીયે પણ ગમે તે આલિયો માલિયો ટાલિયો જમાલિયો કંઇ સમજ્યા વગર એમના વિશે ઘસાતું બોલે તો એ તરફ ધસી જાવાનાં કંઇ કેટલાયે દાખલા છે.

    બક્ષી સાહેબ જેવાને એમની ગેર-હાજરીમાં ગાળો આપવાની નામર્દાઈ લેખકોથી લઈને ઓરકુટ કોમ્યુ સુધી જોયું છે. પણ એવા બાઈલા સંપાદક કક્ષાના લોકોની હિજડાશાહી માત્ર કોમ્યુનો (આભાસી)ટીઆરપી ઊંચો થાય બાકી બક્ષી સાહેબની ઊંચાઈને તો દુર એમના પડછાયાને પણ તેઓ અડી ન શકે.

    ReplyDelete
  4. બક્ષી ગુજરાતી સાહિત્ય નો સુલતાન રહ્યો છે.આપણે સૌએ એ બડકમદાર ને મસ્તી થી વાંચ્યો છે.તેની ગૈરમૌજુદગી મા પણ આજે કરોડો લોકો ના દિલ માં,લખાણ માં,વિચારો માં હયાત છે.તારી જેમ અમે પણ બક્ષી ના મોટી બ્લેડવાળા ઇન્ડસ્ટ્રીઅલ ફેન છીએ.
    લેખ મા મજ્જો-મજ્જો પડી ગયો.બક્ષી ને તેના જ તેવર માં યાદ કરાવવા બદલ શુક્રિયા !

    લગે રહો ભાઇ જાન !

    ReplyDelete
  5. Nice one..
    I followed him since long time, b4r ppl made it fashion. The reson was simple, we had many things in common.
    Once I was sleeping and my colleagues in company were discussing about diff alcohol types. I couldnt sleep 4 one hr and then I gave them lecture for 10 mnts on alcohol and told them- now u got what u wanted, let me sleep...lol.
    This is Baxi type.

    ReplyDelete
  6. ghana time pachi vanchuchu taro blog pan aj amst rite lakhleo che...realy nice bro

    ReplyDelete